ETV Bharat / city

Ganga Dussehra 2022 : સોમનાથ ત્રિવેણી ઘાટ પર ગંગા દશેરાના પર્વ પર ભક્તો ભાવવિભોર - ત્રિવેણી સંગમ ઘાટ

ગઈકાલે જયેષ્ઠ સુદ દશમ એટલે કે ગંગા દશેરાનો તહેવાર (Ganga Dussehra 2022) ઉજવવવામાં આવ્યો હતો. ગંગા દશેરાના દિવસે ઋષિ ભગીરથી દ્વારા પૃથ્વીપર ગંગાનું અવતરણ કરાયું હતું. તેને લઈને સોમનાથ નજીક આવેલા પ્રભાસ પાટણ તીર્થક્ષેત્રમાં ત્રિવેણી સંગમ ઘાટ પર દેશભરના ભાવિભક્તોની હાજરીમાં ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ગંગા દશેરાનું પાવન (Ganga Dussehra 2022 Festival) પર્વ મનાવવામાં આવ્યું હતું.

Ganga Dussehra 2022 : સોમનાથ ત્રિવેણી ઘાટ પર ગંગા દશેરાના પર્વ પર ભક્તો ભાવવિભોર

author img

By

Published : Jun 10, 2022, 9:48 AM IST

સોમનાથ : જેઠ માસના સુદ પક્ષના પાવન દિવસે રાજા ભગીરથની આકરી તપશ્ચર્યા બાદ માં ગંગાનું સ્વર્ગલોકમાંથી પૃથ્વીલોક પર અવતરણ થયું હતું. જેને આપણી હિંદુ ધાર્મિક પરંપરામાં ગંગા દશેરા તરીકે ઉજવવામાં આવે છે. તે દિવસે ગંગાની આરતી (Ganga Dussehra 2022) અને તેનું પૂજન કરવામાં આવે છે. ત્યારે સોમનાથ નજીક આવેલા હિરણ કપિલા સરસ્વતી નેમકું અને વ્રજમી નદીના સંગમ ઘાટ પર માં ગંગાનું પૂજન અને મહા આરતી કરવામાં આવી હતી. જેમાં દેશભરના શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ગંગા દશેરાની ધાર્મિક આસ્થા સાથે મહાઆરતી અને પૂજનવિધીમાં જોડાયા હતા.

સોમનાથ ત્રિવેણી ઘાટ પર ગંગા દશેરાના પર્વ પર ભક્તો ભાવવિભોર

આ પણ વાંચો : ડભોઈના ધારાસભ્યએ ગંગા દશેરા પર્વના કાર્યક્રમમાં શું કહ્યું ચાંદોદની મુખ્ય સમસ્યા વિશે

પૃથ્વીલોકમાં ગંગાનું અવતરણ - આજના દિવસે રાજા ભાગીરથી દ્વારા કરવામાં આવેલી અખંડ અને આકરી તપશ્ચર્યા બાદ ગંગાનુ સ્વર્ગ લોકમાંથી પૃથ્વીલોકમાં અવતરણ થયું હતું, ત્યારથી જયેષ્ઠ સુદ દશમના દિવસે ગંગા દશેરાનો તહેવાર મનાવવામાં આવે છે. મા ગંગાને સુર અને અસુરોનું કલ્યાણ કરનારી માતા તરીકે પણ આપણા ધર્મગ્રંથોમાં આલેખવામાં આવ્યું છે. તેથી આ દિવસે ત્યાં ત્રણ નદીઓનો સંગમ થતો હોય તેવા ત્રિવેણી સંગમ ઘાટ (Triveni Sangam Ghat) પર જઈને સ્નાન તર્પણ અને પૂજન કરવાનો વિશેષ મહિમા છે. આ દિવસે કરવામાં આવેલા સ્નાન અને પૂજનને કારણે ભક્તોને વિશેષ પુણ્યની પ્રાપ્તિ પણ થતી હોય છે, ત્યારે આજના દિવસે સોમનાથ દાદાના દર્શન કરવા માટે દેશ અને દુનિયામાંથી આવેલા ભક્તોએ માં ગંગાનું પૂજન કરવાનો વિશેષ અવસર ગઈકાલે ત્રિવેણી ઘાટ પણ મેળવતા શિવ ભક્તો પણ (Ganga Dussehra 2022 Festival) ભાવવિભોર થયા હતા.

ત્રિવેણી ઘાટ પર ગંગા દશેરાનો પર્વ ઉજવાયો

આ પણ વાંચો : Ganga Dussehra 2022: ગંગા દશેરાના દિવસે બની રહ્યા છે ચાર ફળદાયી યોગ, જાણો રાશિ પ્રમાણે દાનનું મહત્વ

ચાર શુભ યોગનો પણ છે સંયોગ - આ દિવસ પર ઋષિ ભગીરથી દ્વારા સ્વર્ગ લોકોમાંથી ગંગાનું પૃથ્વીલોકોમાં અવતરણ કરાવ્યું હતું. જે જયેષ્ઠ માસની સુદ પક્ષની દશમના તિથિના દિવસે જોવા મળ્યું હતું. આ દિવસે માં ગંગાનું અવતરણ થયું તે હસ્ત નક્ષત્રમાં થયું હતું. જેના કારણે ગંગા દશેરાના દિવસે હસ્ત નક્ષત્રમાં પવિત્ર નદી અને ખાસ કરીને ગંગા નદીના સ્નાન કરવાથી પ્રત્યેક ભાવિ ભક્તોના કષ્ટ અને પીડાને દૂર થાય છે. વધુમાં આજના દિવસે ગુરુ ચંદ્ર અને મંગળનો ગજકેસરી અને (Somnath Ganga Dussehra Festival) મહાલક્ષ્મી યોગ પણ સર્જાય છે. આવા ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના ત્રિવેણી સંગમ સમા આ વર્ષના ગંગા દશેરાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી દરેક પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ મળતી હોવાની ધાર્મિક માન્યતા જોવા મળે છે. જેને કારણે પણ ગંગા દશેરાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્ત્વ જોવા મળે છે.

ભક્તો ભાવવિભોર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.