- મહાશિવરાત્રીના મહાપર્વની પૂર્વ સંધ્યાએ શિવમય બની ગિરિ તળેટી
- ધીમે ધીમે ગિરિ તળેટી હર હર મહાદેવના નાદથી ગુંજતી જોવા મળી રહી છે
- કોરોના સંક્રમણને કારણે મર્યાદિત શિવ ભક્તોની હાજરીમાં શિવરાત્રીનું પર્વ ઉજવાયું
જૂનાગઢ: મહાશિવરાત્રીના મહાપર્વની પૂર્વ સંધ્યાએ ભવનાથની ગિરિ તળેટી હર હર મહાદેવ અને બમ-બમ ભોલેના નાદથી ગુંજતી જોવા મળી રહી છે. મહાશિવરાત્રીના મહાપર્વની પૂર્વસંધ્યાએ શિવરાત્રીના મેળાનો માહોલ બનતો જોવા મળી રહ્યો છે. આ વર્ષે કોરોના સંક્રમણને કારણે સામાન્ય પ્રવાસીઓને મેળામાં પ્રવેશ આપવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેને લઇને ખૂબ ઓછી સંખ્યામાં શિવભક્તોની હાજરીમાં મહાશિવરાત્રીનું મહાપર્વ આવતીકાલે ઉજવવા જઇ રહ્યું છે. જેને લઇને ગિરિ તળેટીનો માહોલ શિવમય બનતો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: મહાશિવરાત્રી અને માઘ મેળાનું થશે આયોજનઃ મહામંડલેશ્વર હરીગીરી મહારાજ
મહાશિવરાત્રીના પર્વની પૂર્વ સંધ્યાએ ગિર તળેટી શિવભક્તોની હાજરીથી જીવંત બની
સામાન્ય લોકોને પ્રવેશબંધી ને કારણે તળેટીમાં સાધુ સંન્યાસીઓની વિશેષ હાજરી જોવા મળી રહી છે. અખાડાઓ અને સંન્યાસીઓના સેવક કે જેમને વહીવટી તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે તેવા શિવભક્તો જોવા મળી રહ્યા છે. વર્ષો બાદ મહાશિવરાત્રીના પર્વને લઇને ગિરિ તળેટીમાં જૂજ માત્રામાં શિવભક્તો હાજર જોવા મળી રહ્યા છે. પરંતુ ગિરિ તળેટીનો માહોલ ધાર્મિકતાની સાથે શિવમય પણ બનતો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: નાગા સંન્યાસીઓએ મહાશિવરાત્રી મેળાને લઈને સરકારના નિર્ણયથી અસંતોષ વ્યક્ત કર્યો