જૂનાગઢ: જૂનાગઢના ગીરના ફાર્મ હાઉસમાંથી દેહવ્યાપાર (Prostitution Case Filed in Crime Branch) કરતા શખ્સો ઝડપાતા ચકચાર મચી ગઈ છે. સોમનાથ ક્રાઈમ બ્રાંચની (Somnath Crime Branch raid) ટીમને મળેલી એક ચોક્કસ બાતમીના આધારે દરોડા (Prostitutions Racket in Private Farm House) પાડવામાં આવ્યા હતા. ભોજદેમાં આવેલા એક ખાનગી ફાર્મ (Gir Forest Farm House) હાઉસમાં પોલીસ ટીમે દરોડા પાડ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી અહીં આ પ્રકારના ગોરખધંધા ચાલતા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. આ માટે પોલીસે એક ચોક્કસ યોજના બનાવીને દરોડા પાડ્યા હતા. જેમાં ધંધો કરનારા રંગેહાથ ઝડાપાયા હતા.
આ પણ વાંચો: વરસતા વરસાદની વચ્ચે સિંહ પરિવાર તરસ છિપાવતા જોવા મળ્યા
આવું હતું પ્લાનિંગ: પોલીસને ચોક્કસ બાતમી હતી કે, અહીં રૂપલલના ધંધો કરે છે. એટલે પોલીસે ડમી ગ્રાહક ત્યાં મોકલી દીધો હતો. પછી ચોક્કસ બાતમી અને પ્લાનિંગના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. અહીં તપાસ કરતા સુરતના બે અને વિસાવદર તથા મેંદરડાના એક એમ કુલ મળીને ચાર વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી છે. જેમાં રૂપલલનાની દલાલી પણ કરવામાં આવતી હતી. ગીર પાસે આવેલા એક ખાનગી ફાર્મ હાઉસમાં ગોરખધંધાનો પર્દાફાશ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ વિસ્તારમાં ઘણા પ્રવાસીઓ સિંહ દર્શન માટે રોકાતા હોય છે એવામાં આ પ્રકારના કિસ્સા સામે આવતા અહીના રીસોર્ટની સુરક્ષા સામે પ્રશ્નો ઊભા થાય છે.