જૂનાગઢ : ઉમાધામ ગાઠીલા ખાતે આજે 14માં પાટોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહિલાઓની વિશેષ હાજરી ને જોઈલે વડાપ્રધાન મોદીએ (PM Modi Address At Gathila Umadham Patotsav 2022) મહિલાઓને વિશેષ રીતે નમન કરીને (PM Modi On Women empowerment) પાટોત્સવમાં પોતાના પ્રતિભાવો આપવાની શરૂઆત કરી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે, આવા ધાર્મિક કાર્યક્રમમાં રૂબરૂ આવવાની ઈચ્છા હતી, પરંતુ સામેલ નથી થઈ શકાયુ તેનું મને દુખ છે. જ્યારે આ મંદિરનું લોકાર્પણ વર્ષ 2008માં મારા દ્વારા થયું હતું, ત્યારે આટલી મોટી કલ્પના કરી ન હતી આજે ગાંઠીલા સંસ્થા વટવૃક્ષ બનીને સામે આવી રહી છે અને સમાજના શિક્ષણની સાથે મહિલા સશક્તિકરણને લઈને પણ પાટીદાર સમાજ આગળ આવી રહ્યો છે તેનો તેઓ અનુભવી રહ્યા છે.
આ પણ વાંચો: ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા નડાબેટમાં સિમાદર્શન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, જાણો તેમની ખાસ વિશેષતા
PM મોદીએ તેમના વક્તવ્યમાં ગિરનારનો ખાસ કર્યો ઉલ્લેખ : નરેન્દ્ર મોદીએ ઉમાધામ ગાંઠિલાના પાટોત્સવ (Umadham Patotsav 2022) પ્રસંગે તેમના વક્તવ્યમાં ગિરનારનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ગિરનાર શિક્ષા અને દીક્ષાનું ધામ છે અને ગિરનારની ટોચ પર બિરાજતા માં અંબા આ ભુમીને પવિત્ર બનાવી રહ્યા છે. વધુમાં ગિરનારની ટોચ પર બિરાજી રહેલા ગુરુ દત્તાત્રેય આ ભૂમિને તીર્થભૂમિ તરીકે પ્રસ્થાપિત કરવામાં સફળ રહ્યા છે આવી ભૂમિને હું મારું નમન કરું છું. હું છેલ્લા 35 વર્ષથી પાટીદાર સમાજ સાથે જોડાયેલો છું અને સમાજની ઉન્નતિ અને ખાસ કરીને મહિલા સશક્તિકરણને લઈને પાટીદાર સમાજનું યોગદાન ખૂબ વધારે છે. ઉત્તરોઉત્તર વધારો થાય તેવી આગ્રહ ભરી વિનંતી નરેન્દ્ર મોદીએ પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ સમક્ષ વ્યક્ત કરી હતી.
ભુપેન્દ્ર પટેલ જમીન સંરક્ષણ કરવાને લઇને કરી રહ્યા છે કામ : નરેન્દ્ર મોદીએ આજના તેમના વક્તવ્યમાં પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલ અને તેમના કાર્યકાળ દરમ્યાન ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે જળસિંચન યોજનાઓ કરવામાં આવી છે તેનું આજે મીઠું ફળ ગુજરાતવાસીઓ રાખી રહ્યા છે. જે રીતે કેશુભાઈ પટેલ અને તેમના કાર્યકાળમાં જળસિંચનનું કાર્ય કર્યું હતું, તેજ રીતે હવે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના કાર્યક્રમ કાર્યકાળમાં જમીન સિંચનનું કામ થઇ રહ્યું છે. સર્વે સમાજ અને ખાસ કરીને ખેડૂત જમીન સંરક્ષણ ને લઈને ખૂબ ચિંતિત અને રાસાયણીક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તેવું ગુજરાતના ખેડૂતોને નરેન્દ્ર મોદીએ આહ્વાન કર્યું હતું.
મહેસાણાની દિવ્યાંગ દીકરીને PM મોદીએ કરી યાદ : પાટોત્સવ પ્રસંગે નરેન્દ્ર મોદી મહેસાણાની દિવ્યાંગ દીકરીનો ખાસ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, આ દીકરી ઓલિમ્પિકમાં મેડલ જીતીને ગુજરાતની સાથે મહિલાઓનું નામ રોશન કરી રહી છે. આવી રીતે ઉમાધામ ગાંઠિલામાં અનેક સુવિધાઓનો ઉમેરો થયો છે, ત્યારે પ્રત્યેક પાટીદાર સમાજ અન્ય સમાજોને સાથે જોડીને તંદુરસ્ત બાળ સ્પર્ધાનું આયોજન કરે અને તેની આગેવાની ઉમાધામ ગાઠીલા ટ્રસ્ટ સંભાળે તેવી ટ્રસ્ટના ટ્રસ્ટીઓને વિનંતી કરી હતી. નરેન્દ્ર મોદીએ વધુ જણાવ્યું હતું કે, સંસ્થામાં જે નવીનીકરણ થઈ રહ્યું છે તેમાં પડેલી ખાલી જગ્યા નો ઉપયોગ સમાજના બાળકોને કોચિંગથી લઈને શિક્ષણ રમત-ગમત અને યોગ ક્ષેત્રમાં ફાળવવામાં આવે તો સશ્ક્ત ભારતના નિર્માણમાં ખૂબ મહત્ત્વનો સાબિત થશે.
આ પણ વાંચો: જૂનાગઢના ઉમિયા માતા મંદિરના કાર્યક્રમમાં PM મોદીએ કહ્યું - પ્રાકૃતિક ખેતીથી ધરતી લીલીછમ થશે
PM મોદીએ કહ્યું પ્રત્યેક જિલ્લામાં 75 તળાવોને નવસાધ્ય કરવામાં આવે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ જણાવ્યું હતું કે, આઝાદીના સો વર્ષ પૂર્ણ થવાના સમયે પ્રત્યેક જિલ્લામાં 75 તળાવોને નવસાધ્ય કરવામાં આવે અને નવા તળાવો બનાવવામાં આવે જેને કારણે પાણીની સમસ્યાને કાયમી ધોરણે દૂર કરી શકવામાં મદદ મળશે. વધુમાં મોદીએ જણાવ્યું હતું કે, નવસાધ્ય બનાવેલા આ તળાવો પર 15 ઓગસ્ટના દિવસે ગામના શ્રેષ્ઠીઓ દ્વારા ધ્વજ વંદન કરીને જળ સિંચાઈ યોજનાને પણ રાષ્ટ્ર નિર્માણ સાથે જોડીને આગવું કામ કરવાની આગેવાની પાટીદાર સમાજ ઉઠાવે તેવી આગ્રહ ભરી વિનંતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉમાધામ ગાંઠિલાના પાટોત્સવ પ્રસંગે કરી હતી.