ETV Bharat / city

ગિરનાર રોપ વેના ઇ-લોકાર્પણની આમંત્રણ પત્રિકામાં નામ સમાવિષ્ટ ન થતા મેયરે આપી પ્રતિક્રિયા - names of former mla and mayor of junagadh exluded

24 ઓક્ટોબરે એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ વે રાષ્ટ્રને સમર્પિત થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સીંગ વડે ગિરનાર રોપ વેનું લોકાર્પણ કરશે ત્યારે સમગ્ર કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાંથી જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહિલ અને સાંસદ રાજેશ ચુડાસમાનું નામ ગાયબ થતા ચર્ચાનો દોર શરૂ થયો છે.

ગિરનાર રોપ વેના ઇ-લોકાર્પણની આમંત્રણ પત્રિકામાં નામ સમાવિષ્ટ ન થતા મેયરે આપી પ્રતિક્રિયા

author img

By

Published : Oct 23, 2020, 8:40 PM IST

  • સાંસદ રાજેશ ચુડાસમા તથા જૂનાગઢ મેયર ધીરુભાઈ ગોહિલનું નામ આમંત્રણ પત્રિકામાં નહી
  • જૂનાગઢમાં શરૂ થઇ ચર્ચાઓ
  • ઈટીવી ભારતે કરી મેયર સાથે વાત

જૂનાગઢ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ઓક્ટોબરે તેમના ડ્રીમ પ્રોજેક્ટ ગિરનાર રોપ વેનું ઇ-લોકાર્પણ કરવા જઇ રહ્યા છે ત્યારે આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહિલ અને સાંસદ રાજેશ ચુડાસમાનું નામ સામેલ કરવામાં આવ્યું નથી. જેને લઇને જૂનાગઢ શહેરમાં અનેક વાતો લોકમુખે ચર્ચાઇ રહી છે.

ઇટીવી ભારતે કરી જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહિલ સાથે વાતચીત

સમગ્ર મામલાને લઈને ઈટીવી ભારતે જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહિલ સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રથમ દ્રષ્ટિએ કોઈ ભૂલ થઇ હોય તેવું લાગી રહ્યું છે. આમંત્રણ પત્રિકા છપાવવાનો અધિકારીઓ નિર્ણય લેતા હોય છે, ત્યારે આ કોઈ અધિકારી કક્ષાએથી ભૂલ થઇ હોય તેવું તેઓ માની રહ્યા છે. જૂનાગઢની જનતાએ અમને જે કામ માટે લોક પ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલ્યા છે તે જ અમારા માટે સર્વોપરી છે. આમંત્રણ પત્રિકામાં નામ હોવું કે ન હોવું તે ગૌણ બાબત છે અને રાજનેતા તરીકે પ્રજાના પ્રશ્નો એ જ તેમનું સર્વોચ્ચ હિત છે. આ માટે તેઓ સતત કાર્ય કરતા રહેશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

ગિરનાર રોપ વેના ઇ-લોકાર્પણની આમંત્રણ પત્રિકામાં નામ સમાવિષ્ટ ન થતા મેયરે આપી પ્રતિક્રિયા

લોકોની અપેક્ષાઓ અને લાગણીઓ સર્વોચ્ચ

ગિરનાર રોપ-વેની લડાઈ માટે વર્ષ 1990થી સતત કામ કરી રહેલા મહેન્દ્ર મશરૂનો સંપર્ક પણ ઇટીવી ભારતે કર્યો હતો. તેઓ હાલ જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય છે પરંતુ સમગ્ર કાર્યક્રમમાં તેમના નામનો પણ ઉલ્લેખ પણ જોવા મળ્યો નથી. સમગ્ર મામલાને તેમણે રાજકીય નહીં પરંતુ પ્રજા હિત માટેનો ગણાવ્યો હતો અને આમંત્રણ પત્રિકામાં નામ વર્તમાન સત્તા સ્થાને રહેલા રાજનેતાઓના જ હોય છે માટે પૂર્વ ધારાસભ્યના નામ ન હોવાની વાતનો તેમણે સહજતાથી સ્વીકાર કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગિરનાર રોપ-વે શરૂ થાય તે માટેની આ લડાઈ આજે અંતિમ મુકામ તરફ આવી પહોંચી છે ત્યારે આવા સમયે લોકોની અપેક્ષાઓ લાગણીઓ સર્વોચ્ચ હોય છે. આમંત્રણ પત્રિકામાં નામ હોવું કે ન હોવું તે ગૌણ બાબત છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.