જૂનાગઢઃ ઈન્ડોનેશિયા દેશે પામતેલની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી (Indonesia bans Palm Oil Exports) દીધો છે, જેની વિપરીત અસર ભારતીય ખાદ્યતેલના બજાર પર જોવા મળી રહી છે. આજે મગફળી કરતા કપાસિયાનો ભાવ 50 રૂપિયા ઊંચો (Rising Edible Oil prices) જોવા મળ્યો છે. ત્યારે જૂનાગઢમાં પણ તેલના વેપારીઓ આ પ્રતિબંધથી મુશ્કેલીમાં મૂકાયા (Junagadh Oil Traders in trouble) છે. અહીં સ્થાનિક બજારોમાં દરરોજ તેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ કપાસિયા તેલની કિંમત ઊંચી જોવા (Rising Edible Oil prices) મળી રહી છે. ત્યારે વેપારીઓએ આ અંગે પોતાની વ્યથા વર્ણવી હતી.
જૂનાગઢના ઇતિહાસમાં પહેલી વખત તેલના ભાવમાં આટલો વધારો - આપને જણાવી દઈએ કે, ઈન્ડોનેશિયાના પ્રતિબંધના કારણે (Indonesia bans Palm Oil Exports) જૂનાગઢમાં પણ ખાદ્યતેલના વેપારીઓએ તેલની કિંમતમાં ભાવ વધારો કર્યો (Rising Edible Oil prices) છે. અહીં ઈતિહાસમાં પ્રથમ વખત જૂનાગઢમાં મગફળીના તેલ કરતા કપાસિયા તેલનો ભાવ પ્રતિ 15 લિટરે 50 રૂપિયા વધારે જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાય વર્ષોનો ઈતિહાસને જોતા સ્પષ્ટ (Junagadh Oil Traders in trouble) લાગી રહ્યું છે કે, પ્રથમ વખત મગફળી કરતા કપાસિયા તેલનો ભાવ ઊંચકાઈ રહ્યો છે. જૂનાગઢના તેલના વેપારીઓ પણ સ્થાનિક બજારમાં તેલના ભાવમાં દરરોજ વધારો કરી રહ્યા છે. આજે પામતેલની નિકાસ બંધ થવાની વચ્ચે મગફળી કરતા કપાસિયા તેલની કિંમત ઊંચી જોવા મળી છે.
ઈન્ડોનેશિયા હવે ભારતને નહીં મોકલે પામતેલ - ઈન્ડોનેશિયાએ છેલ્લા 2 દિવસથી પામતેલની નિકાસ અટકાવી (Indonesia bans Palm Oil Exports) દીધી છે. તેની સીધી અને નકારાત્મક અસર અન્ય ખાદ્યતેલોના ભાવો પર પણ જોવા મળી રહી છે. કપાસિયા તેલની વાત કરીએ તો, પામતેલની નિકાસ અટકતા પ્રતિ દિવસ 10 કિલો સ્થાનિક પામતેલની કિંમતમાં 100થી 130 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે. તેના કારણે મગફળીના પ્રતિ એક કિલો તેલનો બજાર ભાવ (Rising Edible Oil prices) 140થી લઈને 150 રૂપિયા સુધી પહોંચી ગયો છે.
આ પણ વાંચો- Vegetables Pulses Price: શાકભાજી-કઠોળના ભાવમાં આજે પણ કોઈ રાહત નહીં
ભાવવધારો ચાલુ રહેવાની શક્યતા - તેની સરેરાશ પ્રતિ એક કિલો પર અસર ગણીએ તો, દરરોજ 13થી લઈને 25 રૂપિયા પ્રતિ કિલોએ સીંગતેલના બજાર ભાવોમાં વધારો (Junagadh Oil Traders in trouble) થઈ રહ્યો છે, જે આગામી દિવસોમાં હજી પણ ચાલુ રહેવાની શક્યતા છે. તેની આયાત અટકી જતા સ્થાનિક તેલો પર વિપરીત અસરો પડી રહી છે. તેના કારણે દૈનિક ધોરણે પ્રતિ એક કિલો કપાસિયા, મગફળી, સૂર્યમુખી સહિત અનેક ખાદ્યતેલોમાં ભાવ વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચો- Petrol Diesel Price in Gujarat: આ મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો નજીવો વધારો
ઈન્ડોનેશિયા નિકાસ દૂર કરશે ત્યારે થશે ભાવ ઘટશે - જૂનાગઢના ખાદ્યતેલના જથ્થાબંધ વેપારી દિપક જોબનપુત્રએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વને મોટા પ્રમાણમાં પામતેલ ઈન્ડોનેશિયા (Indonesia bans Palm Oil Exports) પૂરું પાડી રહ્યું છે. તેની નિકાસ બંધ કરતા તેલ બજારો ભાવ વધારાથી ઊભરાઈ રહી છે, પરંતુ ઈન્ડોનેશિયા પાસે ઉત્પાદિત પામતેલ સંગ્રહ કરવાની મર્યાદા હોવાના કારણે આગામી થોડા દિવસોમાં ઈન્ડોનેશિયા પામતેલની નિકાસ પર લાદેલો પ્રતિબંધ ઉઠાવી (Junagadh Oil Traders in trouble) લેશે. ત્યારબાદ સ્થાનિક તેલોની કિંમતમાં જે વધારો થયો છે. તેમાં ચોક્કસપણે ઘટાડો થતો જોવા મળશે, પરંતુ જ્યાં સુધી ઈન્ડોનેશિયા પામતેલની નિકાસ સંપૂર્ણપણે દૂર નહીં કરે ત્યાં સુધી મગફળી, કપાસિયા, સૂર્યમુખી સહિત મોટાભાગના ખાદ્યતેલોના ભાવો દૈનિક ધોરણે (Rising Edible Oil prices) વધતા રહે છે.