જૂનાગઢઃ કોરોના વાઈરસના કહેરને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે સોમવારે રમઝાન ઇદના તહેવાર બાદ રમઝાન માસની પૂર્ણાહૂતિ થાય છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈદની ઉજવણી જાહેર મસ્જિદોમાં નમાઝ અદા કરીને કરવામાં નહીં આવે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા લોકડાઉન અને તેના દિશાનિર્દેશોનો ચુસ્ત અમલ થાય તેને લઈને આવતી કાલે રમઝાન ઇદના તહેવારે એક પણ મસ્જિદમાં ઈદની નમાઝ કરવામાં નહીં આવે
પરંતુ ઇતિહાસમાં પ્રથમ વખત રમઝાન મહિનામાં જૂનાગઢની એક પણ મસ્જિદો ઇદની નમાઝ અદા કરવા માટે ખોલવામાં આવશે નહીં. રમઝાન ઈદનો તહેવાર સૌ મુસ્લિમ બિરાદર તેમના ઘરમાં જ ઇદની નમાજ અદા કરીને રમઝાન ઈદની ઉજવણી કરશે.