- ગિરિવર ગિરનારની ગોદમાં બિરાજી રહ્યા છે રાજરાજેશ્વરી શક્તિપીઠના રૂપમાં
- ચૈત્રી નવરાત્રીના દિવસોમાં અહીં થાય છે માઁ જગદંબાની વિશેષ પૂજા અર્ચના
- એક સાથે નવ શક્તિપીઠો રાજરાજેશ્વરીના દરબારમાં બિરાજી રહી છે
- કોરોના સંક્રમણને કારણે તમામ પ્રકારની ધાર્મિક ઉજવણી રદ્ કરાઈ
જૂનાગઢ: ગિરિવર ગિરનારની ગોદમાં જટાશંકર મહાદેવની સમીપે એક સાથે નવ શક્તિપીઠોના રૂપમાં માઁ રાજરાજેશ્વરી બિરાજી રહ્યા છે. અહીં એકસાથે 9 શક્તિપીઠોના ખૂબ જ આહ્લાદક દર્શન થઈ રહ્યા છે. ચૈત્ર મહિનામાં શક્તિપીઠોના દર્શન અને પૂજનનો હિન્દુ શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વ માનવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ચૈત્રી નવરાત્રીમાં જાણો માતાજીના 16 સ્વરૂપ અને 64 યોગીનીની પૂજા વિશે
ઋષિ કુમારોની હાજરીમાં યજ્ઞની આહુતિ આપવામાં આવી રહી
ગિરનારની ગોદમાં આવેલા માઁ રાજરાજેશ્વરી શક્તિપીઠમાં કોરોના સંક્રમણને કારણે તમામ ધાર્મિક વિધિ અને પૂજન રદ્ કરવામાં આવ્યા છે અને માત્ર ચૈત્રી નવરાત્રીને અનુલક્ષીને માઁ રાજ રાજેશ્વરીના ધાર્મિક પૂજન અને હોમાત્મક યજ્ઞનું ઋષિ કુમારોની હાજરીમાં યજ્ઞની આહુતિ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો: અંબાજી મંદિરને કોરોના ગ્રહણ, આજે મંગળવારથી આ તારીખ સુધી રહેશે બંધ
સમગ્ર વિશ્વમાંથી કોરોના સંક્રમણ દૂર થાય તે માટે હવનમાં અપાઈ છે આહુતી
હાલ સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમણ હાહાકાર મચાવી રહ્યો છે. પાછલા કેટલાક દિવસોથી ગુજરાતની પરિસ્થિતિ પણ કોરોના સંક્રમણ સામે વિકટ બનતી જાય છે ત્યારે ચૈત્રી નવરાત્રીના નવ દિવસો દરમિયાન રાજરાજેશ્વરી શક્તિપીઠમાં 21 ઋષિ કુમારો દ્વારા સતત હોમાત્મક યજ્ઞનું આયોજન રાજરાજેશ્વરી શક્તિપીઠની સમીપે કરવામાં આવી રહ્યું છે. જેમાં આહુતી પણ આપવામાં આવી રહી છે. જેમના પાછળનો ધાર્મિક હેતુ સમગ્ર વિશ્વને કોરોના સંક્રમણ જેવી રાક્ષસી માયા સામે મુક્તિ મળે તે માટે ખાસ યજ્ઞ અને આહુતિનું આયોજન પણ કરાયું છે.