ETV Bharat / state

વઘઈથી સરકારી અનાજ ભરેલા ટ્રકની ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ શખ્સોની ધરપકડ - SURAT NEWS

ડાંગના વઘઈથી ચોરી થયેલા સરકારી અનાજનો જથ્થો ભરેલા ટ્રકને સુરત LCBની ટીમ દ્વારા માંડવીના ધોબણીનાકાથી તરસાડા જતા માર્ગ પરથી ઝડપી પાડવામાં આવી હતી.

વઘઈથી સરકારી અનાજ ભરેલા ટ્રકની ચોરીનો ભેદ ઉકેલાયો
વઘઈથી સરકારી અનાજ ભરેલા ટ્રકની ચોરીનો ભેદ ઉકેલાયો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 16 hours ago

સુરત: શહેરની એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે ટીમને ડાંગ જિલ્લાના વઘઇથી રાત્રિના સમયે સરકારી અનાજનો જથ્થો ભરેલી ટ્રકની ચોરી થઈ હોવાની બાતમી મળી હતી. આથી સુરતની એલસીબી/પેરોલો શાખાની અલગ અલગ ટીમ દ્વારા સુરત જિલ્લામાં અલગ અલગ રૂટ પર નાકાબંધી કરવામાં આવી હતી. તેમજ અંગત હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા: આ દરમિયાન એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, માંડવી ગામની હદમાં ધોબણી નાકાથી તરસાડા જતાં માર્ગ પર મસીદખાન નામનો ઈસમ તેના સાગરીતો સાથે ટ્રક નંબર GJ15AV3033 તથા ટ્રક નંબર UV70CT5467માં અનાજનો જથ્થો ભરી કોઈને વેચાણ કરવા માટે આવ્યો છે. આ બંને ટ્રકમાં ભરેલો અનાજનો જથ્થો ત્યાંથી સગેવગે કરવાની પેરવીમાં છે. જેથી બાતમીના આધારે પોલીસે રેડ કરતા બંને ટ્રક સાથે ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા. જ્યારે એક શખ્સ પોલીસને જોઈને નાસી છૂટ્યો હતો.

વઘઈથી સરકારી અનાજ ભરેલા ટ્રકની ચોરીનો ભેદ ઉકેલાયો (Etv Bharat Gujarat)

શખ્સોએ સમગ્ર ઘટનાનો કર્યો ખુલાસો: પોલીસને એક ટ્રકમાંથી સરકારી અનાજ ઘઉંનો જથ્થો તેમજ બીજી ટ્રકમાંથી ખાનગી મકાઈનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પકડાયેલા આરોપીઓ મસીદખાન જુમેય ખાન (ઉ.વ.44, રહે કુલ્હીપુર, પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ), મોહમદ સહેનશા મોહમદ ગુલહશન (ઉ.વ.24, રહે. મવયામિયા, પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ) અને મોહમદ સમીર નસીબ કુરેશી (ઉ.વ. 19, રહે કુલ્હીપુર, પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ)ની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે, 'ટ્રક નંબર UV70CT5467ના માલિક મસીદખાન પોતાની ટ્રકમાં નાસિકથી મકાઈ ભરી આવતા હતા. તે સમયે વઘઈ નજીક સરકારી અનાજ ભરેલી ટ્રકને તમામ શખ્સે ભેગા મળી ચોરી કરી લીધી હતી અને પોતાની ટ્રકમાં ભરેલો મકાઈનો જથ્થો જે અમદાવાદ આપવાનો હતો, તેને પણ બારોબાર વેચાણ કરવાનું નક્કી કર્યુ હતું.

સરકારી અનાજ
સરકારી અનાજ (Etv Bharat Gujarat)

કુલ 54,93,770 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો: ફરાર થઈ ગયેલો અર્પી મહેફૂઝ નામના ઈસમે માંડવી ખાતે પોતાના સંપર્કવાળા કોઈ માણસને વાત કરી હતી. જેને તેઓ આ જથ્થો વેચાવા માંડવી આવ્યા હતા. પોલીસે 25,195 કિલો ઘઉંનો જથ્થો કિંમત રૂ.13,60,530 તેમજ ચોરી કરેલી ટાટા ટ્રક સહિત બે ટ્રકની કિંમત રૂ. 35 લાખ, મકાઈનો જથ્થો કિંમત રૂ. 6,17,400 ચાર મોબાઈલ ફોન કિંમત રૂ. 15,500 અને રોકડા રૂ. 340 મળી કુલ 54,93,770 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એલસીબી પોલીસે વઘઇ પોલીસને જાણ કરવામાં આવી હતી.

સરકારી અનાજ ભરેલો ટ્રક
સરકારી અનાજ ભરેલો ટ્રક (Etv Bharat Gujarat)

મસીદખાન સામે ગુનાહિત ઈતિહાસ: પોલીસ પૂછપરછ દરમિયાન ICJS પોર્ટલ પર આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ સર્ચ કરતાં પકડાયેલો આરોપી મસીદખાન વિરુદ્ધ ઉત્તરપ્રદેશના અલગ અલગ પોલીસ મથકમાં ચોરી, લૂંટ, હત્યાનો પ્રયાસ, એક્સસ્પોલીઝવ એક્ટ સહિતના 6 જેટલા ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું.

આ પણ વાંચો:

  1. ધાનેરામાં બોલાચાલીનો મામલો હત્યામાં ફેરવાયો, ભત્રીજા પર કાકાની હત્યાનો આરોપ
  2. જેતપુરમાં ખારવા સમાજ દ્વારા DPC પ્રોજેક્ટ પડતો મૂકવાની માંગ, દરિયાઈ જીવસૃષ્ટિ બચાવવાની માંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.