સોમનાથઃ મહાદેવના દર્શન કરવા માટે આવતા ભક્તો માટે સારા સમાચાર આવ્યા છે. કેનેડા સ્થિત મહાદેવના ભક્ત મુકુંદ પુરોહિત દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી કે લહેરી અને સચિવ યોગેન્દ્ર દેસાઈની હાજરીમાં પોડ ડિઝીટલ ડોક્ટર મશીન (somnath ecg testing machine) સોમનાથ ટ્રસ્ટને અર્પણ કરાયું છે. જે ખૂબ જ ઓછા સમયમાં ઇસીજી સહિત 20 જેટલા તબીબી પરીક્ષણનો રિપોર્ટ ગણતરીની મિનિટોમાં આપતું હોય છે.
![પોડ ડિઝીટલ ડોક્ટર મશીન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-05-ecg-photo-01-pkg-7200745_01092022225440_0109f_1662053080_1098.jpg)
દર્શનની સાથે આરોગ્યને લઈ ડિજિટલ વ્યવસ્થાઃ સોમનાથ મંદિરે દર્શન કરવા માટે આવતા શિવ ભક્તો માટે હવે આરોગ્યના ક્ષેત્રમાં પણ ડિજિટલ વ્યવસ્થાઓ શરૂ થવા જઈ રહી છે. સોમનાથ મહાદેવના ભક્ત મુકુંદ પુરોહિત દ્વારા સોમનાથ ટ્રસ્ટને પોડ ડિજિટલ ડોક્ટર મશીન અર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર સ્થિત મુખ્ય પ્રધાનની હાજરીમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણ લહેરી અને સચિવ યોગેન્દ્ર દેસાઈની ઉપસ્થિતિમાં શિવ ભક્ત મુકુંદ પુરોહિત દ્વારા અંદાજિત 10 લાખની કિંમતનું આ ડિજિટલ તબીબી પરીક્ષણ કરતુ મશીન સોમનાથ ટ્રસ્ટને અર્પણ કરાયું છે. જે આગામી દિવસોમાં મંદિર પરિસરમાં પ્રસ્થાપિત થશે જેનો લાભ સોમનાથ આવતા શિવ ભક્તો વિવિધ તબીબી પરીક્ષણ માટે કરી શકશે
![પોડ ડિઝીટલ ડોક્ટર મશીન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-05-ecg-photo-01-pkg-7200745_01092022225440_0109f_1662053080_959.jpg)
ડિજિટલ પોડ મશીન દ્વારા 20 અલગ અલગ પરીક્ષણઃ પોડ ડિજિટલ ડોક્ટર મશીનના ઉપયોગથી દર્દીઓ ઇસીજી સહિત 20 જેટલી બીમારીને લગતી તપાસના રિપોર્ટ કરી શકશે. જેમાં બોડી માસ ઇન્ડેક્સ લોહીનું ઊંચું અને નીચું દબાણ, બોડી સેલ માસ મિનરલ કન્ટેન્ટ પ્રોટીન સહિત 20 જેટલા તબીબી પરીક્ષણો આ મશીનની મદદથી ગણતરીની મિનિટોમાં થઈ શકશે પોડ ડિજિટલ ડોક્ટર મશીન ટેલી મેડિસિન સાથે જોડાયેલું રહેશે. જેમાં પેનલ પરના તબીબો સાથે દર્દી એક ક્લિક કરવાથી વાત પણ કરી શકશે.
![પોડ ડિઝીટલ ડોક્ટર મશીન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-05-ecg-photo-01-pkg-7200745_01092022225440_0109f_1662053080_927.jpg)
Whatsapp મારફતે રિપોર્ટ: આ મશીનથી કરાયેલા તબીબી પરીક્ષણનો રિપોર્ટ ડોક્ટર જોઈ શકશે અને તેને આધારે દર્દીને દવા પણ આપી શકશે. આ મશીન દ્વારા ડાયાટીસીયન તબીબો દર્દીને ખોરાકનો ચાર્ટ પણ બનાવી આપશે. જે પ્રત્યેક દર્દી માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. આ મશીનથી કરવામાં આવેલા તમામ રિપોર્ટ પ્રત્યેક વ્યક્તિને તેના ઇમેલ અને whatsapp મારફતે પણ મળે તે પ્રકારની આધુનિક વ્યવસ્થા આ મશીનમાં ઊભી કરવામાં આવી છે.