- સ્મશાનમાં આવેલા ડાઘુઓ માટે પાણીને ચાની વ્યવસ્થા કરાઈ
- રાધેશ્યામ સેવા મંડળ અને બાબા મિત્ર મંડળ દ્વારા સ્મશાનમાં સેવા કાર્ય શરૂ કરાયું
- ઉનાળાની આકરી ગરમી અને સ્મશાનમાં ડાઘુઓની વિશેષ સંખ્યાને ધ્યાને લઇને સેવાયજ્ઞ શરૂ કરાયો
- અહીં આવતા ડાઘુઓ માટે ચા અને પાણીની વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ
- જૂનાગઢની સામાજિક સંસ્થાઓનો સેવાયજ્ઞ સ્મશાનમાં ચા અને પાણીની વ્યવસ્થા ઊભી કરાઇ
જૂનાગઢ: રાધેશ્યામ સેવા મંડળ અને બાબા મિત્ર મંડળ દ્વારા જૂનાગઢના સ્મશાનમાં વિશેષ સેવા યજ્ઞનો આજે શનિવારથી પ્રારંભ કરાવવામાં આવ્યો છે. સ્મશાનમાં આવતા ડાઘુઓ માટે પીવાનું પાણી અને ચા જેવી વ્યવસ્થા પાછલા કેટલાક સમયથી શરૂ કરવામાં આવી છે. કોરોના સંક્રમણને કારણે જૂનાગઢનું સ્મશાન સતત ૨૪ કલાક કામ કરી રહ્યું છે, આવી પરિસ્થિતિમાં અહીં પોતાના સજજનોની અંતિમવિધિ કરવા માટે આવતા ડાઘુ ઓને કોઇ મુશ્કેલી ન પડે તેને ધ્યાને રાખીને ચા અને પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ સુરતના કોવિડ સેન્ટરમાં મળો જુનિયર મોદી ' ચા વાળા' ને
ઉનાળાની આકરી ગરમી અને સતત આવી રહેલા ડાઘુઓને સમસ્યા ન પડે તે માટે કરાઇ વ્યવસ્થા
કોરોના સંક્રમણને કારણે જૂનાગઢના સમાધાનમાં સતત મૃતદેહોની અંતિમવિધિ કરવામાં આવી રહી છે. અહીં પ્રતિદિન 20થી 50 જેટલા મૃતદેહોની અંતિમવિધિ કરાઇ રહી છે. જેમાં કેટલાક કોરોના સંક્રમણને કારણે પણ મોતને ભેટયા છે તેમની અંતિમવિધિ કરવા માટે આવતા પ્રત્યેક ડાઘુઓને પીવાનું પાણી કે ચાની અગવડતા સ્મશાનમાં ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા જૂનાગઢની સામાજિક સંસ્થાઓ કરી રહી છે. જેને કારણે સ્મશાનમાં આવતા ડાઘુઓ આકરી ગરમીના સમયમાં પણ પાણી જેવી જરૂરિયાતોને પૂરી કરતા જોવા મળી રહ્યા છે.