- આગામી દિવસોમાં જૂનાગઢના લોકોને મળશે પીવાનું ચોખ્ખું અને ફિલ્ટર કરેલું શુદ્ધ પાણી
- મનપા દ્વારા 200 કરોડના ખર્ચે પીવાના પાણીની પરિયોજનાને અપાઇ રહ્યો છે આખરી અંજામ
- શહેરના ઓજી વિસ્તારમાં પીવાનું પાણી-પાણી પુરવઠા બોર્ડ પણ પૂરું પાડશે
જૂનાગઢ: મનપા આગામી દિવસોમાં કોર્પોરેશનના પ્રત્યેક ઘર સુધી પીવાનું ચોખ્ખું અને ફિલ્ટર વાળું પાણી આપવા માટે આગળ વધી રહી છે. જેને લઇને કોર્પોરેશન વિસ્તારમાં અંદાજિત 200 કરોડ કરતાં વધુના કામો ચાલી રહ્યા છે. જે આગામી દિવસોમાં પૂર્ણ થઈ જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં રજિસ્ટર થયેલા પ્રત્યેક ઘરને આગામી વર્ષથી પીવાનું ચોખ્ખું અને ફિલ્ટર કરેલું પાણી મળી શકે છે. જેના માટે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા પાછલા બે વર્ષથી સતત કામ હાથ પર લીધું હતું.
અંદાજિત 14 કિલોમીટરની કામગીરી પણ બિલકુલ અંતિમ તબક્કામાં
શહેરમાં બિછાવવામાં આવેલી જૂની પાઇપ લાઇન બદલીને તેમની જગ્યા પર નવી પાઇપ લાઇન નાખવાનું કામ પણ અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યું છે. જૂનાગઢને પીવાનું પાણી પુરું પાડતા વેલિંગ્ડન અને આણંદપુર ડેમમાંથી પાઇપલાઇન મારફતે અંદાજિત 14 કિલોમીટરની કામગીરી પણ બિલકુલ અંતિમ તબક્કામાં છે. જે પૂર્ણ થઈ જૂનાગઢ શહેર અને કોર્પોરેશન વિસ્તારના લોકોને પીવાનું શુદ્ધ અને ફિલ્ટર વાળું પાણી મળી શકશે.
આ પણ વાંચો: કચ્છમાં ઉનાળામાં પાણીની તંગી નહી સર્જાય
જૂનાગઢના મેયરે ETV Bharat સમક્ષ કરેલી વાતચીતમાં સમગ્ર મામલાને લઈને આપી માહિતી
જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહેલ ETV Bharat સમક્ષ કરેલી વાતચીતમાં સમગ્ર પીવાના પાણીની પરિયોજના અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. તેમણે જણાવ્યું હતું કે, જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં પીવાનું પાણી પુરૂં પાડતા વેલિંગ્ડન આણંદપુર અને પાદરીયા ફિલ્ટર પ્લાન્ટ ત્રણ મુખ્ય પીવાના પાણીના સોર્સ તરીકે આજે જોવા મળે છે. આ ત્રણેય જગ્યાને એક પાઇપ લાઇન મારફતે સાંકળીને સમગ્ર જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પાડવાની પરિયોજના બિલકુલ સાકાર થવા પર જોવા મળે છે. આ પરિયોજના ટૂંક સમયમાં પૂર્ણ થવાથી જૂનાગઢના તમામ લોકોને પીવાનું શુદ્ધ અને ફિલ્ટર કરેલું શુદ્ધ પાણી કોર્પોરેશન પ્રત્યેક ઘર સુધી પહોંચાડવા જઈ રહી છે.
પાણીને લઇને જૂનાગઢ મનપા તંત્ર અને કોઈ વિશેષ મુશ્કેલી જોવા મળતી નથી
વાત પાછલા બે વર્ષની કરીએ તો જૂનાગઢ મનપા તંત્ર અને પીવાના પાણીને લઈને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય તેવું જોવા મળતું ન હતું. વર્ષ 2018 કે તેની પહેલા ઉનાળાના બે મહિના કોર્પોરેશન વિસ્તારના અંતરિયાળ વિસ્તારો તેમજ ઝાંઝરડા રોડ વિસ્તારમાં જૂનાગઢ મનપા ટેન્કર દ્વારા પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડતી હતી.
પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થવાના કિસ્સાઓ પણ વર્ષ 2018 પહેલાં ઉનાળા દરમિયાન ખાસ જોવા મળતા હતા, પરંતુ હવે જ્યારે સમગ્ર કોર્પોરેશન વિસ્તારમાં નવી પાઇપ લાઇનની પરિયોજના પૂર્ણ થવા તરફ આગળ વધી રહી છે. જેના કારણે પાણીના ટેન્કર અને પાણીની પાઇપ લાઇનનામાં ભંગાણ સર્જાવા જેવી અનેક પળોજણ અને મુશ્કેલ ભરી પરિસ્થિતિ માંથી જૂનાગઢ મનપાના તંત્રને સો ટકા રાહત મળશે તેવો ભરોસો પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: નલ સે જલ યોજના: રાજ્યના 5 જિલ્લાના તમામ મકાનમાં 2 ઓક્ટોબર સુધી પાણી પહોંચાડીશું: CM રૂપાણી
પાણી પુરવઠા બોર્ડ અને રાજ્ય સરકારના સંયુક્ત અભિયાનથી પૂરું પાડશે
જૂનાગઢમાં આવેલો ઓજી વિસ્તાર અહીં વર્ષોથી પીવાનું પાણી, પાણી પુરવઠા બોર્ડ પાઇપ લાઇન મારફતે રાજ્ય સરકારના આર્થિક સહયોગથી પુરુ પાડી રહી છે. આગામી વર્ષોમાં આ વિસ્તારમાં પણ જૂનાગઢ મનપા દ્વારા પીવાના પાણીનું યોગ્ય નેટવર્ક ઊભું કરીને આ વિસ્તારમાં પણ જૂનાગઢ મનપા પ્રત્યેક ઘર સુધી પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવા તરફ આગળ વધી શકે છે. જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ 50 કરોડ કરતાં વધુની રકમ ફાળવવામાં આવી છે.
આ રકમથી પાણીનું નેટવર્ક સુચારુંરૂપે ચાલી શકે તેમાં કોઇ વિક્ષેપ ઊભો ન થાય તેને ધ્યાને લઇને પાયાની તમામ બાબતો સો ટકા પૂર્ણ થાય તે દિશામાં મનપા તંત્ર આગળ વધી રહ્યું છે અને તમામ કામ પૂર્ણ થવાથી જૂનાગઢના લોકોને એકાંતરા દિવસે પીવાનું ચોખ્ખું અને ફિલ્ટર કરેલું પાણી મળી રહે તે દિશામાં કોર્પોરેશન તંત્ર આગળ વધી રહ્યું છે.