- ભવનાથમાં જોવા મળ્યો મિની લોકડાઉનને સજ્જડ પ્રતિસાદ
- કોરોનાને કારણે લાદવામાં આવ્યું હતું મિની લોકડાઉન
- ગત વર્ષના લોકડાઉનની જેમ આ વર્ષે પણ મળ્યો સારો પ્રતિસાદ
જૂનાગઢ: કોરોના સંક્રમણના કારણે રાજ્ય સરકાર દ્વારા આગામી 5 મે સુધી તમામ ધાર્મિક સ્થાનો અને મંદિરો બંધ રાખવાનો આદેશ કર્યો છે. જેના પગલે ભવનાથમાં આવેલા તમામ મંદિરો, આશ્રમો અને અખાડાઓ સજજડ બંધ પાળી રહ્યા છે. સામાન્ય દિવસોની માફક અહીં કોઈપણ પ્રકારની ચહલ પહલ જોવા મળતી નથી અને બંધને સારો પ્રતિસાદ ભવનાથના મંદિરો અને વ્યાપારિક સંકુલો આપી રહ્યા છે.
આ પણ વાંચો: જામનગરમાં બુધવારથી મિની લોકડાઉન શરૂ
સરકારની પહેલને ભવનાથના મંદિરો અને વ્યાપારિક સંકુલો આપી રહ્યા છે સજ્જડ પ્રતિસાદ
રાજ્ય સરકાર દ્વારા આગામી 5 મે સુધી રાજ્યના તમામ મંદિરો, ધાર્મિક સ્થાનો અને આશ્રમોને કોરોના સંક્રમણના પગલે બંધ રાખવાનો આદેશ કરાયો છે. જેનું ભવનાથના તમામ મંદિરો, આશ્રમો, અખાડાઓ અને ધાર્મિક જગ્યાઓમાં ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે. સામાન્ય દિવસોમાં ભવનાથ વિસ્તારમાં ભાવિક ભક્તોની ચહલ-પહલ જોવા મળતી હતી, પરંતુ સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે સ્વયંભૂ લોકો ભવનાથમાં આવવાનું ટાળી રહ્યા છે. જેના પગલે ભવનાથના તમામ મંદિરો, આશ્રમો અને ધાર્મિક જગ્યાઓમાં સરકારના આદેશનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું હોવાની ભિતી સેવાઈ રહી છે.
આ પણ વાંચો: UPમાં મિની લોકડાઉન, દર અઠવાડિયે શનિ-રવિ લોકડાઉન રહેશે
પ્રથમ લોકડાઉનની માફક આ વર્ષે પણ ભવનાથ જોવા મળ્યું સજ્જડ બંધ
કોરોના સંક્રમણના પ્રથમ તબક્કામાં જે પ્રકારે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈને ભવનાથ પરિક્ષેત્રમાં આવેલા તમામ મંદિરો, ધાર્મિક સ્થાનો અને જ્ઞાતિની જગ્યાઓ સજ્જડ બંધ જોવા મળતી હતી. પ્રથમ તબક્કામાં લોકોએ લોકડાઉનનો સ્વયંભૂ પાલન કરીને મંદિરો, ધાર્મિક જગ્યાઓ અને જ્ઞાતિની જગ્યામાં આવવાનું ટાળ્યું હતું. બિલકુલ તે જ પ્રકારના દ્રશ્યો આ વર્ષે પણ ભવનાથમાં જોવા મળી રહ્યા છે. એક પણ ભાવિ ભક્તની હાજરી વગર ભવનાથમાં ચુસ્તપણે સરકારના આદેશનું પાલન કરવામાં આવી રહ્યું છે