સતયુગના કુંભકર્ણના કળિયુગમાં જૂનાગઢમાં થઈ રહ્યા છે અલગ દર્શન
કુંભકર્ણ થાળી સ્વાદના શોખીનોને આકર્ષિત કરી રહી છે
એક વ્યક્તિ કુંભકર્ણ થાળી ને આરોગે તેને 11 હજાર રૂપિયાનું ઇનામ
બત્રીસ જાતના વ્યંજન થી ભરપુર ભરેલી થાળી

ગુજરાતી થાળી, પંજાબી થાળી, બંગાળી થાળી જેટલા રાજ્યો એટલી થાળી પરંતુ ગુજરાતીઓ સામે એક એવી થાળી આવી છે. જે માત્ર કુંભકરણ જ જમી શકે છે. જૂનાગઢના પટેલે રેસ્ટોરન્ટએ કુંભકરણના નામ પર થાળી રજૂ કરી છે. તે ઘણી બધી રીતે વિશેષ છે.બત્રીસ જાતના વ્યંજન થી ભરપુર ભરેલી થાળી એક માણસને ખાવી એ આજે પણ હિંમતનું કામ માંનવામા આવે છે. થાળીની વિશેષતા ની વાત કરીએ તો તેને પીરસવાની રીત જાણે કે મહારાજા સમક્ષ મહા ભોજન પીરસવામાં આવતું હોય તેવા અંદાજમાં કુંભકર્ણ થાળી સ્વાદ રસીકો સમક્ષ આવે છે. રામાયણમાં કુંભકરણ માટે જે રીતે ભોજન પીરસાતું હતું. બિલકુલ એ જ રીતે આ થાળીનો વિચાર સૌથી પહેલા હોટલના મેનેજર કૈલાશ સિંઘને આવ્યો હતો.
કુંભકરણ થાળી ખાનાર વ્યક્તિને ઇનામ આપવાની જાહેરાત

હોટલના મેનેજર કૈલાશ સિઘે ઈટીવી ભારત સમક્ષ વાત કરતાં થાળી અંગે જણાવ્યું હતું કે, આખા પરિવારને પરવડે અને લોકોને કંઈક નવું મળે તે માટે અમે કુંભકર્ણ થાળી શરૂ કરી છે. તેમાં મિષ્ઠાન થી લઈને અલગ અલગ પ્રકારના શાક કચુંબર અને પાંચ પ્રકારની રોટલી પીરસવામાં આવે છે. આ થાળીની કિંમત 1000 રૂપિયા રાખવામાં આવી છે. આ થાળીમાં પીરસવામાં આવતી વાનગીઓ 4 થી લઈને પાંચ લોકો ખાઈ શકે તેટલું ભોજન હોય છે, પરંતુ કોઈ એક વ્યક્તિ દ્વારા આખી થાળીને પૂર્ણ કરવામાં આવે તો 11 હજારનું ઇનામ હોટલના માલિકે કુંભકરણ થાળી ખાનાર વ્યક્તિને ઇનામ આપવાની જાહેરાત કરી છે. તેમનો દાવો છે કે એક વ્યક્તિ આ થાળી આરોગી શકતો નથી. જે પહેલો ગ્રાહક એકલો જ થાળી જમશે. તેને જેને ૧૧ હજાર રૂપિયાનું ઇનામ અમે રોકડ આપીશું, એટલું જ નહીં થાળી નું બિલ પણ સાથે માફ કરવાની જોગવાઈ પણ રેસ્ટોરન્ટના સંચાલકોએ કરી છે.


આ પણ વાંચો :