- કોરોના સંક્રમિત દર્દીઓને કોઈપણ મૂશ્કેલી ના પડે તેનું ધ્યાન રાખીને નર્સિંગ કર્મચારી ધરણામાં જોડાયા
- પ્રમોશન, સાતમું પગાર પંચ અને એલટીસી જેવા લાભોની માગ
- વર્ષો જૂની પડતર માંગણીઓને લઇને કર્યા ધરણા
જૂનાગઢઃ આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસથી સમગ્ર રાજ્યમાં નર્સિંગ કર્મચારીઓ દ્વારા તેમની પડતર માગણીઓને લઇને પ્રતિક ધરણા આંદોલન શરૂ કર્યું છે. જેમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલના વિભાગમાં કામ કરતા કર્મચારીઓએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પ્રતિક ધરણા યોજી તેમની પડતર માગણીઓને લઇને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યો હતો.
આ પણ વાંચોઃ સુરતમાં પગારની માગને લઈ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા
પ્રત્યેક કર્મચારીને સાતમા પગાર પંચનો લાભ આપવાની માગ
નર્સિંગ કર્મચારીઓએ તેમના પડતર પ્રશ્નો જેવા કે કર્મચારીઓને યોગ્યતાના ધોરણે પ્રમોશન આપવું, પ્રત્યેક કર્મચારીને સાતમા પગાર પંચનો લાભ આપવો, નર્સિંગ કર્મચારીઓને એલટીસી જેવી સુવિધાઓ આપવા જેવી અનેક પડતર માગણીઓને લઇને પ્રતિક ધારણા સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.
કોરોના દર્દીઓની અડચણ ન પડે તે રીતે પ્રતિક ધરણા કર્યા શરૂ
નર્સિંગ કર્મચારીઓએ કોરોના સંક્રમિત દર્દીઓને કોઈપણ પ્રકારની અગવડતા તેમની તબીબી સારવાર દરમિયાન ન પડે તેને ધ્યાને લઈને પ્રતિક ધરણા કર્યા હતા. જે કર્મચારીઓ ડ્યૂટી પુરી કરીને પરત ઘરે જઈ રહ્યા હતા તેમજ જે કર્મચારીઓ ડ્યૂટી પર સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા હતા, તે બધા કર્મચારીઓ પ્રતિક ધારણામાં જોડાયા હતા.
આ પણ વાંચોઃ GMERS નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોની બીજા દિવસે હડતાલ યથાવત્
આગામી દિવસોમાં નર્સિંગના કર્મચારીઓ સરકાર સામે પ્રતીકાત્મક ધરણા કરતા જોવા મળશે
આ પ્રદર્શન દરમિયાન હોસ્પિટલની તમામ તબીબી સુવિધાઓ પૂર્વવત રહેવા પામી હતી અને આ જ પ્રમાણે આગામી દિવસોમાં પણ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગના કર્મચારીઓ સરકાર સામે પ્રતીકાત્મક ધરણા કરતા જોવા મળશે.