ETV Bharat / city

last day of navratri: ગિરનાર તળેટીના ભારતી આશ્રમમાં બાલિકા પૂજન સાથે કરાયું નવરાત્રીનું સમાપન - Navratri conclusion

આજે ભારતી આશ્રમમાં નવરાત્રિના અંતિમ નોરતા (last day of navratri) ના પાવન પ્રસંગે બાલિકા પૂજન અને યજ્ઞમાં વિધિ- વિધાન અને મંત્રોચ્ચાર સાથે આહુતિ આપીને નવલા નોરતાને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આશ્રમમાં આયોજિત યજ્ઞમાં ભૂદેવો દ્વારા ધાર્મિક મંત્રોચ્ચાર સાથે નોરતાની પૂર્ણાહુતી યજ્ઞમાં હાજરી આપીને પારંપરિક રીતે નોરતાની પૂર્ણાહુતિ કરી હતી.

Navratri 2021
Navratri 2021
author img

By

Published : Oct 14, 2021, 9:59 PM IST

  • નોરતાના અંતિમ દિવસે ભારતી આશ્રમમાં કરવામાં આવ્યું પૂજન
  • દર વર્ષે નવરાત્રીના નવ દિવસ દરમિયાન કરવામાં આવ્યું યજ્ઞનું આયોજન
  • નવરાત્રીના નવ દિવસો દરમિયાન વિધિ-વિધાન સાથે યજ્ઞમાં આપવામાં આવે છે આહુતિ
  • અંતિમ દિવસે બાલિકા પૂજનની સાથે નવરાત્રિના મહાયજ્ઞનુ થાય છે સમાપન

જૂનાગઢ: ભવનાથ તળેટીમાં આવેલા ભારતી આશ્રમમાં વિધિ- વિધાન સાથે નવલા નોરતાની પૂર્ણાહુતિ (last day of navratri) કરવામાં આવી હતી. વર્ષોથી ભારતી આશ્રમમાં નવરાત્રીના નવ દિવસો દરમિયાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે. જેમાં આહુતિઓ આપીને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તે માટે નવ દિવસ મા જગદંબાની પૂજા અને યાચના કરવામાં આવતી હોય છે. નવ દિવસ મહાયજ્ઞમાં આહુતિ આપીને સમગ્ર જગતનું કલ્યાણ થાય તેવી ભાવના સાથે મહાયજ્ઞનું આયોજન કરાતું હોય છે. ભારતી આશ્રમના સંત મહાદેવ ભારતીની હાજરીમાં તેમજ પંડિતો દ્વારા ઉચ્ચારવામાં આવેલા મંત્રોચારની વચ્ચે આજે નવમા નોરતે મહાયજ્ઞમાં આહૂતિઓ આપવામાં આવી હતી.

ગિરનાર તળેટીના ભારતી આશ્રમમાં બાલિકા પૂજન સાથે કરાયું નવરાત્રીનું સમાપન

નવમા દિવસે બાલિકાનું પૂજન કરીને નવરાત્રિની કરાઈ પૂર્ણાહુતિ

નવરાત્રીના નવમા દિવસે ભારતી આશ્રમના સંત મહાદેવ ભારતી દ્વારા યજ્ઞ કુંડ નજીક બાલિકાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિનો તહેવાર શક્તિના તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે, ત્યારે શક્તિસ્વરૂપા બાલિકાઓનું નવ દિવસ દરમિયાન પૂજન કરવાનું પણ આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ માનવામાં આવ્યું છે. તે મુજબ આજે ગુરુવારે ભારતી આશ્રમમાં સંત મહાદેવ ભારતી દ્વારા બાલિકાઓનું પૂજન કરીને નવરાત્રિના પર્વ ઉજવણી કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.