જૂનાગઢઃ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન (Junagadh Corporation)વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે (Neglect of Junagadh Corporation)સતત વધી રહ્યો છે રખડતા ઢોર (Stray Animal in Junagadh)હવે લોકોને ઈજાઓ પણ કરી રહ્યા છે. પાછલા કેટલાક દિવસોથી જૂનાગઢ શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં (Junagadh Lakshminagar)રખડતાં ઢોરોના ત્રાસના કારણે કેટલાક લોકોને ઇજાઓ થવા પામી હતી. જે પૈકીના કેટલાકને તો હોસ્પિટલે સારવાર લેવા સુધીની ફરજ પડી હતી.
તંત્રની નિષ્ફળતા સામે આવી- જૂનાગઢ કોર્પોરેશન (Junagadh Corporation)વિસ્તારના લક્ષ્મીનગર એરિયામાં (Junagadh Lakshminagar)પાછલા કેટલાક દિવસોથી રખડતા ઢોરનો ત્રાસ (Stray Animal in Junagadh)ખાસ કરીને સાંજના સમયે ખુબ વકરતો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનું (Neglect of Junagadh Corporation)તંત્ર રખડતા ઢોરના ત્રાસ પર કાબૂ કરવામાં નિષ્ફળ નિવડયું છે. જેની આકરી સજા જૂનાગઢવાસીઓને થઈ મળી રહી છે. તેનો જીવતો જાગતો દાખલો ગઈકાલે લક્ષ્મીનગર વિસ્તારમાં સામે આવ્યો હતો.
આ પણ વાંચોઃ Cattle problem in Bhavnagar: ભાવનગરમાં ઢોરમાં હડકવાનો રોગ દર અઠવાડિએ એક બે કેસ
રખડતા ઢોરને કારણે શહેરીજનોની મુશ્કેલીમાં થયો વધારો - આ વિસ્તારમાં રખડતા ઢોરને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો (Junagadh Lakshminagar)સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ વિસ્તારના અગ્રણી હિતેશભાઈ વિશાણાએ જણાવ્યું હતું કે અમે ઘણા સમયથી રખડતાં ઢોરના (Stray Animal in Junagadh)ત્રાસને લઈને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન (Junagadh Corporation) તંત્રને અનેકવાર ફરિયાદો (Neglect of Junagadh Corporation) કરી ચૂક્યા છીએ. પરંતુ કોઇ નિરાકરણ આવ્યું નથી. ગઈકાલે ગાયે અકસ્માત સર્જતા અહીંથી પસાર થતા વાહનચાલકોને ઈજાઓ થવા પામી હતી જેને હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી.