- કોરોના કાળમાં અનેક સેવાભાવી લોકો કોરોનાના દર્દીઓની સેવા કરવા આગળ આવ્યા
- જૂનાગઢમાં કોરોનાના દર્દીઓની સેવા કરવા અમેરિકામાં રહેતા પાટીદાર અગ્રણીઓએ મોકલી મદદ
- અમેરિકામાં રહેતા પાટીદાર અગ્રણીઓએ પ્રોજેક્ટ માતૃભૂમિ અંતર્ગત ઓક્સિજન કોન્સન્ટ્રેટર, વેન્ટિલેટર અને દવાનો જથ્થો મોકલ્યો

જૂનાગઢઃ અમેરિકામાં રહેતા પાટીદાર અગ્રણીઓએ જૂનાગઢમાં સહાય મોકલી છે. ગુરૂના સંક્રમણ કાળમાં અમેરિકામાં રહેતા ગુજરાતી પરિવારો સંકટના સમયમાં વતનની મદદ માટે બહાર આવ્યા છે. અમેરિકામાં ઉભા કરવામાં આવેલા પ્રોજેક્ટ માતૃભૂમિ અંતર્ગત કોરોનાના કપરા કાળમાં જૂનાગઢ જિલ્લાના ગામડાઓમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર, વેન્ટિલેટર અને દવાનો જથ્થો મોકલીને વતનની સેવા કરવાની તક ઝડપી લીધી હતી.

અમેરિકામાં રહેતા પાટીદાર સમાજે 5 કરોડ રૂપિયાનું ફંડ એકત્રિત કર્યું
કોરોના કાળમાં અમેરિકામાં રહેતા પાટીદાર સમાજના લોકોએ પોતાના વતન જૂનાગઢના ગામડાઓમાં સંક્રમણ ઓછું થાય તે માટે મદદ કરી રહ્યા છે. આ ઉપરાંત પ્રત્યેક વ્યક્તિને તબીબી સહાય ગામડામાં જ મળી રહે તે માટે અમેરિકામાં પ્રોજેક્ટ માતૃભૂમિની સ્થાપના કરીને ત્યાં રહેતા ગુજરાતી પાટીદાર સમાજ દ્વારા 5 કરોડ રૂપિયાથી વધુ વધુ ફંડ એકત્ર કરીને તેમાંથી કોરોના સંક્રમણ સામે લડી શકાય તે માટે સાધન અને દવાઓ જૂનાગઢના ગામડામાં મોકલવાની શરૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો- ગીર સોમનાથમાં ખેતીની નુકસાનીનો સર્વે પૂર્ણ, 125 કરોડથી વધુની રાહત સહાય ચૂકવવાનો અંદાજ
આર્થિક સહાયથી ઓક્સિજન કોન્સનટ્રેટર અને વેન્ટિલેટર મોકલ્યા
પાટીદાર સમાજે અમેરિકામાં એકત્ર કરેલા ફંડથી જૂનાગઢના ગામડાઓમાં ઓક્સિજન કોન્સનટ્રેટર, વેન્ટિલેટર અને કોરોના સંક્રમણ સામે રક્ષણ આપતી કેટલીક દવાઓનો જથ્થો મોકલી આપ્યો છે. હજી પણ કેટલોક જથ્થો અમેરિકાથી જૂનાગઢના કેટલાક ગામડાઓમાં આવશે. સંક્રમણની બીજી લહેરમાં જે પ્રકારે ગામડાઓમાં સંક્રમણ વધુ ફેલાયું હતું. તેની ચિંતા કરીને અમેરિકામાં રહેતા પાટીદાર સમાજના લોકોએ ગામડાઓને કોરોના સંક્રમણથી ઓછું નુકસાન થાય તે માટે પ્રોજેક્ટ માતૃભૂમિ શરૂ કરીને તેમની સહાય કરવાનો નિર્ણય કર્યો છે.