- જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસે વ્યક્ત કર્યો જન જનના વિકાસનો આશાવાદ
- જૂનાગઢ જિલ્લા પંચાયતના પદાધિકારીઓએ વિધિવત્ રીતે સંભાળ્યો હોદ્દો
- ગામડાના વિકાસ, સિંચાઈ અને ખેડૂતોના પ્રશ્નોને અગ્રીમતા આપવાની કહી વાત
આ પણ વાંચોઃ વડોદરા જિલ્લા પંચાયતમાં મળેલી સામાન્ય સભામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઇ
જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લા પંચાયતના પદાધિકારીઓએ શુક્રવારે વિધિવત હોદ્દાનો ચાર્જ સંભાળીને પ્રથમ દિવસથી જ જિલ્લા પંચાયત હસ્તકના કામોને અગ્રતા આપવાની શરૂઆત કરી દીધી હતી. શનિવારે કલેકટર કચેરીમાં જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરની હાજરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વિધિવત્ રીતે ચૂંટણી ઔપચારિક રીતે પૂરી કરવામાં આવી હતી. શુક્રવારે જાહેર થયેલા પ્રમુખ પદના ઉમેદવાર શાંતા ખટારિયા, ઉપ પ્રમુખ પદના ઉમેદવાર વિપુલ કાવાણી અને કારોબારી ચેરમેન તરીકે કંચન ડઢાણિયાએ હોદ્દો સંભાળ્યો હતો.
આ પણ વાંચોઃ પંચમહાલ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે ભાજપના કામિનીબેન સોલંકીની વરણી કરાઈ
કારોબારી ચેરમેને ગામડાઓના પ્રશ્નો અને તેના વિકાસને અગ્રીમતા આપવાની વ્યક્ત કરી નેમ
કારોબારી ચેરમેન બનેલા કંચનબેન ડઢાણિયાએ જૂનાગઢ જિલ્લા પંચાયત હસ્તક આવતા ગામડાઓના વિકાસને લઈને પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ગામડાના વિકાસ કામોને અગ્રતા આપીને સિંચાઈથી લઈને ખેતીના પ્રશ્નો તેમજ ગામડાની નાની નાની સમસ્યાઓને ઉજાગર કરીને ગામડાના લોકોને ખૂબ ઓછી મુશ્કેલી પડે તો પ્રકારનો શાસન આપવાની કંચન વાણિયાએ મીડિયા સમક્ષ થયેલી વાતચીતમાં કહી હતી.
5 વર્ષ બાદ વિપક્ષમાં આવેલી કોંગ્રેસે પણ જનમાનસના મુદ્દાને ઉઠાવવાની કરી વાત
5 વર્ષ બાદ ફરી એક વખત જૂનાગઢ જિલ્લા પંચાયતમાં વિપક્ષ તરીકે કોંગ્રેસ આગામી 5 વર્ષ સુધી જોવા મળશે ત્યારે વિપક્ષમાં બેસેલી કોંગ્રેસે પણ ભ્રષ્ટાચાર અને વિકાસના કામોને લઈને લોકોના પ્રશ્નો જિલ્લા પંચાયત સુધી રાખવાની અને તેનું યોગ્ય નિરાકરણ થાય તો પ્રકારે પ્રત્યેક મુદ્દાને ઉઠાવવાની અને શાસક પક્ષ ભાજપ જિલ્લા પંચાયતમાં એકહથ્થુ શાસન ચલાવે તેને લઈને નવી રણનીતિ મુજબ આગામી પાંચ વર્ષ સુધી વિપક્ષમાં રહીને જનમાનસનો અવાજ જૂનાગઢ જિલ્લા પંચાયત સુધી પહોંચાડવાની નેમ વ્યક્ત કરી હતી.