જૂનાગઢઃ પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ ઊભું થયું છે, જે આગામી 24 તારીખ સુધીમાં ડિપ ડિપ્રેશનમાં ફેરવાવાની જૂનાગઢ હવામાન વિભાગે શક્યતાઓ વ્યક્ત કરી છે. જેના કારણે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અને ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, સંઘપ્રદેશ દીવ સહિત જૂનાગઢના માંગરોળ વિસ્તારના કેટલાક ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આગામી 16 તારીખથી 21 તારીખ સુધીમાં પાંચ દિવસ દરમિયાન ડીપ ડિપ્રેશનની અસર સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારના જિલ્લાઓમાં જોવા મળશે.
પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં સર્જાયેલું હવાનું દબાણ ભારે પવન સાથે વરસાદ નોતરી શકે છે. ત્યારે ચોમાસુ ખેતી પાકોને આ વરસાદથી ખૂબ મોટું નુકસાન થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના તાપમાનમાં સતત વધારો અને ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને કારણે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં હવાનું નીચું દબાણ સર્જાયું છે. જે આગામી 24 તારીખ સુધીમાં સૌરાષ્ટ્રના કેટલા જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ લાવી શકે છે, તેવી આગાહી જૂનાગઢ કૃષિ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.