જૂનાગઢ બે દિવસ બાદ ફરી એક વખત આમ આદમી પાર્ટીના (AAP leader in Junagadh)કાર્યકરો નિંદનીય કામમાં સામેલા જોવા મળી રહ્યા છે. જગમાલ વાળાએ ખુલ્લેઆમ દારૂ પીવાની હિમાયત કરી હતી. ત્યારે આજે ફરી એક વખત આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર ભગુ વાળા સામે જાતીય દુષ્કર્મની (rape case in Junagadh) ફરિયાદ નોંધાતા ગીર સોમનાથ જિલ્લામાં ચકચાર મચી જવા પામ્યો છે.
આપની આબરૂના ધજાગરા ગીર સોમનાથ જિલ્લા આમ આદમી પાર્ટી નકારાત્મક કામમાં સામેલ જોવા મળી છે. બે દિવસ પૂર્વે સોમનાથ વિધાનસભા બેઠકના જાહેર થયેલા સત્તાવાર ઉમેદવાર જગમાલ વાળાએ જાહેર મંચ પરથી દારૂ પીઇને ખુલ્લેઆમ હિમાયત કરી હતી. તે મામલો હજુ શાંત નથી પડ્યો તે ફરી એક વખત આમ આદમી પાર્ટીના કાર્યકર જાતીય દુષ્કર્મ જેવી ગંભીર ઘટનામાં સામેલા હોવાની પોલીસ ફરિયાદ (AAP leader rape case in Junagadh) થતા સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ખડભડાટ મચી જવા પામ્યો છે.
જાતીય દુષ્કર્મની ફરીયાદ મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર ભગુ વાળા એ કલાકાર પર જાતીય દુષ્કર્મમાં આચર્યું છે, તેવી ફરિયાદને આધારે વેરાવળ શહેર પોલીસ દ્વારા ભગુ વાળા વિરુદ્ધ જાતિ દુશ્પરણની ફરિયાદ લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વેરાવળમાં રહેતા ભગુ વાળા વિશ્વાસ ટેલી ફિલ્મ નામની કંપનીના માલિક છે. આ કંપની અંતર્ગત સિરિયલ અને અન્ય નાના-મોટા કામોમાં કલાકારોને રોજગારી આપવાના બહાને મોડેલિંગ કરતી મહિલા કલાકારને વેરાવળ (Police complaint against Bhagu Wala) બોલાવતા હતા.
નેતાને પકડા પોલીસ પાછળ ભગુ વાળા દ્વારા ભાડા પર રાખવામાં આવેલા ફ્લેટમાં ફિલ્મ, મોડેલિંગ ક્ષેત્રમાં કામ અપાવવાના બહાને તેના પર જાતીય દુષ્કર્મમાં આચર્યાની ફરિયાદ રાત્રિના સમયે વેરાવળ શહેર પોલીસ મથકમાં નોંધવામાં આવી છે. સમગ્ર મામલામાં પોલીસ તપાસ હાથ ધરી રહી છે, હાલ તો ભગુ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાતા તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જેને પકડી (Police complaint against AAP leader) પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.