- ગીર જંગલમાં વન્ય જીવ અધિનિયમનો ખુલ્લેઆમ ભંગ
- સિહ પ્રેમીએ પ્રવાસીઓ સહિત અધિકારીઓ સામે કાર્યવાહીની કરી માંગ
- પ્રવાસીઓની જીપ્સીએ સિહણને ઘેરી લીધી હોય તેવા ફોટો વાયરલ
જૂનાગઢ: ગીર જંગલ વિસ્તારમાં વન્ય જીવ અધિનિયમ ધારાનો ખુલ્લેઆમ ભંગ (Violation of the Wildlife Act) થતો હોય તે પ્રકારનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ (Photo of a lion goes viral ) થયો છે. ફોટોમાં માર્ગ પર બેઠેલી સિહણની ચારે તરફ પ્રવાસીઓની જીપ્સી આવીને તેને હેરાન કરતી હોય તેવું સ્પષ્ટ જોવા મળે છે. સમગ્ર મામલાને લઈને વન્યજીવ પ્રેમીઓ અને પૂર્વ ન્યાયાધીશ જયદેવભાઈ ધાધલે ફોટોમાં દેખાતા પ્રવાસીઓ જીપ્સીના ચાલકો અને વન વિભાગના જે અધિકારી હેઠળ અભ્યારણ આવતું હોય તેવા તમામની સામે વન્યજીવ અધિનિયમના ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.
ચારે તરફ પ્રવાસીઓની ભીડ
ફોટોમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે કે, ચારે તરફ પ્રવાસીઓની ભીડ જોવા મળે છે અને તમામ પ્રવાસીઓ ફોટો પાડવામાં વ્યસ્ત જોવા મળે છે. આ પ્રકારની ગતિવિધિઓ વન્યજીવ ધારા અધિનિયમના ભંગ સમાન માનવામાં આવે છે. સમગ્ર મામલાને લઈને સાસણના નાયબ વન સંરક્ષક મોહન રામ સાથે ઈ ટીવી ભારતે ટેલીફોનીક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો ફોન પર સંપર્ક થયો ન હતો. સમગ્ર મામલો ખૂબ જ ગંભીર છે આ પ્રકારની બેદરકારી કોઈ પણ વન્યજીવ માટે ખૂબ જ નુકસાનકારક બની શકે છે, ત્યારે હાલ તો આ ફોટો ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બની શકે છે.
-
@moefcc @AjaybhattBJP4UK #wildlifephotography @down2earthindia #conservation
— Green Circle (@GreenCircle20) November 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Request Environment ministry/tourism ministry to take suitable action against callousness of concerned officials for permitting such irresponsible tourists. #photospeaks pic.twitter.com/Dd6iWK40Fw
">@moefcc @AjaybhattBJP4UK #wildlifephotography @down2earthindia #conservation
— Green Circle (@GreenCircle20) November 16, 2021
Request Environment ministry/tourism ministry to take suitable action against callousness of concerned officials for permitting such irresponsible tourists. #photospeaks pic.twitter.com/Dd6iWK40Fw@moefcc @AjaybhattBJP4UK #wildlifephotography @down2earthindia #conservation
— Green Circle (@GreenCircle20) November 16, 2021
Request Environment ministry/tourism ministry to take suitable action against callousness of concerned officials for permitting such irresponsible tourists. #photospeaks pic.twitter.com/Dd6iWK40Fw
નિવૃત ન્યાયાધીશે જયદેવ ધાધલે પણ ટ્વિટ કર્યુ
નિવૃત ન્યાયાધીશે જયદેવ ધાધલે ગ્રીન સર્કલના ટ્વિટ કર્યા બાદ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, આ ગંભીર બાબતે જરૂરી તપાસ કરી કસુરદાર સફારી વ્હિકલના ડ્રાઈવર તથા ગાઈડ સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમની પરમીટ રદ્દ કરવી જોઈએ.
-
@PccfWildlife@CCF_Wildlife@dcfsasangir pic.twitter.com/YSPbfGJpyK
— Jaidev Dhadhal (@jaidev_ntp) November 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">@PccfWildlife@CCF_Wildlife@dcfsasangir pic.twitter.com/YSPbfGJpyK
— Jaidev Dhadhal (@jaidev_ntp) November 17, 2021@PccfWildlife@CCF_Wildlife@dcfsasangir pic.twitter.com/YSPbfGJpyK
— Jaidev Dhadhal (@jaidev_ntp) November 17, 2021
આ પણ વાંચો: ગિરનાર જંગલમાં રાખવામાં આવેલી સૂચનાના બોર્ડ નીચે જ સિંહણનો અદભુત પોઝ, તસવીર થઈ કેમેરામાં કેદ
આ પણ વાંચો: ગીરના સિંહોને મુક્ત કરવાનો મામલો પહોંચ્યો દિલ્હી દરબારમાં, સિંહપ્રેમીઓએ પીએમ મોદીને પત્ર લખ્યો