ETV Bharat / city

Junagadh Carrot Cultivation: જૂનાગઢના ખેડુતને ગાજરની ખેતીએ અપાવ્યુ પદ્મશ્રી સન્માન

author img

By

Published : Feb 4, 2022, 9:25 PM IST

જૂનાગઢના ખેડૂત વલ્લભભાઈ મારવાણીયાને ગાજરની ખેતી (Junagadh Carrot Cultivation)એ પદ્મશ્રી સન્માન (Junagadh Padma Shri)અપાવ્યુ છે.

Junagadh Carrot Cultivation: જૂનાગઢના ખેડુતને ગાજરની ખેતીએ અપાવ્યુ પદ્મશ્રી સન્માન
Junagadh Carrot Cultivation: જૂનાગઢના ખેડુતને ગાજરની ખેતીએ અપાવ્યુ પદ્મશ્રી સન્માન

જૂનાગઢ: 50 વર્ષ કરતાં વધુ સમયથી એક માત્ર દેશી જાતિના ગાજરનું વાવેતર (Junagadh Carrot Cultivation) કરનાર ખામધોળ ગામના ખેડૂત વલ્લભભાઈ મારવાણીયાને પદ્મશ્રી એવોર્ડ(Junagadh Padma Shri)નુ સન્માન આપાવી ચુક્યુ છે. ખામધ્રોળ ગામ ગાજરની ખેતીને લઈને સમગ્ર ગુજરાતમાં નામના મેળવી ચૂક્યું છે. વર્ષોથી ખામધ્રોળ ગામની ખેતી લાયક જમીનમાં ગાજરની પારંપારિક ખેતી થતી આવી છે.

વર્ષ 1950થી ગાજરની પરંપરાગત ખેતી

ખામધ્રોળ ગામના ગાજરની સમગ્ર દેશમાં આજે પણ માગ જોવા મળે છે. ખામધ્રોળ ગામમાં પાકતું ગાજર તેના કલર અને સ્વાદને લઈને પણ બેજોડ માનવામાં આવે છે. વર્ષ 1950થી ખામધ્રોળનો મારવાણીયા પરિવાર ગાજરની એક માત્ર પરંપરાગત ખેતી (Traditional cultivation of carrots) કરી રહ્યો છે. જેને ધ્યાને લઇને વર્ષ 2019માં કેન્દ્ર સરકારે ખેતી સાથે સંકળાયેલા વલ્લભભાઈ મારવાણીયાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા હતા અને ત્યારથી જુનાગઢ ગાજરની ખેતી માંથી પદ્મશ્રી મેળવી શકે છે તેવું આદર્શ અને ઉમદા ઉદાહરણ ખેડૂતોમાં રજૂ કર્યુ હતુ.

આ પણ વાંચો: Saraswati Puja 2022: વસંત પંચમીના દિવસે સફેદ અને પીળા ફૂલોથી મા સરસ્વતીની પૂજા કરો

જૂનાગઢમાં પાંચ કરતાં વધુ વ્યક્તિઓને પદ્મશ્રી

જૂનાગઢ શહેર અને જિલ્લામાં પાંચ કરતાં વધુ વ્યક્તિઓને પદ્મશ્રી એવોર્ડ (Junagadh Padma Shri)થી સન્માનવામાં આવ્યા છે, જેમાં સાહિત્યકારો અને કવિઓનો સમાવેશ થાય છે. દિવાળીબેન ભીલ, દાદુદાન ગઢવી, ભીખુદાન ગઢવી સહિત પાંચ જેટલા લોકોને તેના ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ પદ્મશ્રી સન્માનથી નવાજવામાં આવ્યા હતા, પરંતુ કૃષિ ક્ષેત્ર અને તેમાં પણ ગાજરની ખેતીને લઈને પદ્મશ્રી એવોર્ડ જૂનાગઢને પ્રથમ વખત ખામધ્રોળ ગામના ખેડૂત દિવંગત વલ્લભભાઈ મારવાણીયાની મહેનતે અપાવ્યો છે.

આ પણ વાંચો: Surat AAP Corporators Resign: સુરત AAPના 5 કોર્પોરેટરનું પક્ષમાંથી રાજીનામું, એક કોર્પોરેટરને મળી નોટિસ

વર્ષો પૂર્વે પશુ આહાર તરીકે જ ઓળખાતું

વર્ષો પૂર્વે ગાજરને પશુ આહાર તરીકે ઓળખવામાં આવતું હતું ખેડૂતો પોતાના દુધાળા પશુઓને ચારા તરીકે આપવા માટે ગાજરનું વાવેતર કરતા હતા, પરંતુ ધીમે-ધીમે લોકોનો વિચાર બદલાયો અને આયર્ન અને બીટા કેરોટીનની પ્રચુર માત્રા ધરાવતું ગાજર રસોડામાં પ્રવેશ્યુ. આજે નાના ઘરથી લઇને પાંચ સિતારા હોટલના રસોડામાં પણ ગાજરનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. ગાજરનો હલવો અને ગાજરનું અથાણું આજે પણ પ્રત્યેક સ્વાદ રસીકો માટે પહેલી પસંદ બનતું હોય છે. ત્યારે પશુ આહારથી રસોડું અને પાંચ સિતારા હોટલમાં સ્થાન જમાવ્યા બાદ આજે ગાજર જૂનાગઢને પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.