ETV Bharat / city

કોરોના રસીકરણઃ 18 વર્ષથી ઉપરના જૂનાગઢના યુવાનોએ કરાવ્યું રજિસ્ટ્રેશન - કોવિડ-19

પહેલી મેથી સમગ્ર રાજ્યમાં 18 વર્ષ કે તેથી ઉપરના યુવાનો માટે રસીકરણ મહા અભિયાનની શરૂઆત થવા જઈ રહી છે. આયુષ વિભાગ દ્વારા યુવાનોને રસીકરણ પૂર્વે કોવિન પોર્ટલ પરથી તેનું રજિસ્ટ્રેશન થઇ શકશે.

કોરોના રસીકરણઃ 18 વર્ષથી ઉપરના જૂનાગઢના યુવાનોએ કરાવ્યું રજિસ્ટ્રેશન

author img

By

Published : Apr 28, 2021, 10:46 PM IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત
  • 1 મેથી 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસી આપવામાં આવશે
  • આજ બુધવારથી રજિસ્ટ્રેશન થયુ શરૂ
  • રજિસ્ટ્રેશનની પ્રોસેસ આજે બુધવારની સાંજે 4 વાગ્યાથી શરૂ થઇ હતી

જૂનાગઢઃ આગામી 1લી મેથી 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના યુવાનો માટે ખાસ રસીકરણ મહા અભિયાન શરૂ કરવાની જાહેરાત આયુષ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. 18 વર્ષથી ઉપરનાં લોકો કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લિકેશન પર 28 એપ્રિલ બુધવારથી કોરોના રસીકરણ માટે નોંધણી કરાવી શકે છે. આયુષ મંત્રાલયે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવેલા યુવાનોને કોરોનાની રસી આપવાની શરતો રાખી છે. રાજ્ય સરકાર દ્વારા સ્લોટ બુકિંગની જાહેરાત હજુ કરવામાં આવી નથી. હાલ ઓનલાઇન રજિસ્ટ્રેશન થઇ રહ્યું છે.

કોરોના રસીકરણઃ 18 વર્ષથી ઉપરના જૂનાગઢના યુવાનોએ કરાવ્યું રજિસ્ટ્રેશન

રસી એક નક્કર હથિયાર

દેશમાં કોરોના વાઇરસના વધતા જતા કેસોની તપાસ માટે રસી એક નક્કર હથિયાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, કેન્દ્ર સરકારે 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે કોરોના રસી સ્થાપિત કરવાની મંજૂરી આપી છે. આ માટે નોંધણી આજથી (28 એપ્રિલ) થી શરૂ થશે.

આ પણ વાંચોઃ કોરોના રસીકરણ: આજથી 18 વર્ષથી ઉપરના લોકો માટે રજિસ્ટ્રેશન શરૂ

પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી અપાઇ હતી

16 જાન્યુઆરીથી દેશભરમાં કોરોના રસીકરણની શરૂઆત થઈ. પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી,કામદારોને રસી આપવામાં આવી હતી. તે પછી, 60 વર્ષથી ઉપરના લોકો અને 45 વર્ષથી વધુ ઉંમરના લોકો, જેઓ રોગોથી પીડાય છે તેમને રસી આપવામાં આવી હતી.

રસી માટે ડોક્ટર પાસેથી બીમારીનું પ્રમાણપત્રક લેવું જરૂરી નથી

ચોથા તબક્કામાં, 45 વર્ષથી ઉપરના લોકોને રસી આપવામાં આવી રહી છે, આ માટે, ડોક્ટર પાસેથી બીમારીનું પ્રમાણપત્રક લેવું જરૂરી નથી. હવે પાંચમા તબક્કામાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા તમામ માટે વેક્સિન રજિસ્ટ્રેશન શરૂ

શું રજિસ્ટ્રેશન વગર નહીં મળે કોરોનાની રસી?

કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, રજિસ્ટ્રેશન કરાવ્યા વગર કોરોનાની રસી આપવામાં આવશે નહીં, Mygov ટ્વીટર એકાઉન્ટ પર સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે, 18 વર્ષથી ઉપરના લોકો માટે રસીકરણ માટેનું રજિસ્ટ્રેશન 28 એપ્રિલથી થશે અને રસીકરણ માટે સમય આપવામાં આવશે.

આ પણ વાંચોઃ અમદાવાદના વણી ગામમાં રસીકરણ કરવામાં આવ્યું

રસીકરણ કેન્દ્ર પર થશે રજિસ્ટ્રેશન?

45 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે Walk in Registration એટલે કે રસીકરણ સેન્ટર પર સ્પોટ રજિસ્ટ્રેશનની સુવિધા પહેલાની જેમ ચાલુ રહેશે. 18 વર્ષથી ઉપરના લોકોએ કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. 18થી 45 વર્ષની ઉંમરના લોકોની સંખ્યા વધારે છે. તેથી રસીકરણ કેન્દ્ર પર સંભવિત ભીડથી બચવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે.

રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું?

PIBએ સરકાર વતી રજિસ્ટ્રેશન પ્રક્રિયાની જાણકારી આપી છે. કોરોના રસી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પહેલાની જેમ જ છે. તમારે રસી માટે કોવિન પોર્ટલ (https://selfregifications.cowin.gov.in/) પર અથવા આરોગ્ય સેતુ એપ્લિકેશન દ્વારા રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું ?

  1. https://selfregistration.cowin.gov.inપોર્ટલ પર રજિસ્ટ્રેશનનો વિકલ્પ હશે
  2. અહીં તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવો પડશે અને ગેટ OTP પર ક્લિક કરવું પડશે
  3. તમારા મોબાઈલ નંબર પર OTPનો મેસેજ આવશે
  4. આ મેસેજને તમારે 180 સેકન્ડની અંદર દાખલ કરવો પડશે
  5. પછી સબમિટ કરતા જ નવું પેજ ખુલશે
  6. અહીં તમારે તમારી વિગત ભરવી પડશે
  7. ત્યારબાદ ઓળખ પત્ર માટે તમે આધાર સહિત પાનકાર્ડ, પાસપોર્ટ, ચૂંટણીકાર્ડના વિકલ્પને પસંદ કરી શકો છો
  8. ત્યારબાદ તમને નજીકના રસીકરણ કેન્દ્રને પસંદ કરવાનો વિકલ્પ આવશે
  9. કેન્દ્રને પસંદ કર્યા બાદ તમે તમારી સુવિધા અનુસાર ઉપલબ્ધ સ્લોટને પસંદ કરી શકો છો
  10. જ્યારે તમારો નંબર આવે ત્યારે જે તે રસીકરણ કેન્દ્ર પર જઈને રસી મૂકાવવાની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.