- યુવા લેખકોને પ્રોત્સાહન મળે તે માટે કરાયું આયોજન
- જૂનાગઢની ગિરિ તળેટીમાં યુવાન લેખકો માટેનો પરિસંવાદ યોજાયો
- ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકારો અને લેખકોએ યુવા લેખકોને માર્ગદર્શન આપ્યું
આ પણ વાંચોઃ પદ્મશ્રી કવિ દાદના જીવનના કેટલાક યાદગાર અનુભવોની ઝાંખી
જૂનાગઢઃ ગુજરાત રાજ્ય સાહિત્ય પરિષદ દ્વારા ત્રણ દિવસ સુધી જૂનાગઢની ગીરી તળેટીમાં યુવા લેખકોને પ્રોત્સાહન મળે તેવા ઉમદા ઉદ્દેશ સાથે સાહિત્ય પરીસંવાદનુ આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ ચાલનારા આ સાહિત્ય પરિષદમાં સમગ્ર રાજ્યમાંથી અલગ-અલગ સાહિત્ય ક્ષેત્રના વિદ્વાનો, લેખકો અને સાહિત્યકારોએ હાજરી આપશે. સાહિત્ય પરિષદમાં ઉપસ્થિત રહેલા રાજ્યભરના યુવાન લેખકો તેમની પાસેથી માર્ગદર્શન મેળવશે. તેમના સાહિત્ય અને લેખનની જે સફર છે તેના વિશે તલસ્પર્શી માહિતી પણ પ્રાપ્ત કરશે. ગુજરાતના અગ્રણી લેખક અને સાહિત્યકાર રજનીકુમાર પંડ્યા, રાધવજી માધડ, નૈષધ મકવાણા સહિત અન્ય સાહિત્યકારોએ બેઠકમાં હાજર રહીને યુવા લેખકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પણ વાંચોઃ મહેસાણાના લોકડાઉન વચ્ચે “મારું સાહિત્ય” બન્યું અભ્યાસની પ્રણાલિકા
યુવા લેખકોને સાહિત્ય ક્ષેત્રે આગળ લાવવા માટે સાહિત્ય પરિષદનું આયોજન
સાહિત્ય ક્ષેત્રમાં યુવાન લેખકો આગળ આવે અને ગુજરાતી સાહિત્યમાં તેઓ પોતાનું યોગદાન આપે તે હેતુથી સાહિત્ય પરિષદનુ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસિદ્ધ સાહિત્યકારો અને લેખકો યુવાન સાહિત્યકારો અને લેખકોને પ્રોત્સાહન આપે તો યુવા લેખકો ગુજરાતી સાહિત્યની લેખન કલાના વારસદારો બની શકે તેવા ઉમદા ઉદેશ્ય સાથે ત્રણ દિવસના પરિસંવાદનો આયોજન થયું છે. જેમાં ઉત્સાહિત યુવાન લેખકોએ ભાગ લીધો છે.