જૂનાગઢ : જૂનાગઢ પોલીસને આજે મોટી સફળતા મળી છે. પૂર્વ બાતમીને આધારે મેફેડ્રોન નામના નશીલા પદાર્થ સાથે વેરાવળના આદિલ શેખ નામના યુવકને જૂનાગઢના ચોરવાડ નજીકથી અંદાજિત 1લાખ 38હજાર કરતા વધુના જથ્થા સાથે ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે જૂનાગઢ પોલીસે આદિત શેખ નામનો યુવાન શંકાસ્પદ હાલતમાં હાઇવે પરથી પસાર થતા તેની પકડૂ પાડવામાં આવ્યો હતો. તેની પાસે રહેલું 13.81 ગ્રામ મેફેડ્રોન નામનો નશીલો (Drug Trafficking in Junagadh) પદાર્થ મળી આવ્યો હતો.
અન્ય એક શખ્સની શોધખોળ - જુનાગઢ પોલીસ સમગ્ર નશીલા પદાર્થોની હેરાફેરીમાં (Drugs Seized From Junagadh) મુંબઈના અફાનની પણ સંડોવણી સામે આવતા તેની શોધખોળ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લામાં આ પ્રકારે વિદેશી નશીલા પદાર્થોની હેરાફેરી ખૂબ ચિંતાજનક બની શકે છે. નસીલો પદાર્થ લઈને નીકળેલો યુવાન વેરાવળનો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે સમગ્ર નશીલા પદાર્થની તસ્કરી દરિયાઈ માર્ગે પણ થઈ રહી હશે કે શું તેવી અનેક શંકાઓની વચ્ચે જૂનાગઢ પોલીસે મુંબઈના ડોંગરી વિસ્તારના અન્ય એક શખ્સની શોધખોળ પણ હાથ ધરી છે.
આ પણ વાંચો : Liquor smuggling in ST Bus Ahmedabad: ST બસમાં દારૂની હેરાફેરી, વિદેશી દારૂની 52 બોટલો સાથે ડ્રાઇવરની ધરપકડ
દરિયાઈ વિસ્તારમાંથી નશીલા પદાર્થોની હેરાફેરીની શંકા - વેરાવળનો યુવાન પાસેથી મેફેડ્રોન નામનું ડ્રગ્સ (Man Arrested with Drugs in Junagadh) પકડાતા ફરી એક વખત દરિયાઈ વિસ્તાર નશીલા પદાર્થો હેરાફેરીને લઈને શંકાના ઘેરામાં આવી ગયો છે. છેલ્લા કેટલાક મહિના દરમિયાન પોરબંદર, દ્વારકા, કચ્છ અને જામનગરના દરિયા કાંઠા વિસ્તાર માંથી ખૂબ મોટા પ્રમાણમાં નશીલા પદાર્થને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. ત્યારે આજે જુનાગઢ પોલીસ પકડમાં રહેલો આદિલ શેખ નામનો યુવાન મેફ્રેડોન નામનો નશીલા પદાર્થ સાથે પકડાતા વધુ એક વખત દરિયાઈ વિસ્તાર શંકાના દાયરામાં જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: Police Porting Bootleggers in State : બુટલેગરને પોલીસ સ્પોર્ટ કરી રહી હોવાનો યુથ કોંગ્રેસનો આક્ષે
પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી - આ યુવાન પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને તે આ ડ્રગ્સનો જથ્થો (Quantity of Drugs was Seized from Junagadh) કોને પહોંચાડવા માટે જઈ રહ્યો હતો. તે મામલે જૂનાગઢ પોલીસ તપાસ ચલાવી રહી છે. ડ્રગ્સ સાથે પકડાયેલો યુવાન વેરાવળનો હોવાને કારણે નશીલા પદાર્થની હેરાફેરી દરિયાઈ માર્ગે થઈ હશે તેની શક્યતાને નકારી શકાય તેમ નથી. વધુમાં આ ડ્રગ્સ કાંડમાં મુંબઈના અફાન નામની એક વ્યક્તિની સામેલગીરી પણ સામે આવી છે. ત્યારે પોલીસે તેની ધરપકડ (Junagadh Police) કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.