જૂનાગઢ ગરવા ગિરનારની લીલી પરિક્રમા (Girnar Lili Parikrama ) કારતક સુદ અગિયારસથી લઈને પૂનમ સુધી યોજવામાં આવે છે. લીલી પરિક્રમાના 36 km ના લાંબા માર્ગ ( Lili Parikrama 36 km route ) પર પાંચ દિવસ સુધી પગપાળા પરિક્રમા માટે આવતા ભાવિ ભક્તોને તમામ પ્રકારની વ્યવસ્થા ગિરનારના જંગલ વિસ્તારમાં મળી રહે તે માટે પાછલા ઘણા વર્ષોથી પરિક્રમા ઉતારા મંડળ અને વિનામૂલ્ય ભોજન પ્રસાદની વ્યવસ્થા આપતા સ્વયંસેવકો દ્વારા આગામી ગિરનારની લીલી પરિક્રમાને લઈને તમામ તૈયારીઓને પરિપૂર્ણ (Preparation for Girnar Lili Parikrama in Junagadh ) કરી દેવામાં આવી છે.
વિશેષ પ્રમાણમાં પરિક્રમાથીઓનું જૂનાગઢમાં આગમન થશે ગત બે વર્ષ દરમિયાન કોરોના સંક્રમણને કારણે ગિરનારની લીલી પરિક્રમા (Girnar Lili Parikrama )રદ કરવામાં આવી હતી ત્યારે ગત વર્ષે આંશિક મંજૂરી મળતા અંદાજિત પાંચેક લાખ લોકોએ પરિક્રમા કરી હતી. ત્યારે આ વર્ષે ખૂબ વિશેષ પ્રમાણમાં પરિક્રમાથીઓનું જૂનાગઢમાં આગમન થશે તેને લઈને અત્યારથી જ ઉતારા મંડળ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ (Preparation for Girnar Lili Parikrama in Junagadh ) કરી દેવામાં આવી છે.
ઉતારા મંડળના ટ્રસ્ટીએ કરી વાતચીત ઉતારા મંડળના ટ્રસ્ટી ભાવેશ વેકરીયાએ ઇટીવી ભારત સાથે વાતચીત કરીને આ વર્ષની ગિરનારની લીલી પરિક્રમા (Girnar Lili Parikrama )અને ખાસ કરીને ઉતારા મંડળ અને અન્ન ક્ષેત્રના આયોજનને લઈને વિગતો આપી હતી. દર વર્ષની માફક આ વર્ષે પણ 80 જેટલા ઉતારા મંડળો અને અન્ન ક્ષેત્રો લીલી પરિક્રમાનો 36 કિલોમીટરનો માર્ગ ( Lili Parikrama 36 km route ) પર પરિક્રમાથીઓને ચા પાણી નાસ્તો તેમજ ભોજન તેમજ પ્રસાદની સાથે તમામ પ્રકારની જરૂરિયાતો જંગલ વિસ્તારમાં પૂરી પાડવા માટે કટિબદ્ધ બન્યા છે અને તેની તમામ તૈયારીઓ તેમના દ્વારા પૂર્ણ (Preparation for Girnar Lili Parikrama in Junagadh ) પણ કરી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
પાંચ દિવસ લાખોની સંખ્યામાં આવે છે પરિક્રમાથીઓ ગિરનારની લીલી પરિક્રમા (Girnar Lili Parikrama )અગિયારસથી પૂનમ સુધી યોજવામાં આવે છે. આ પરિક્રમામાં સમગ્ર દેશ અને દુનિયામાંથી લાખોની સંખ્યામાં ભાવિકો પરિક્રમા કરવા માટે પગપાળા આવતા હોય છે. ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવોએ પણ પરિક્રમા કરી હોવાની ધાર્મિક માન્યતા આજે પણ પ્રબળ જોવા મળે છે. પરિક્રમાને ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ પુણ્યકારી માનવામાં આવે છે. સાથે સાથે આ પરિક્રમા પગપાળા થતી હોવાને કારણે પણ તેનું ખૂબ ધાર્મિક મહત્વ છે. ગત વર્ષો દરમિયાન 13,00,000 જેટલા પરિક્રમાથીઓ પરિક્રમામાં નોંધાયા હતાં. આ વર્ષે પાછલા તમામ વર્ષનો રેકોર્ડ તૂટી જાય અને 15 થી લઈને 18 લાખ સુધી પરિક્રમાથીઓ પરિક્રમા કરવા માટે આવશે તેવો વિશ્વાસ ઉતારા મંડળે (Preparation for Girnar Lili Parikrama in Junagadh ) રજૂ કર્યો છે.