ETV Bharat / city

સાવચેતી, તકેદારી અને સમયસર ઉપચારથી મ્યુકોરમાઈકોસિસને માત આપી શકાય છે: ડૉ. મિતેશ ખોખાણી - Mucormycosis

પોસ્ટ કોરોના ઈફેક્ટ તરીકે ઓળખાતા અને ગુજરાતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન માથું ઉંચકનારી બીમારી મ્યુકોરમાઈકોસિસને લઈને ETV Bharat દ્વારા જૂનાગઢના જાણીતા આઈ સર્જન ડૉ. મિતેશ ખોખાણી સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ કોઈ નવો રોગ નથી, પરંતુ તે કોઈને પણ થઈ શકે છે. જેના કારણે લોકોએ કોરોના જેટલી જ તકેદારી રાખવી જોઈએ.

સાવચેતી, તકેદારી અને સમયસર ઉપચારથી મ્યુકોરમાઈકોસિસને માત આપી શકાય છે: ડૉ. મિતેશ ખોખાણી

author img

By

Published : May 11, 2021, 8:21 PM IST

  • મ્યુકોરમાઈકોસિસને લઈને ETV Bharatની જૂનાગઢના તબીબ સાથે ખાસ વાતચીત
  • માત્ર કોરોના બાદ જ નહીં, કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે મ્યુકોરમાઈકોસિસ
  • મ્યુકોરમાઈકોસિસ સામે તકેદારી અને સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી

જૂનાગઢ: કોરોના કાળમાં મ્યુકોરમાઈકોસિસ હડકંપ મચાવી રહ્યો છે. હાલમાં સમગ્ર રાજ્યમાં તેના દર્દીઓની સંખ્યામાં નોંધનીય વધારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે જૂનાગઢના જાણીતા આઈ સર્જન ડૉ. મિતેશ ખોખાણી સાથેની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, પૂરતી સાવચેતી અને તકેદારી સાથે ઉપચાર મળી રહે તો આ બીમારીથી બચી શકાય તેમ છે. જોકે, પ્રારંભિક તબક્કામાં જો લોકો બેદરકારી દાખવે તો ફૂગનો ચેપ મગજ સુધી પણ વિસ્તરી શકે છે. જે દર્દીની હાલત વધુ ઘાતકી બનાવી શકે છે.

સાવચેતી, તકેદારી અને સમયસર ઉપચારથી મ્યુકોરમાઈકોસિસને માત આપી શકાય છે: ડૉ. મિતેશ ખોખાણી

એકસાથે 3 નિષ્ણાત તબીબોની લેવી પડે છે મદદ

મ્યુકોરમાઈકોસિસના દર્દીની સારવાર માટે ENT (આંખ, નાક, ગળા) ના સર્જન, મેડિસિન ડિપાર્ટમેન્ટના ડૉક્ટર, આઈ સર્જન અને ડાયાબિટીસ કન્ટ્રોલ કરતા તબીબની સંયુક્ત ટીમે કામ કરવું પડે છે.એકસાથે આ પ્રકારના તબીબોની ટીમ દ્વારા કામગીરી કરવાની હોવાથી આ બીમારી અને તેની સારવાર બન્નેને ગંભીર માનવામાં આવે છે. જો કોઈપણ વ્યક્તિ સારવારમાં બેદરકારી રાખે તો ચેપ તેના મગજ સુધી પણ પહોંચી જાય છે. એવા કિસ્સામાં દર્દીનું જીવન બચાવવું ઘણું અઘરૂ થઈ જાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.