ETV Bharat / city

રસથી રહ બોળ જાબું: કેસર કેરી બાદ હવે લોકો બીજી રીતે ગીર તરફ થઈ રહ્યા છે આકર્ષિત - ગુજરાતમાં ફળોની ખરીદી

ગીરની કેસર કેરી બાદ હવે ભારતના લોકોને (Black Jamun in Junagadh) રાવણાએ પણ ગીર પંથક તરફ આકર્ષિત કરી રહ્યા છે. જૂનાગઢના વંથલીમાં લોકો દિલ્હી, પંજાબ જેવા રાજ્યોમાંથી રાવણા (Vanthali Purchase Black Jamun) ઉર્ફ કાળા જાંબુની ખરીદી કરતાનો જમાવડો જોવા મળ્યો હતો.

રસથી રહ બોળ જાબું: કેસર કેરી બાદ હવે લોકો બીજી રીતે ગીર તરફ થઈ રહ્યા છે આકર્ષિત

author img

By

Published : Jun 17, 2022, 9:44 AM IST

જૂનાગઢ : ગીરની કેસર બાદ રાવણા ઉત્તર ભારતના લોકોને (Black Jamun in Junagadh) આકર્ષિત કરી રહ્યા છે. વંથલી પંથકમાં પાકતા રાવણાને ઉત્તર ભારતમાં કાલા જાંબુ તરીકે પણ ઓળખવામાં આવે છે. વંથલી પંથકના રાવણા કદ અને સ્વાદને કારણે સમગ્ર દેશમાં અદકેરું માન-સન્માન ધરાવે છે. જેના કારણે રાવણાની ખરીદી કરવા માટે વંથલી પંથકમાં ઉત્તર ભારતના મોટા વેપારીઓનો (Vanthali Purchase Black Jamun) જમાવડો જોવા મળી રહ્યો છે.

ગીરની ધરતીએ ડાલામથા હાવજ, કેસર કેરી બાદ રાવણાએ કર્યા લોકોને આકર્ષિત

ઉત્તર ભારતના વેપારીનો થયો જમાવડો - કોરોના સંક્રમણ દૂર થતા ફરી એક વખત વંથલી અને જૂનાગઢ પંથકમાં પાકતા રાવણાની માંગ સમગ્ર દેશમાં વધતી જતી જોવા મળી રહી છે. વંથલીના રાવણાની ખરીદી માટે આ વર્ષે દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાંથી વેપારીઓ જૂનાગઢ આવીને રાવણાની ખરીદી કરી રહ્યા છે. જેને કારણે રાવણાના પ્રતિ કિલો 200 થી 250 રુપીયા સુધીના બજાર ભાવ મળી રહ્યા છે. વંથલીના રાવણાની દિલ્હી અને કલકત્તા સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ ભારે માંગ હોવાને કારણે ત્યાં મોકલવામાં આવે છે. તેની ખરીદી કરવા માટે ઉત્તર ભારતના (Purchase of Fruits in Gujarat) ફળના મોટા વેપારીઓ વંથલીમાં મુકામ કરી રહ્યા છે.

ગુણવત્તા વાળા રાવણા
ગુણવત્તા વાળા રાવણા

કેરી બાદ રાવણાએ ઓળખ જમાવી - જુનાગઢ પંથકમાં પાકતી કેસર કેરીની સમગ્ર વિશ્વમાં માંગ છે, ત્યારે આ જ વિસ્તારમાં બીજા ફળ પાક તરીકે રાવણા એટલે કે કાળા જાંબુની પણ સમગ્ર દેશમાં ભારે માંગ જોવા મળી રહી છે. રાવણાની ખરીદી માટે વેપારીઓ દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાંથી જૂનાગઢ અને વંથલી પંથકમાં ખરીદી કરવા માટે આવતા હોય છે. તેને કારણે વેપારીઓ રાવણાની ખરીદી માટે વંથલી આવવાનું ટાળતા હતા. પરંતુ, આ વર્ષે દિલ્હી અને ઉત્તર ભારતના વેપારીઓ રાવણાની ખરીદી કરવા માટે પાછલા એક મહિનાથી વંથલીમાં (Vanthali Black Plum) મુકામ કરી રહ્યા છે.

સ્વાદીષ્ટ કાળા જાંબુ
સ્વાદીષ્ટ કાળા જાંબુ

આ પણ વાંચો : Junagadh Kesar Mango: કેરીના સંશોધનમાં ખેડૂતે મેળવી સિદ્ધિ, જાણો કેરીમાં શું છે વિશેષતા

બજાર ભાવોમાં જોવા મળ્યો ઉછાળો - ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રાવણામાં બજાર ભાવોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. કેરી બાદ વંથલી પંથકને એક નવી ઓળખ રાવણા અપાવી રહ્યા છે. જેની માંગ આજે દેશના અલગ-અલગ રાજ્યોમાં જોવા મળે છે. વંથલી પંથકમાં પાકતા રાવણાં ખાસ કરીને તેના આકાર અને સ્વાદને લઈને બધાથી અલગ તરી આવે છે. જેનાથી આકર્ષિત થઈને દિલ્હી અને ઉત્તર ભારતના (Black Plum Purchase) ફળના મોટા વેપારીઓ સીધા વંથલી આવીને એક મહિના સુધી રોકાણ કરે છે. ત્યાં સુધી રાવણાની સિઝન પૂરી ન થાય ત્યાં સુધી તમામ રાવણાની ખરીદી કરે છે. જે બાદ રાવણાને દિલ્હી અને ત્યાંથી અન્ય રાજ્ય તેમજ વિદેશોમાં પણ મોકલવામાં આવે છે.

રસથી રહ બોળ કાળા જાબું
રસથી રહ બોળ કાળા જાબું

આ પણ વાંચો : Mango Tree in Pot : કેવી રીતે ઊગી ફૂલછોડના કુંડામાં મીઠી મધુર કેરી

હજારો કિલોમાં રાવણાની આવક - વંથલી માર્કેટિંગ યાર્ડમાં સારી ગુણવત્તા વાળા રાવણાના 200 થી લઈને 250 રૂપિયા અને મધ્યમ ગુણવત્તા વાળા રાવણાના 100થી લઈને 120 રૂપિયા જેટલા ભાવ પ્રતિ કિલોના મળી રહ્યા છે. હાલ પ્રતિ દિવસે 500થી લઇને 700 કિલો રાવણા વંથલી માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે. આ વર્ષે રાવણાની આવક ઓછી હોવા છતાં તેના બજાર ભાવ સારા મળી રહ્યા છે. જેને કારણે 45 દિવસ ચાલનારી રાવણાની આ સિઝન વરસાદ ન પડે તો વધુ ચાલી શકે તેમ છે. પરંતુ, વરસાદી વાતાવરણ રાવણાની સિઝન અને તેના બજાર ભાવો પર વિપરિત અસરો પણ સર્જી શકે તેમ છે. હાલ વંથલી માર્કેટિંગ યાર્ડમાંથી પ્રતિ દિવસ એક કિલોના 200થી 300 બોક્સ દિલ્હી અને કલકત્તા તેમજ 50 કિલોના 100 જેટલા બોક્સ દેશના (Purchase of Fruits in India) અન્ય રાજ્યોમાં વંથલી માથી મોકલવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.