ETV Bharat / city

દીવ કલેક્ટર દ્વારા વાવાઝોડાને લઇને લોકોને મુશ્કેલી ના પડે તે માટે આગવું આયોજન કરાયું - tauktae cyclone news

સંભવિત વાવાઝોડાને પગલે દીવ કલેક્ટર સલોની રાયે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિ અને ત્યારબાદ અતિભારે વરસાદને પગલે લોકોને કોઇ પ્રકારની મુશ્કેલીઓ ના પડે તે માટેનું આગવું આયોજન તેમના અને વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

દીવ કલેક્ટર દ્વારા વાવાઝોડાને લઇને લોકોને મુશ્કેલી ના પડે તે માટે આગવું આયોજન કરાયું

author img

By

Published : May 17, 2021, 5:58 PM IST

  • દીવ કલેક્ટર સલોની રાયે સંબોધી પત્રકાર પરિષદ
  • વાવાઝોડા બાદ સંભવી વરસાદને લઈને કરાયું આગવું આયોજન
  • સંઘ પ્રદેશ દીવમાં 1200 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડાયા

જૂનાગઢઃ દીવ કલેક્ટર સલોની રાયે સંભવિત વાવાઝોડાને પગલે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં સ્થિર થઈને આગળ ધપી રહેલું વાવાઝોડું આજ સાંજ સુધીમાં સંઘપ્રદેશ દીવના તટીય વિસ્તારો પર ત્રાટકી શકે છે.

દીવ કલેક્ટર દ્વારા વાવાઝોડાને લઇને લોકોને મુશ્કેલી ના પડે તે માટે આગવું આયોજન કરાયું

આ પણ વાંચોઃ અરબ સાગરમાં લૉ પ્રેશર સર્જાશે તો કચ્છ, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં વાવઝોડાની અસર થવાની સંભાવના

જિલ્લા કલેક્ટરે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે

દીવ જિલ્લા કલેક્ટર સલોની રાય દ્વારા પત્રકારોને સમગ્ર વાવાઝોડા અને ત્યારબાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે માહિતી પૂરી પાડી હતી. જિલ્લા કલેક્ટરે લોકોને સાવચેત રહેવા અને વાવાઝોડા પૂર્વે અને ત્યારબાદ કોઈપણ પ્રકારની ગભરાહટમાં નહીં આવવા પણ અનુરોધ કર્યો હતો.

સંઘ પ્રદેશ દીવમાં 1200 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું

હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડું સર્વ પ્રથમ સંઘ પ્રદેશ દીવના તટીય વિસ્તારો પર ત્રાટકી શકવાનુ અનુમાન કર્યું છે. જેને કારણે દીવ વિસ્તારમાં 180 લઈને 210કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે તેમજ વાવાઝોડા દરમિયાન અને ત્યારબાદ અતિભારે વરસાદ પડવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ તૌકેતે વાવાઝોડાની અસર - દીવ બંદર પર 8 નંબરનું તેમજ માંગરોળ બંદર પર 10 નંબરનું અતિ ભયજનક સિગ્નલ લગાવયું

1200 કરતાં વધુ લોકોને સેલ્ટર હોમમાં સ્થળાંતરિત કરાયા છે

સંઘ પ્રદેશ દીવના 250 કરતાં વધુ અસુરક્ષિત ઘરોમાં રહેતા 1200 કરતાં વધુ લોકોને પ્રશાસન દ્વારા ઊભા કરવામાં આવેલા સેલ્ટર હોમમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. અહીં પણ કોરોના સંક્રમણનુ ખાસ ધ્યાન રાખીને સંક્રમિત અને બીમાર વ્યક્તિને અલગ સેલ્ટર હોમમામાં રાખવાની વ્યવસ્થા પણ દીવ પ્રશાસન દ્વારા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.