ETV Bharat / city

વાવાઝોડાને પગલે ગીર વિસ્તારની આંબાવાડીઓમાં અંદાજે 100 કરોડ કરતાં વધુનું નુકસાન - effect of tauktae in gujarat

વાવાઝોડાને કારણે ગીરની શાન સમી કેસર કેરીના ઉત્પાદન પર ખૂબ જ વિપરિત અસરો પડી રહી છે. એક અંદાજ મુજબ ગીરના આંબાવાડીઓમાં અંદાજિત 100 કરોડ કરતા વધુનો કેરીનો પાક નષ્ટ થયો છે. જેના કારણે જગતનો તાત ચિંતાતુર બન્યો છે.

વાવાઝોડાને પગલે ગીર વિસ્તારની આંબાવાડીઓમાં અંદાજે 100 કરોડ કરતાં વધુનું નુકસાન

author img

By

Published : May 19, 2021, 4:54 PM IST

  • વાવાઝોડું કેરી પર કહેર બનીને ત્રાટકતાં પારાવાર નુકસાન
  • ગીર વિસ્તારની આંબાવાડીઓમાં પારાવાર નુકસાન
  • અંદાજે 100 કરોડ રુપિયાનું થયું નુકસાન

    જૂનાગઢઃ જૂનાગઢમાં કેરીની ખેતીમાં પાછલાં 20 વર્ષની વાત કરીએ તો આ પ્રકારનું નુકસાન પ્રથમ વખત વાવાઝોડાને કારણે થયું છે. જેને કારણે આંબાવાડિયાની ખેતી કરતા ખેડૂતોને કમર તૂટી રહી છે. ચિંતાતુર બનેલો જગતનો તાત રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ બાગાયતી ખેતીને પાક વીમા તળે આવરી લેવામાં આવે તેવી માગ કરી રહ્યાં છે.

    આ પણ વાંચોઃ નર્મદા જિલ્લામાં વાવાઝોડાથી કેળના પાકને નુકશાન, ખેડૂતોઓએ સહાયની કરી માગ

આ વર્ષનું નુકસાન પાછલા વર્ષની સરખામણીએ ખૂબ જ મુશ્કેલ
બે દિવસ પહેલા આવેલાં વાવાઝોડાને કારણે ગીર વિસ્તારના આંબાવાડીઓમાં અંદાજે 100 કરોડ કરતાં વધુ નુકસાન થઈ રહ્યું છે. ભારે વરસાદ અને પવનને કારણે આંબાવાડિયામાં મોટાભાગની કેરી જમીનદોસ્ત થઈ ગયેલી આજે પણ જોવા મળી રહી છે. સામાન્ય સંજોગોમાં 15મી મે બાદ કેરીની સીઝન શરૂ થતી હોય છે. બિલકુલ આ જ સમયે આવેલા વાવાઝોડાને કારણે કેરીનો પાક સંપૂર્ણપણે નષ્ટ થયો હતો. જેને કારણે વર્ષનું નુકસાન પાછલા વર્ષની સરખામણીએ ખૂબ જ મુશ્કેલ હોવાનું આંબાવાડિયાની ખેતી કરતા ખેડૂતો જણાવી રહ્યાં છે. ખેડૂતો વધુમાં જણાવી રહ્યાં છે કે આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું રહેવાની શક્યતા હતી. જે ઉત્પાદન થઈ રહ્યું હતું તેમાં પૂરતા બજારભાવો મળવાની આશા ખેડૂતોને હતી. પરંતુ વાવાઝોડાએ ખેડૂતોની આશા પર વાવાઝોડાએ પવનરુપી પાણી ફેરવી દેતાં આજે ખેડૂતની એક વર્ષની મહેનત નષ્ટ થઈ ગઈ હોય તેવા હાલ આંબાવાડિયાના જોવા મળી રહ્યાં છે.

કેરીની ખેતીમાં પાછલાં 20 વર્ષની વાત કરીએ તો આ પ્રકારનું નુકસાન પ્રથમ વખત વાવાઝોડાને કારણે થયું
આંબાની ખેતીને પાક વીમા તરીકે આવરી લેવામાં આવે તેવી ખેડૂતોની માગઆંબાની ખેતીને પાક વીમા તરીકે આવરી લેવામાં આવે તેવી માગ ગીરનો ખેડૂત કરી રહ્યો છે. આ વર્ષે વાવાઝોડાને કારણે આંબા અને કેરીના પાકને નુકસાન થયું છે તેની ભરપાઈ આગામી 10 વર્ષ સુધી જગતનો તાત કરી શકે તેમ નથી. આવી પરિસ્થિતિમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર બાગાયતી ખેતી અને ખાસ કરીને કેસર કેરીની ખેતીને પાક વીમા તળે આવરી લઈને જગતના તાતને મુશ્કેલીના સમયમાં ટેકો કરે તેવી ગીરના ખેડૂત માગ કરી રહ્યાં છે. જગતનો તાત રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફ આશાની દ્રષ્ટિએ મીટ માંડીને જોઈ રહ્યો છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર ખેડૂતોની દયનીય હાલત જોઈને કોઈ રાહત તાકીદે જાહેર કરે અન્યથા ગીરની કેસર કેરીની ખેતી ધીમે ધીમે ભૂતકાળ બની જશે તેવી ચિંતા પણ જગતના તાતને થઈ રહી છે.

આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને પગલે બાગાયતી પાકોને આશરે 500 કરોડ રૂપિયાનું નુકસાન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.