ETV Bharat / city

દર્દીના પરિવારજનો ઇન્જેક્શનની માગ સાથે સુરત નવી સિવિલ હોસ્પિટલના ડિન ઓફિસ બહાર ધરણા પર - ગુજરાતીસમાચાર

સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલની સાથે સરકારી હોસ્પિટલોમાં પણ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જો કે સારવાર લઈ રહેલા દર્દીઓને અત્યંત જરૂરી ગણાતા ટોસિલિઝુમેબ ઇન્જેક્શન નહીં મળતા દર્દીની હાલત ગંભીર બની રહી છે. જ્યાં ખાનગી હોસ્પીટલમાં સારવાર લઈ રહેલા દર્દીના પરિવારજનો ઇન્જેક્શનની માગ સાથે સુરતની નવી સિવિલ હોસ્પિટલના ડિન ઓફિસ બહાર ધરણા પર બેસી ગયા છે.

etv bharat
etv bharat
author img

By

Published : Jul 9, 2020, 5:43 PM IST

સુરત: શહેરની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને અત્યંત જરૂરી ગણાતા ટોસિલિઝુમેબ ઇન્જેક્શન ન મળતા દર્દીની હાલત ગંભીર બની રહી છે.નવી સીવિલ હોસ્પિટલના ડીન જયેશ બ્રહ્મભટ્ટ ની ઓફિસ બહાર કોંગી કોર્પોરેટર અને દર્દીના પરિવારજનોએ ધરણા યોજી તંત્રની કામગીરી સામે રોષ વ્યકત કર્યો હતો.

સુરત નવી સિવિલ હોસ્પિટલના ડિન ઓફિસ બહાર ધરણા પર
  • દર્દીના પરિવારજનો સુરતની નવી સિવિલ હોસ્પિટલના ડિન ઓફિસ બહાર ધરણા પર બેઠા
  • ટોસિલિઝુમેબ ઇન્જેક્શન નહીં મળતા દર્દીની હાલત ગંભીર
  • ઇન્જેક્શનની ફાળવણી નહીં કરાય ત્યાં સુધી ધરણા પર બેસી રહેવા સ્વજનો અને કોંગી કોર્પોરેટરે ચીમકી ઉચ્ચારી

પરિવારજનોએ જણાવ્યું હતું કે, હોસ્પિટલના ડોકટર દ્વારા પ્રિસ્ક્રીપ્સન લખી આપ્યું હોવા છતાં ઇન્જેક્શન મળી રહ્યા નથી. નવી સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન જથ્થો છે, પરંતુ આપવામાં તંત્ર એકબીજા પર ખો આપી રહ્યું છે.

તંત્ર દ્વારા જણાવાયું છે કે, કલેકટર કચેરી તરફથી એક કમિટી નિમવાની વાત કરી છે અને ત્યારબાદ ઇન્જેક્શન આપવાનો નિર્ણય લેવામાં આવશે. તેવી હૈયાધારણ આપવામાં આવી છે, પરંતુ જ્યાં સુધી ઇન્જેક્શનની ફાળવણી નહીં કરાય ત્યાં સુધી ધરણા પર બેસી રહેવા સ્વજનો અને કોંગી કોર્પોરેટરે ચીમકી આપી હતી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.