જૂનાગઢઃ આગામી પહેલી સપ્ટેમ્બરથી સોમનાથ રેલવે સ્ટેશન (junagadh somnath railways station) અનિશ્ચિત સમય સુધી બંધ રાખવાની જાહેરાત ભાવનગર રેલવે મંડળ દ્વારા કરવામાં આવી છે. સોમનાથ રેલવે સ્ટેશનના નવા અને આધુનિક ભવનના નિર્માણને લઈને આ નિર્ણય રેલવે વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે, ત્યારે આગામી પહેલી તારીખથી રેલવે સ્ટેશનના નવા આધુનિક ભવનનું બાંધકામ શરૂ થવા જઈ રહ્યું છે. આ સમય દરમિયાન સોમનાથ સ્ટેશન (Somnath Railway Station Closed) પર આવતી તમામ ટ્રેનો માત્ર વેરાવળ સુધી આવશે અને ત્યાંથી તેના નિર્ધારિત રેલ્વે સ્ટેશન તરફ પરત જવા રવાના થશે.
આ પણ વાંચોઃ એક હજાર વર્ષ પહેલાંની સંસ્કૃતમાં હવામાનશાસ્ત્રની માહિતી
ભાવનગર રેલવે મંડળના જનરલ મેનેજર માસુક અહેમદ દ્વારા પ્રેસ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં સોમનાથ સ્ટેશન બંધ (Somnath railway station closed from September) કરવાની જાહેરાત કરાઈ છે. દર વર્ષે લાખોની સંખ્યામાં સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવતા શિવ ભક્તો સમગ્ર દેશમાંથી ટ્રેન મારફતે સોમનાથ પહોંચી રહ્યા હતા, પરંતુ પહેલી તારીખથી રેલ્વે સ્ટેશનના આધુનિકરણને લઈને બંધ રાખવાનો નિર્ણય રેલ્વે વિભાગ દ્વારા કર્યો છે. જેને લઈને સોમનાથ દર્શનએ આવતા અને ખાસ કરીને વયો વૃદ્ધ અને દિવ્યાંગ શિવભક્તોને થોડી મુશ્કેલી ઊભી થશે તેવું કહી શકાય.
આ પણ વાંચોઃ નાસિકમાં 'સ્માર્ટ ખડ્ડે કવિ સંમેલન'નું આયોજન
રેલવે સ્ટેશનનું આધુનિકરણ ક્યારે પૂર્ણ થશે અને ફરી પાછું રેલ્વે સ્ટેશન પૂર્વવત ટ્રેનના આવવાને જવા પર કામ કરતું થશે તેને લઈને કોઈ સમય સીમા નિર્ધારિત કરવામાં આવી નથી. જેથી સ્પષ્ટ કહી શકાય કે રેલવે સ્ટેશનના આધુનિકરણનું આ કામ આગામી 1 વર્ષ કરતાં વધુ સમય સુધી ચાલશે તેવું લાગી રહ્યું છે.