જૂનાગઢ: આજે વૈશાખ સુદ ચોથ એટલે કે ભગવાન શ્રીહરિ વિષ્ણુના અવતાર (Vishnu Puran Stories) નૃસિંહની જયંતી છે. પૃથ્વી પર આસ્થાનું સંવર્ધન થાય અને ભક્ત પ્રહલાદનું રક્ષણ કરવા માટે આજના દિવસે શ્રીહરિ વિષ્ણું નર અને સિંહના રૂપમાં અવતાર ધારણ કરીને હિરણ્યકશિપુનો વધ કર્યો હતો. ત્યારથી વૈશાખ સુદ ચોથના દિવસે નૃસિંહ જયંતી (Narasimha Jayanti 2022) મનાવવામાં આવે છે. વૈશાખ સુદ ચોથ એટલે કે ભગવાન શ્રીહરિ વિષ્ણુના અવતાર નૃસિંહ જયંતી મનાવવામાં આવી રહી છે. સમગ્ર સૃષ્ટિમાં વિષ્ણુએ 10 અવતાર (Vishnu Avtar in Puran) ધારણ કરીને અનિષ્ટ અને રાક્ષસી તત્વોનો નાશ કરવા માટે અવતાર ધારણ કર્યા હતા. જોકે, પ્રભુ નૃરસિંહનું એક મંદિર જૂનાગઢમાં પણ આવેલું છે.
આ પણ વાંચો: દેશમાં અઝાન-હનુમાન ચાલીસા વિવાદ વચ્ચે યુપીમાં 8 મુસ્લિમને હિન્દુ નામ આપવામાં આવ્યા
નૃસિંહ પ્રાગટ્ય દિવસની કથા: હિરણ્યકશિપુના પુત્ર અને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત એવા પ્રહલાદનું રક્ષણ થાય અને સમગ્ર સૃષ્ટિ પર આસ્થાનું સર્જન થાય તે માટે આજના દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુએ નર અને સિંહ ના રૂપમાં સૃષ્ટિ પર નૃસિંહ અવતાર ધારણ કર્યો હતો. ત્યારથી આજના દિવસે તેમની જન્મ જયંતી મનાવવામાં આવી રહી છે. નૃસિંહ પ્રાગટ્ય દિવસ સાથે પણ કથા જોડાયેલી છે આજના દિવસે સ્તંભમાંથી હિરણ્યકશ્યપના પુત્ર પ્રહલાદનું રક્ષણ થાય અને સમગ્ર જગતમાં આસ્થાનું સંવર્ધન થાય તે માટે ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતારરૂપે પૃથ્વી પર અવતરણ કરીને રાક્ષસી તત્વોનો નાશ કર્યો હતો.
શા માટે લીધો આ અવતાર: ઋષિ કશ્યપ અને દિતીના બે પુત્રો હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનો સમગ્ર પૃથ્વી જગત પર ખૂબ જ ઉત્પાત જોવા મળતો હતો. હિરણ્યાક્ષના ત્રાસને દૂર કરવા માટે ભગવાન શ્રી વિષ્ણુએ વરાહ સ્વરૂપ ધારણ કરીને હિરણ્યાક્ષનો વધ કર્યો હતો. ભાઈનો વધ થતા હિરણ્યકશિપુ ખુબ કોપાયમાન થયો અને આકરી તપશ્ચર્યા કરીને બ્રહ્માજીને પ્રસન્ન કરી તેમની પાસેથી અજય રહેવાનું વરદાન પ્રાપ્ત કર્યું અજય વરદાન પ્રાપ્ત કર્યા બાદ હિરણ્યકશિપુ સમગ્ર સૃષ્ટિ પર ત્રાસ વધવા લાગ્યો હતો. આ સમય દરમિયાન તેમના ઘરે પુત્રનુ અવતરણ થયું અને તેનું નામ પ્રહલાદ રાખવામાં આવ્યું પ્રહલાદ જન્મથી રાક્ષસ કુળનો હોવા છતાં પણ તે વિષ્ણુનો પરમ ભક્ત હતો. તેમાં રાક્ષસ કુળના એક પણ લક્ષણો જોવા મળતા ન હતા. તે જોઈને હિરણ્યકશિપુ કોપાયમાન થાય છે. તેને બહેન હોલીકા સાથે પ્રહલાદને આગમાં ભસ્મીભૂત કરવાનુ પ્રપંચ રચે છે જેમાં હિરણ્યકશિપુ અસફળ રહે છે અને પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન શ્રીહરિ વિષ્ણુ નૃસિંહ અવતાર ધારણ કરીને ભક્ત પ્રહલાદને બચાવે છે.
