- શિક્ષણકાર્ય શરૂ થતા વિદ્યાર્થીઓની ચહલ પહેલ થી જીવંત બની શાળાઓ
- 10 મહિના બાદ ફરી એક વખત જૂનાગઢની શાળાઓ વિદ્યાર્થીઓથી જીવંત
- તમામ તકેદારી સાથે શાળા સંકુલમાં વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો પ્રવેશ
- જૂનાગઢ શહેરની શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણકાર્ય થી ધમધમતી જોવા મળી
જૂનાગઢ:કોરોના સંક્રમણને કારણે 23 માર્ચથી રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ હવે આજથી તમામ તકેદારી ઓના ચોક્કસ અને ચુસ્ત પાલન કરવાની શરતે રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આજે શાળાઓ ફરીથી ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓની હાજરીથી ફરી એક વખત જીવંત બની શાળાઓ
10 મહિના સુધી બંધ રહેલી શાળાઓ આજે વિદ્યાર્થીઓની હાજરીથી ફરી એક વખત જીવંત બની રહી હતી. વિદ્યાર્થીઓ પણ 10 મહિના સુધી ઘરે રહીને અકળાયેલા જોવા મળતા હતા.જે આજે શાળાનું વાતાવરણ જ પ્રફુલ્લિત જોવા મળ્યું હતું. રાજ્યના શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા જે દિશાનિર્દેશો શાળા શરૂ કરવાને લઇને આપવામાં આવ્યા છે. તે તમામ નું ચોક્કસ તને ચુસ્ત પાલન કરતાની સાથે આજે જૂનાગઢ શહેરમાં આવેલી શાળાઓ ફરીથી એક વખત વિદ્યાર્થીઓની હાજરીથી જીવંત બનતી જોવા મળી રહી છે.
તમામ તકેદારી ઓના ચુસ્ત અમલ કરવાની સાથે શિક્ષણકાર્યનો કર્યો પ્રારંભ
10 મહિના સુધી શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ની ગેરહાજરી વચ્ચે સુમસામ જોવા મળતી હતી પરંતુ આજે રાજ્યના શિક્ષણ વિભાગે શાળામાં શિક્ષણકાર્ય તબક્કાવાર શરૂ કરવાની મંજુરી આપી છે. ત્યારે આજે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને શિક્ષકોની હાજરી થી એક નવી આશાનો સંચાર થતો જોવા મળતો હતો. શાળા સંચાલકોએ પણ વિદ્યાર્થીઓને તમામ પ્રકારની સાવચેતી અને તકેદારી રાખવાની સુચના સાથે આજથી શિક્ષણકાર્યનો પ્રારંભ કર્યો છે. બ્રેક દરમિયાન એકઠુ ન થવું વર્ગખંડમાં બે વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટ નું અંતર જળવાય રહે તે પ્રકારની બેઠક વ્યવસ્થા જાળવી રાખવી તેમજ કોઈપણ પ્રકારનો નાસ્તો બહારથી કે ઘરેથી લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.