- જૂનાગઢના પ્રાચીન સ્થાપત્યો વૈશ્વિક સ્તરે પ્રવાસનનું હબ બની શકે છે
- પાછલા બે વર્ષમાં પ્રાચીન સ્થાપત્યો પાછળ થયેલા ખર્ચની વિગતો ધારાસભ્યએ માંગી
- રાજ્ય સરકારે પાછલા બે વર્ષોમાં કોઈ ખર્ચ નહીં કર્યાની વિગતો સામે આવી
- જૂનાગઢના પ્રાચીન સ્થાપત્યો વૈશ્વિક સ્તરે ખૂબ મોટી ચાહના ધરાવે છે
- જૂનાગઢમાં આવેલા 35 જેટલા રાજ્ય અને રાષ્ટ્રીય રક્ષિત સ્મારકો જીર્ણતા અનુભવી રહ્યા છે
જૂનાગઢઃ જિલ્લામાં આવેલા 35 કરતાં વધુ રાષ્ટ્રીય અને રાજ્ય રક્ષિત સ્મારકોની ચિંતા વિધાનસભામાં પણ થતી જોવા મળી હતી. ગઈકાલે ગુરુવારે રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન જૂનાગઢના 35 કરતાં વધુ રાજ્ય અને રાષ્ટ્રીય રક્ષિત સ્મારકો પાછળ સરકારે બે વર્ષમાં કેટલો ખર્ચ કર્યો તેને લઈને સવાલ કર્યો હતો. જેના જવાબમાં રાજ્ય સરકારે એક પણ રૂપિયાનો ખર્ચ રક્ષિત સ્મારકોના રખરખાવ પાછળ પાછલા બે વર્ષમાં નહીં કર્યો હોવાની વિગતો બહાર આવી છે. જૂનાગઢની ઓળખ પ્રાચીન વારસા દ્વારા સમગ્ર દેશ અને દુનિયામાં થઈ રહી છે, પરંતુ યોગ્ય રખરખાવને કારણે આ વારસો જીર્ણતા અનુભવી રહ્યું છે. જેને કારણે પ્રવાસીઓ પણ જૂનાગઢ આવવાનું ટાળી રહ્યા છે.
આ પણ વાંચોઃ ભારતમાં હેરિટેજ મેનેજમેન્ટમાં નોંધપાત્ર સુધારો
જૂનાગઢ શહેરને હેરિટેજ શહેર તરીકે પણ મળી શકે છે માન અને સન્માન
જૂનાગઢમાં આવેલો ઉપરકોટનો કિલ્લો જૂનાગઢના નવાબ અને દિવાનની કબર પર બનાવવામાં આવેલો મહોબત મકબરો, ચક્રવર્તી રાજા અશોક દ્વારા લખાયેલો શિલાલેખ, ગિરિ તળેટી અને દામોદર કુંડ, રાજવીઓનુ યુદ્ધ, શસ્ત્ર-સરંજામ સાથેનુ મ્યુઝિયમ અને જૂનાગઢમાં નવાબના પ્રાચીન મહેલો રક્ષિત સ્મારકોમાં શામેલ થાય છે, પરંતુ આ રક્ષિત સ્મારકો યોગ્ય રખરખાવ નહીં થવાને કારણે ખૂબ જીર્ણ થઈ ગયા છે. આ એજ રક્ષિત સ્મારકો છે જે ભારતની સાથે જૂનાગઢની આઝાદીમાં પણ સાક્ષી બન્યા હતા અને મહત્વનો ભાગ પણ ભજવ્યો હતો. આઝાદીથી લઇને ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વના રાજ્ય અને રાષ્ટ્રીય રક્ષિત સ્મારકો આજે 100 વર્ષ કરતાં વધુ સમયથી અડીખમ ઉભીને જૂનાગઢને ગૌરવવંતુ બનાવી રહ્યા છે. પરંતુ રક્ષિત સ્મારકો આજે તંત્ર અને સરકારની ઉદાસીન નીતિને કારણે હવે ભવ્ય ઇતિહાસની સાથે જીર્ણતા પણ અનુભવી રહ્યા છે. પાછલા 100 કરતાં વધુ વર્ષથી ઉભેલા અને અનંતકાળ સુધી જૂનાગઢ અને રાજ્યની આઝાદીની લડાઈના શાક્ષી આ રાજ્ય રક્ષિત સ્મારકો બનતા ચોક્કસ જોવા મળશે. પરંતુ સમય અને તંત્રની માર સામે આજે જીર્ણતા અનુભવી રહ્યા છે.
આ પણ વાંચોઃ આઝાદીના 75 વર્ષે પણ બનાસકાંઠાના સુલીપાણી ગામમાં પાયાની સુવિધાઓનો અભાવ
જૂનાગઢમાં આવેલા રાજ્ય અને રાષ્ટ્રીય રક્ષિત સ્મારકો જૂનાગઢના રાજાઓ અને નવાબનો પણ ઇતિહાસ ધરાવે છે
જૂનાગઢમાં આવેલા રાજ્ય અને રાષ્ટ્રીય રક્ષિત સ્મારકો જૂનાગઢના રાજા રજવાડા શાસકો અને નવાબનો ઇતિહાસ પણ સમેટીને આજે એક સદીથી ઉભા જોવા મળી રહ્યા છે. જૂનાગઢ રાજવીઓથી લઈને અંતિમ નવાબ સુધીનો ઈતિહાસ આ સ્મારકોમાં આજે પણ જોવા મળી રહ્યો છે. જેના કારણે સમગ્ર વિશ્વમાંથી પ્રવાસીઓ જૂનાગઢ તરફ આકર્ષિત થઈને આવે છે. રાજ્ય અને રાષ્ટ્રીય રક્ષિત સ્મારકો દિવસેને દિવસે જર્જરીત અને જીર્ણ બની રહ્યા છે. તેને કારણે પ્રવાસીઓ પણ હવે જૂનાગઢ આવવાનું ટાળી રહ્યા છે, જેને કારણે પર્યટન ઉદ્યોગ પણ મંદ પડ્યો છે. ભારતનો આ ઉજળો ઈતિહાસ વિશ્વની નવી પેઢી સમક્ષ જવા માટે પણ ખૂબ મનોમંથન કરી રહ્યો છે.