- જૂનાગઢમાં રાત્રિ કરફ્યૂનો ચુસ્ત અમલ શરૂ
- રાજ્યના 20 મહાનગરોમાં રાત્રિના 8 વાગ્યાથી કરફ્યૂ અમલી
- શહેરની મોટાભાગની વ્યાપારી સંકુલો કરફ્યૂને કારણે બંધ જોવા મળી
જૂનાગઢઃ કોરોના સંક્રમણના કારણે રાજ્યના 20 મહાનગરોમાં રાત્રિના 8 કલાકથી સવારના 6 કલાક સુધી કરફ્યૂનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે જૂનાગઢ શહેરની મોટાભાગની વ્યાપારિક સંકુલો અને બજારો 8 વાગ્યા બાદ બંધ જોવા મળી હતી. એક વર્ષ અગાઉ જનતા કરફ્યૂ બાદ આ પ્રકારનો માહોલ જૂનાગઢ શહેરમાં સતત બીજા વર્ષે થઈ રહ્યો છે. કોરોના સંક્રમણને ખાળવા માટે રાજ્ય સરકારે કરફ્યૂનું હથિયાર ઉઠાવ્યું છે અને તેનો અમલ શરૂ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ પાટણમાં કરફ્યૂનો ચુસ્ત અમલ કરવા શહેરીજનોને SPએ કરી અપીલ
- કરફ્યૂને કારણે મોટાભાગની બજારો બંધ
રાજ્યમાં લાગુ કરવામાં આવેલા કરફ્યૂનો જૂનાગઢ શહેરમાં ચુસ્ત રીતે તેનો અમલ થતો જોવા મળી રહ્યો છે. રાત્રિના આઠ કલાકથી જ મોટાભાગના વ્યાપારિક સંકુલો અને બજારો બંધ જોવા મળી હતી. શહેરમાં જ્યાં રાત્રિના 12 વાગ્યા સુધી લોકોની ચહલ પહલ જોવા મળતી હોય છે તેવી માંગનાથ બજાર સહિત મોટાભાગના બજારોમાં કર્ફ્યુનો ચુસ્ત અમલ વેપારી અને સામાન્ય લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.