ETV Bharat / city

મહાભારત કાળથી શ્રાદ્ધ માસમાં કાગડાને કાગવાસ નાખવાની ધાર્મિક પરંપરા શું છે? જુઓ

અત્યાર શ્રાદ્ધ માસ ચાલી રહ્યો છે. ત્યારે શ્રાદ્ધ માસ દરમિયાન કાગડાને કાગવાસ નાખવાની ધાર્મિક પરંપરા છે. આ પરંપરા મહાભારત કાળથી ચાલતી આવી રહી છે. તો કાગડાને કાગવાસ નાખવાની પરંપરા શું છે. તે અંગે જોઈએ એક અહેવાલ.

મહાભારત કાળથી શ્રાદ્ધ માસમાં કાગડાને કાગવાસ નાખવાની ધાર્મિક પરંપરા શું છે? જુઓ
મહાભારત કાળથી શ્રાદ્ધ માસમાં કાગડાને કાગવાસ નાખવાની ધાર્મિક પરંપરા શું છે? જુઓ
author img

By

Published : Sep 23, 2021, 4:01 PM IST

  • પિતૃતર્પણ માટેનાં શ્રાદ્ધ પર્વનો પ્રારંભ થયો છે, આજે ત્રિજનું શ્રાદ્ધ છે
  • શ્રાદ્ધ પક્ષમાં શા માટે કાગડાઓને જ કાગવાસ નાખવાની ધાર્મિક પરંપરા જોવા મળે છે
  • શ્રાદ્ધ પર્વમાં ઈન્દ્રના પૂત્ર જયંતને કાગડા તરીકે પૂજવવાની છે વિશેષ પરંપરા

જૂનાગઢઃ શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ ચૂકી છે. હિન્દુ ધર્મગ્રંથોમાં પણ શ્રાદ્ધ પક્ષને ખૂબ જ મહત્ત્વનું અને પરોપકારી પર્વ તરીકે માનવામાં આવે છે. આ 16 દિવસ દરમિયાન દરેક વ્યક્તિ પોતાના પિતૃઓનું તર્પણ થાય તે માટે કાગવાસ નાખતા હોય છે. તો કાગવાસ કાગડાઓને જ શા માટે નાખવામાં આવે છે. તે વિશે આજે અમે આપના માટે લઈને આવ્યા છીએ. શ્રાદ્ધ પક્ષમાં કાગડાઓને કાગવાસ એટલે નાખવામાં આવે છે. કારણ કે, કાગડા એ ઈન્દ્રના પુત્ર છે.

આ 16 દિવસ દરમિયાન કાગવાસ નાખવાની પરંપરા

શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આજે ત્રિજુ એટલે કે ત્રિજનું શ્રાદ્ધ છે. દરેક વ્યક્તિ પોતાના પિતૃઓનું તર્પણ થાય અને તેમના આત્માને મુક્તિ મળે તે માટે શ્રાદ્ધ પક્ષમાં પિતૃતર્પણ કરતા હોય છે. આ 16 દિવસ સુધી કાગડાઓને કાગવાસ નાખવાની પ્રાચીન પરંપરા છે, જે આપણા ઋષિ-મુનિઓએ શરૂ કરી હતી. આજે સદીઓ પછી પણ અવિરતપણે જોવા મળે છે. શા માટે આ 16 દિવસોમાં શ્રાદ્ધ નાખવા કાગડાઓની જરૂર પડે છે. શા માટે કાગડાઓને જ કાગવાસ નાખવામાં આવે છે. અન્ય કોઈ પશુ-પક્ષીઓને શા માટે નહીં. તેની પાછળ પણ એક પરોપકાર અને ધાર્મિકતાનો શ્રેષ્ઠ વિચાર જોડાયેલો છે.

શ્રાદ્ધ પર્વમાં ઈન્દ્રના પૂત્ર જયંતને કાગડા તરીકે પૂજવવાની છે વિશેષ પરંપરા

હિન્દુ ધર્મમાં કાગડાને પરોપકારી પક્ષી તરીકે ઓળખવામાં આવતું હોવાથી તેને કાગવાસ નાખવાની પરંપરા છે

શ્રાદ્ધ માસના સમય દરમિયાન કાગડાઓના બચ્ચાઓનો જન્મ થતો હોય છે ત્યારે વરસાદી વાતાવરણની પછી તેમને ખોરાકની કોઇ અછત અને કમી ન સર્જાય તે માટે ઋષિમુનિઓએ આ સમય દરમિયાન કાગવાસ નાંખવાની પરંપરા શરૂ કરી હતી, જે આજે પણ જોવા મળે છે. બીજી રીતે જોઈએ તો, કોયલ કાગડાના માળામાં પોતાના ઈંડા મૂકી આવે છે અને તેને સેવીને કાગડા તેમાંથી બચ્ચાને જન્મ આપે છે. જન્મ આપવા સુધીનું પરોપકારનું કાર્ય જો કોઈ કરતું હોય તો તે કાગડા જ છે. માટે આ 16 દિવસ દરમિયાન કાગડાઓને કાગવાસ નાખવાની વિશેષ પરંપરા પ્રાચીનકાળથી શરૂ થઈ હતી, જે આજે પણ સતત અને અવિરત પણે જોવા મળી રહી છે.

આ પણ વાંચો- સરામણ એટલે કે માથે મુંડન કરાવીને કરવામાં આવતી પિતૃતર્પણ વિધિ અને શ્રાદ્ધ પિતૃઓ સુધી પહોંચતું હોવાની ધાર્મિક પરંપરા

આ પણ વાંચો- ભગવાન શ્રીકૃષ્ણનું પિંડદાન અને નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ થયું છે તેવી તપોભૂમિ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.