જૂનાગઢ: જૂનાગઢમાં કેશોદની બે કિશોરીઓ (પિતરાઈ બહેનો) (Teenagers Misdemeanor in Keshod) 11માં ધોરણની પરીક્ષા આપીને પરત થતી હતી, ત્યારે ચાર નરાધમોએ ફિલ્મી ઢબે કેશોદના બસ સ્ટેશન વિસ્તારમાંથી કિશોરીઓનું અપહરણ (Girls are kidnapped in Junagadh) કરી તેમને કેફી દ્રવ્યો આપી તેમના પર જાતીય દુષ્કર્મ પણ આચર્યું હતું. આની જાણ કિશોરીઓના વાલીઓને થતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: જૂનાગઢ જિલ્લામાં 2 દુષ્કર્મની ઘટના સામે આવી, કોર્ટે આરોપીઓને જેલ હવાલે કર્યા
નરાધમો કિશોરીઓને અર્ધ બેભાન અવસ્થામાં છોડી નાસી ગયા - જૂનાગઢ જિલ્લાને કેશોદની બે કિશોરીઓ પર જાતીય શોષણનો મુદ્દો(issue of sexual exploitation Junagadh) ચર્ચાસ્પદ બની રહ્યો છે. આ બંન્ને કિશોરીઓ ધોરણ 11ની પરીક્ષા પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહી હતી. તેમનું કેશોદના બસ સ્ટેશન વિસ્તારમાંથી ચાર નરાધમો દ્વારા અપહરણ થયું હતું. નગાધમો દ્વારા બંન્ને કિશોરીઓને દીવ લઇ જઈ કેફી પીણું પીવડાવીને જાતીય દુષ્કર્મ(Rape cases Junagadh) આચર્યું હતું. ત્યારબારદ અર્ધ બેભાન હાલતમાં તેમને દીવ છોડી ચાર નરાધમો નાસી ગયા હતા.
ચારેય નરાધમો પોલીસના સકંજામાં - સમગ્ર ઘટનાની જાણ પિતરાઈ બહેનોના વાલીઓને થતા પોલીસ ફરિયાદ કરી હતી. આ મામલામાં કિશોરીઓ અનુસૂચિત જાતિની(Scheduled Tribes girls raped Junagadh) હોવાથી અનુસૂચિત જનજાતિ વિભાગના(Scheduled Tribes Department) વિભાગીય નાયબ પોલીસે અધિક્ષક ઠાકુર પણ સમગ્ર તપાસમાં પોલીસે(Junagadh police) સાથે જોડાયા છે. પ્રાથિમ માહિતી મુજબ દુષ્કર્મ ગુજારનાર ચારેય નરાધમો હવે પોલીસના સકંજામાં છે.
આ પણ વાંચો: જૂનાગઢમાં યુવતિને કામની લાલચ આપી આચર્યુ દુષ્કર્મ, આરોપીની ધરપકડ
દીવમાં ક્યાં સ્થળ પર દુષ્કર્મ ગુજાર્યું તેની તપાસ ચાલુ - જાતીય દુષ્કર્મનો ભોગ બનનાર કિશોરીઓના નિવેદનથી નરાધમોના નામની જાણ થઇ હતી. જેમાં હરેશ, વિશાલ બાબરીયા પ્રાસલી અને શેરગઢ ગામના હતા. જયારે હંસલો અને હસલો મક્કા આ બંન્ને આરોપીઓ કેશોદ તાલુકાના અજાબ ગામ હોવાનું જાણવા મળી હતું. આ ઓળખથી પોલીસ ચારેય આરોપીને પકડવામાં સફળ રહી છે. આ બંન્ને કિશોરીઓને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલ કિશોરીઓનું કઈ જગ્યાંએ દીવમાં દુષ્કર્મ ગુજાર્યું હતું. તે જગ્યાની પોલીસે દ્વારા તપાસ હાથ ધરવામા આવી છે.