ETV Bharat / city

સ્વચ્છતા ત્યાં પ્રભુતા: શ્રાવણ મહિનના પ્રારંભ પહેલા મંદિરોમાં સફાઈનું મહાઅભિયાન - Somnath Cleaning Campaign

શ્રાવણ મહિનો શરૂ થતા સોમનાથ સહિત નાના - મોટા મંદિરોમાં સફાઈ (Somnath Temple Cleaning Campaign) અભિયાન ચાલુ કરી દીધું છે. જેમાં અમદાવાદ સ્થિત બાપા (Cleaning campaign in Gujarat) સીતારામ સેવા ટ્રસ્ટના સ્વયંસેવકોએ સફાઈ અભિયાન હાથ ધરીને પ્રભાસ તીર્થ ક્ષેત્રના મંદિરોમાં સફાઈ કરી હતી.

સ્વચ્છતા ત્યાં પ્રભુતા: શ્રાવણ મહિનના પ્રારંભ પહેલા મંદિરોમાં સફાઈનું મહાઅભિયાન

author img

By

Published : Jul 25, 2022, 9:06 AM IST

સોમનાથ : શ્રાવણ મહિનો શરૂ થવાને ગણતરીના (Cleaning Campaign in Temple Month of Shravan) જ દિવસો બાકી છે, ત્યારે સોમનાથ મંદિર, ભાલકા તીર્થ ત્રિવેણી સંગમ સહિત મોટાભાગના (Somnath Cleaning Campaign) તમામ ધાર્મિક સ્થળો પર સફાઈ અભિયાન ચાલુ કરી દીધું છે. અમદાવાદ સ્થિત બાપા સીતારામ સેવા ટ્રસ્ટના 300 સ્વયંસેવકોએ સફાઈ (Cleaning Campaign in Gujarat) અભિયાન હાથ ધરીને પ્રભાસ તીર્થ ક્ષેત્રના મંદિરોમાં સફાઈ કરી હતી.

શ્રાવણ મહિનો શરૂ થતા સોમનાથ સહિત મોટાભાગના મંદિરોમાં સફાઈ મહાઅભિયાન

આ પણ વાંચો : શ્રવણ તીર્થ દર્શન યોજના: બસ ભાડામાં 75 ટકા સહાય, છેલ્લાં 2 વર્ષમાં એકપણ વડીલે યાત્રા જ ન કરી!

હાથ ધરાયું સફાઈ મહાઅભિયાન - શ્રાવણ માસ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે છેલ્લા 19 વર્ષથી રાજ્યના ધાર્મિક સ્થળો અને મંદિરોમાં સફાઈ અભિયાન કરતા અમદાવાદના બાપા સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિર સહિત પ્રભાસ તીર્થ ક્ષેત્રના ભાલકા તીર્થ ત્રિવેણી સંગમ ગૌલોકધામ અને રામ મંદિર સહિત નાના-મોટા તમામ મંદિરોમાં સફાઈ મહાઅભિયાન હાથ ધરાયું હતું. છેલ્લા 19 વર્ષથી આ સફાઈ મહાયજ્ઞ ધમધમી રહ્યો છે. જેમાં 300 જેટલા સ્વયંસેવકો પોતાના ખર્ચે સફાઈના સાધનો અને જરૂરિયાત મુજબની સામગ્રીઓ સાથે રાજ્યના મોટા મંદિરો ધાર્મિક સ્થાનો પર સફાઈ અભિયાન કરીને દેવસ્થાનો અને (Somnath Temple in Month of Shravan) મંદિરોને સ્વચ્છ કરી રહ્યા છે.

સફાઈ મહાઅભિયાન
સફાઈ મહાઅભિયાન

આ પણ વાંચો : અમાસ અને શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે ડભોઈના કુબેર ભંડારી મંદિરમાં ભક્તોની ભીડ જામી

શ્રદ્ધાળુ સફાઈને આપે પ્રાથમિકતા - બાપા સીતારામ સેવા ટ્રસ્ટના સફાઈ સ્વયંસેવકો દ્વારા ભાવી ભક્તોને અપીલ કરવામાં આવી છે કે, ધાર્મિક સ્થળો પર દર્શન માટે જતા પ્રત્યેક શ્રદ્ધાળુ મંદિર પરિસર અને તેની આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા પ્રત્યે ખૂબ ગંભીરતા દાખવે તો ગંદકી જેવી સમસ્યા ઉપસ્થિત થશે જ નહીં. જેને કારણે સફાઈ અભિયાન કરવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે નહીં, પરંતુ હજુ પણ ભાવી ભક્તો અને દર્શનાર્થીઓ સફાઈ પ્રત્યે જાગૃત જોવા મળતા નથી. જેને કારણે સફાઈ અભિયાન જેવા (Somnath Temple Cleaning Campaign) આંદોલનો શરૂ કરવા પડે છે. સફાઈ અભિયાન દરમિયાન 300 સ્વયંસેવકો સોમનાથ મુખ્ય મંદિર ભાલકાતીર્થ ગૌલોકધામ અને ગીતામંદિર સહિત ત્રિવેણી સંગમ ઘાટ અહલત્રયાબાઈ મંદિર રામ મંદિર સહિત સોમનાથ અને પ્રભાસ તીર્થ ક્ષેત્રના તમામ મંદિરોમાં અલગ અલગ ટીમો બનાવીને આ 300 સ્વયંસેવકોએ સફાઈ અભિયાનને પૂર્ણ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.