- ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આજે મત-ગણતરી
- 16 ઓક્ટોબર યોજવામાં આવ્યું હતું મતદાન
- 12 બેઠકો માટે હતી ચૂંટણી
- છેલ્લા 35 વર્ષથી ભીખા ગજેરા ચેરમેન
જૂનાગઢઃ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણીઓ શુક્રવારે યોજવામાં આવી હતી. જેની આજે એટલે કે શનિવારે વહેલી સવારે 9:00 કલાકે મત ગણતરી હાથ ધરવામાં આવી છે. પ્રથમ ખરીદ વેચાણ સંઘ અને ત્યારબાદ ખેડૂત વિભાગની બેઠકોની મતગણતરી હાથ ધરવામાં આવશે અને બપોરના 2 કલાક સુધીમાં તમામ 12 બેઠકો પરના પરિણામો જાહેર થાય તેવી શક્યતાઓ છે. જેથી ભાજપ અને કોંગ્રેસ સમર્થિત ઉમેદવારોમાં મતગણતરીને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે,
16 ઓક્ટોબર હતું મતદાન
જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણી માટે 16 ઓક્ટોબરના રોજ મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. આ મતદાન ખેડૂત વિભાગની 10 અને ખરીદ વેચાણની 2 બેઠકો મળી કુલ 12 બેઠકો માટે કરવામાં આવ્યું હતું.
17 ઓક્ટોબર મતગણતરી
16 ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીની મતગણતરી 17 ઓક્ટોબરના રોજ સવારે 9 કલાકે હાથ ધરવામાં આવી છે. જેથી ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત સહકારી આગેવાનો અને ઉમેદવારોમાં પોતાની જીતને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
35 વર્ષથી ભીખા ગજેરા ચેરમેન
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગત 35 વર્ષથી ભીખા ગજેરા ચેરમેન તરીકે સેવાઓ આપી રહ્યા છે અને તેને સંસ્થાપક પ્રમુખ તરીકે પણ ગણવામાં આવે છે. ત્યારે આ વર્ષે યોજાયેલી ચૂંટણી બાદ જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના હોદ્દેદારોમાં ચોક્કસ પરિવર્તન આવે તેવું લાગી રહ્યું છે. જે પ્રકારે ભાજપનો સહકારી સંસ્થાઓ પર દબદબો વર્તમાન સમયમાં જોવા મળે છે, તેને ધ્યાને રાખીને એટલું કહી શકાય કે, ભાજપ પ્રેરિત કોઈ સહકારી આગેવાન ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રમુખ બને તેવી શક્યતાઓને નકારી શકાતી નથી.
અંદાજીત 2 વાગ્યા સુધીમાં જાહેર થશે પરિણામ
16 ઓક્ટોબરના રોજ યોજાયેલી ચૂંટણીનું પરિણામ આજે એટલે કે શનિવારે 2 વાગ્યા સુધીમાં જાહેર થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ ખેતીવાડી સમિતિમાં કુલ 12 બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવી હતી.