આ પણ વાંચો: મોહિની એકાદશીના દિવસે બની રહ્યો છે રાજયોગ જેવો સંજોગ, આ રાશીઓના લોકોને થશે મોટો ફાયદો
પિતા પુત્ર વચ્ચે કડવાશ: હિરણ્યકશિપુ રાક્ષસી આચરણ ધરાવતો હતો. પરંતુ તેમનો પુત્ર પ્રહલાદ ધાર્મિક આચરણ અને ધર્મ તેમજ પૂજાવિધિમાં માનતો હતો. જેને કારણે હિરણ્યકશિપુ અને પ્રહલાદ વચ્ચે સંઘર્ષના અનેક બનાવો બનવા પામતા હતા. હિરણ્યકશિપુએ પ્રહલાદની ભક્તિને લઈને ખુબ ખુબ કોપાયમાન જોવા મળતો હતો. પ્રહલાદનું ધ્યાન ભક્તિથી દૂર થાય તેને લઈને તેણે અનેક રાક્ષસી વૃત્તિ અને પ્રવૃત્તિ કરી હતી. તેમ છતાં પ્રહલાદનું ધ્યાન ભગવાન શ્રીહરિ વિષ્ણુની ભક્તિથી દૂર ન થતાં હિરણ્યકશિપુ ખૂબ કોપાયમાન થાય છે. પોતાના પુત્રના વધ કરવા સુધીનો રાક્ષસી વિચાર કરીને તેને પૂર્ણ કરવા માટે પગલાં લે છે.
આ પણ વાંચો: Somnath Mahadev Temple: પ્રથમ જ્યોતિર્લિંગમાં બિરાજતા મહાદેવ સોમનાથ તરીકે કેમ પૂજાયા, પ્રાગટ્ય ઇતિહાસ જાણો
આ રીતે પ્રગટ્યા: હિરણ્યકશિપુએ પ્રહલાદની કસોટી કરતા તેને પૂછ્યું હતું કે દરેક જગ્યા પર શ્રી હરિ વિષ્ણુ નો વાસ છે જ્યારે પ્રહલાદે એના જવાબમાં હા કહ્યું હતું અત્ર તત્ર અને સર્વત્ર શ્રી હરિ વિષ્ણુનો વાસ છે તેનાથી કોપાયમાન થઈને હિરણ્યકશિપુએ સ્તંભ પર પ્રહાર કરતા તેમાંથી ભગવાન શ્રીહરિ વિષ્ણુ નૃસિંહ રુપે પ્રગટ થયા હતા. જેમાં મસ્તક સિહનું અને અન્ય શરીર માનવનું જોવા મળ્યું હતું. કોપાયમાન બનેલા શ્રીહરિ વિષ્ણુએ હિરણ્યકશિપુને તેના ખોળામાં ઊંચકીને ઘરના ઉંબર સુધી લઈ ગયા હતા. પરંતુ આ સમયે હિરણ્યકશિપુને બ્રહ્માજી દ્વારા મળેલા વરદાન મુજબ તેમનો વધ જળ જમીન અને આકાશ એમ ત્રણેય તત્વોમાં ન થઈ શકે હું ઘરની અંદર અને બહાર પણ ન મરું હું દિવસે પણ ન મરુ અને રાત્રે પણ મારુ મોત ના થઈ શકે કોઈ દેવ દૈત્ય કે મનુષ્ય કે પશુ પણ મારો વધ ન કરી શકે કોઈ શસ્ત્ર મને મારી નહીં શકે આવું વરદાન પ્રાપ્ત કરેલા હિરણ્યકશિપુનો વધ માટે ભગવાન શ્રી હરિકૃષ્ણ વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કર્યો હતો.