- જૂનાગઢ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ
- વિદ્યાર્થીઓ પુરતી સલામતી અને સાવચેતી સાથે અભ્યાસક્રમમાં જોડાયા
- શાળામાં 70 ટકા કરતાં વધુ વિદ્યાર્થીઓ રહ્યા હાજર
જૂનાગઢ: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આજથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 11ના વર્ગોનું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તે મુજબ આજે જૂનાગઢ શહેર અને જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પ્રત્યેક શિક્ષણની શરૂઆત થઈ છે. પાછલા દોઢેક વર્ષથી શાળા કક્ષાનું પ્રત્યક્ષ શિક્ષણ કોરોના સંક્રમણને કારણે બંધ જોવા મળતું હતું, ત્યારે હવે ઘટી રહેલા સંક્રમણ સાથે શાળામાં શિક્ષણકાર્ય પુનઃ ધબકતું જોવા મળી રહ્યું છે. જેને વિદ્યાર્થીઓ પણ આવકારી રહ્યા છે.
એક અઠવાડિયા પૂર્વે ધોરણ 12નું પ્રત્યક્ષીકરણ પણ થયું છે શરૂ
આજથી એક અઠવાડિયા પૂર્વે ધોરણ 10 અને 12નું શિક્ષણ શાળામાં પ્રત્યક્ષ રીતે શરૂ થયું છે. એક અઠવાડિયા દરમિયાન પ્રત્યેક્ષ શિક્ષણ કાર્યને લઇને કોઇ મુશ્કેલી કે સંક્રમણને લઈને કોઈ વિપરીત પરિસ્થિતિ સર્જાઈ નથી. જેને ધ્યાને રાખીને આજેથી ધોરણ 9 અને 11ના વર્ગોનું પણ પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થયું છે. આજે ઘણા સમય બાદ વિદ્યાર્થી મિત્રોએ શાળામાં એક સાથે બેસીને અભ્યાસની શરૂઆત કરી છે અને પ્રાર્થના કરી રહ્યા છે કે, સંભવીત કોરોના સંક્રમણની ત્રીજી લહેર દૂર રહે અને આ જ પ્રકારે તમામ પ્રકારનું શિક્ષણ કાર્ય પ્રત્યક્ષ રીતે શરુ રહે તેવી વિદ્યાર્થીઓએ પણ આજે પ્રાર્થના કરી છે અને પ્રથમ દિવસે શિક્ષણ કાર્યમાં ભાગ લઈને અભ્યાસનો પ્રારંભ કર્યો છે.
આ પણ વાંચો: આજથી શાળાઓમાં ધોરણ 9થી 11ના વર્ગોનો શુભારંભ
આ પણ વાંચો: રાજ્યમાં આજથી ધો-9 થી 11ના વર્ગો શરૂ