- કેન્દ્રીય પ્રધાનમંડળમાં કેબિનેટ પ્રધાન તરીકે સામેલ થયા પરષોત્તમ રૂપાલા
- ડેરી વિકાસ વિભાગમાં વિધિવત રીતે પ્રધાન તરીકેના કામકાજનો કર્યો પ્રારંભ
- આગામી દિવસોમાં ડેરી વિકાસ પશુપાલન અને દૂધ ઉત્પાદનની દિશામાં નવી યોજના અંગે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી
જૂનાગઢ: 7 જૂલાઈએ કેન્દ્રીય પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સભાના સાંસદ અને વર્તમાન સરકારમાં કૃષિ અને પંચાયતી રાજ્યપ્રધાન તરીકે કામ કરી રહેલા પરષોત્તમ રૂપાલાને પ્રમોશન આપીને કેન્દ્રીય મંત્રીમંડળમાં કેબિનેટ પ્રધાન તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. બુધવારે રાત્રે રાષ્ટ્રપતિ ભવનમાં રૂપાલાએ વિધિવત રીતે કેબિનેટ પ્રધાનના શપથ લીધા હતા. ત્યારે 8 જૂલાઈએ તેમણે તેમને ફાળવવામાં આવેલા નવા ડેરી વિકાસ મંત્રાલયમાં વિધિવત રીતે હોદ્દો ગ્રહણ કર્યો હતો. નવા મંત્રાલયમાં પદ ગ્રહણ કર્યા બાદ રૂપાલાએ વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા અને પક્ષના કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: Cabinet reshuffle : ગુજરાતના 3 નવા ચહેરાઓને સ્થાન , રૂપાલા અને માંડવિયાને પ્રમોશનની શક્યતા
આગામી દિવસોમાં દેશમાં ડેરી વિકાસને લઇને નવી યોજનાઓ થકી શ્વેતક્રાંતિ લાવવાની રૂપાલાએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી
ગુજરાતને શ્વેતક્રાંતિનુ જનક આજે પણ માનવામાં આવે છે. સહકારી સંસ્થાઓ અને ખાસ કરીને દૂધ ઉત્પાદક મંડળીઓ આજે ગુજરાતમાં ખૂબ જ સફળતાપૂર્વક ચાલી રહી છે. ત્યારે ગુજરાતની શ્વેતક્રાંતિ સમગ્ર દેશમાં પહોંચે અને દેશભરના પશુપાલકો ગુજરાતની શ્વેતક્રાંતિને સમજે અને દેશમાં દૂધનું ઉત્પાદન વધે સાથે સાથે પશુપાલન વ્યવસાય પણ ખૂબ જ ઉન્નત બને તેને ધ્યાને રાખીને રૂપાલાને કેન્દ્રીય પ્રધાનપરિષદમાં ડેરી વિકાસપ્રધાન તરીકે સામેલ કરવામાં આવ્યા છે. આ ક્ષેત્રમાં ખૂબ સારી પકડ ધરાવતા હોવાના કારણે પણ વડાપ્રધાન મોદી તેમના પર ભરોસો મૂક્યો છે, ત્યારે નવા મંત્રાલયમાં પદ ગ્રહણ કરવાની સાથે જ રૂપાલાએ સમગ્ર દેશમાં ડેરી ઉદ્યોગ અને ખાસ કરીને પશુપાલનની દિશામાં નવી યોજનાઓ થકી ડેરી ઉદ્યોગ અને પશુપાલન ક્ષેત્ર વધુ ઉન્નત બને તે માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાની સાથે નવા સોંપવામાં આવેલા ડેરી વિકાસ મંત્રાલયમાં પરષોત્તમ રૂપાલાએ 8 જૂલાઈએ પદ ગ્રહણ કરીને કામકાજ શરૂ કર્યું છે.