ETV Bharat / city

જૂનાગઢ કેર ફાઉન્ડેશન દ્વારા સફાઈ કામદારોનું સન્માન કરાયું - કોરોના વોરિયર્સ

રવિવારના રોજ જૂનાગઢ કેર ફાઉન્ડેશન દ્વારા કોરોના કાળમાં ઉમદા સેવાઓ કરનાર વોર્ડ નંબર 8ના તમામ સફાઈ કર્મચારીઓનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા જે કામગીરી કોરોના કાળમાં બજાવવામાં આવી હતી, તેની કદર કરીને તમામ સફાઇ કામદારોને સન્માનિત કરાયા હતા.

કેર ફાઉન્ડેશન દ્વારા કોરોના વોરિયર્સ એવા સફાઈ કામદારોનું કર્યું સન્માન

author img

By

Published : Nov 8, 2020, 4:59 PM IST

  • કોરોના વોરિયર્સ એવા સફાઈ કર્મચારીઓનું જાહેરમાં સન્માન કરાયું
  • કેર ફાઉન્ડેશન અને એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સફાઇકર્મીઓને કરાયા સન્માનિત
  • કોરોના સંક્રમણ વચ્ચે સફાઈ જેવી આવશ્યક સેવાઓ આપનારા સફાઇકર્મીનું સન્માન
  • કેર ચેરીટેબલ ટ્રસ્ટ અને એજ્યુકેશન સંસ્થા દ્વારા કોરોના વોરિયર્સનું કરાયું સન્માન

જૂનાગઢઃ શહેરમાં કેર ફાઉન્ડેશન અને એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કોરોના કાળમાં ખૂબ જ ઉમદા અને આવકારદાયક સેવાઓ આપનાર વોર્ડ નંબર 8ના તમામ સફાઈ કર્મચારીઓનું રવિવારના રોજ જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું, જે પ્રકારે કોરોના સંક્રમણ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં જોવા મળતું હતું, તેમ છતા સફાઇ કર્મીઓએ તેમની કે તેમના પરિવારજનોને જરા પણ ચિંતા કર્યા વગર સફાઈનો સેવાયજ્ઞ શરૂ કર્યો હતો, તેને કારણે આજે જૂનાગઢ ગર્વનો અનુભવ કરી રહ્યું છે, ત્યારે આવા સાચા કોરોના વોરિયર્સનું રવિવારના રોજ જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.

કેર ફાઉન્ડેશન દ્વારા કોરોના વોરિયર્સ એવા સફાઈ કામદારોનું કર્યું સન્માન
કેર ફાઉન્ડેશન દ્વારા કોરોના વોરિયર્સ એવા સફાઈ કામદારોનું કર્યું સન્માન

દિવાળી નિમિત્તે સફાઈ કર્મચારીઓને કીટ આપીને સન્માનિત કરાયા

કેર ફાઉન્ડેશન દ્વારા સફાઇ કર્મીઓની કદરના ભાગરૂપે તેમને કીટ આપીને સન્માનિત કરાયા હતા, આ કિટમાં કપડાની જોડી બુટ ચપ્પલ અને દિવાળીની મીઠાઈનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને કેટલીક રોકડ રકમ પણ આ કર્મચારીઓને આપવામાં આવી હતી, કોરોના કાળમાં લોકો એકબીજા સાથે હળવા-મળવાનું પણ પસંદ ન હોતા કરતા આવા સમયે સફાઈ કર્મચારીઓ કચરાના ઢગની વચ્ચે પોતાની જાતને જોતરીને જૂનાગઢના લોકોને કોરોના સંક્રમણથી મુક્તિ મળે તે માટેના અભિયાનમાં જોડાયા હતા અને તેની ભવ્ય કદર કરવામાં આવી છે અને તમામ કર્મચારીઓને સન્માનવામાં આવ્યા હતા.

જૂનાગઢ કેર ફાઉન્ડેશન દ્વારા સફાઈ કામદારોનું સન્માન કરાયું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.