ETV Bharat / city

સોમનાથ મહાદેવ મંદિરમાં પ્રધાન પરસોત્તમ સોલંકીએ પરિવાર સાથે Corona guidelineનું કર્યું ઉલ્લંઘન

રાજ્યમાં કોરોનાના કેસ ઘટાડવા માટે એક તરફ સરકાર લોકોને કોરોનાની રસી લેવા અને કોરોનાની ગાઈડલાઈન (Corona guideline)નું પાલન કરવા અપીલ કરે છે. તો બીજી તરફ રાજ્ય સરકારના જ પ્રધાન પરસોત્તમ સોલંકી (Minister Parshottam Solanki) સરકારની આ અપીલની મજાક ઉડાવતા જોવા મળી રહ્યા છે. આ પ્રધાનનો પરિવાર સોમદેવ મહાદેવ મંદિર પર ધ્વજા ફરકાવવા જઈ રહ્યો હતો. તે દરમિયાન કોરોના ગાઈડલાઈનના ખૂલ્લેઆમ ધજાગરા ઉડ્યા હતા. આખા રાજ્યને સલાહ આપતી સરકાર હવે પ્રધાનને કઈ રીતે સમજાવશે તેવો લોકો પ્રશ્ન કરી રહ્યા છે.

સોમનાથ મહાદેવ મંદિરમાં પ્રધાન પરસોત્તમ સોલંકીએ પરિવાર સાથે કોરોના ગાઈડલાઈનનું કર્યું ઉલ્લંઘન

author img

By

Published : Aug 19, 2021, 11:26 AM IST

  • રાજ્યપ્રધાન પરસોતમ સોલંકીએ પરિવાર સાથે મળી કોરોના ગાઈડલાઈનનો કર્યો ભંગ
  • પૂર્વ ધારાસભ્ય હિરા સોલંકી (Hira Solanki) સહિત પરસોત્તમ સોલંકીનો (Minister Parshottam Solanki) પરિવાર જોવા મળ્યો માસ્ક વગર
  • સોમનાથ મહાદેવ પર ધજા ચડાવતી વખતે સોશિયલ ડિસ્ટન્સનો (Social Distance) પણ થયો ભંગ

જૂનાગઢઃ રાજ્ય સરકારના પ્રધાન પરસોત્તમ સોલંકી પરિવાર સાથે સોમનાથ મહાદેવ મંદિરમાં ધ્વજા ફરકાવવા જઈ રહ્યા હતા. તે દરમિયાન ન તો કોઈએ માસ્ક પહેર્યું ન તો કોઈએ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું. પ્રધાન પરસોત્તમ સોલંકી સહિત તેમના સમગ્ર પરિવારે સોમનાથ મહાદેવ પર ધ્વજા ફરકાવતી વખતે કોરોના ગાઈડલાઈનનો ખૂલ્લેઆમ ભંગ કર્યો હતો. પૂર્વ સંસદીય સચિવ હિરા સોલંકી અને પરસોત્તમ સોલંકીના પુત્ર અને પુત્રી સોમનાથ મહાદેવને ધ્વજા અર્પણ કરવા માટે.સોમનાથ પહોંચ્યા હતા, જ્યાં તેમની સાથે રહેલા તેમના પરિવારજનો અને શુભેચ્છકોએ સોશિયલ ડિસ્ટન્સની સાથે માસ્ક પહેરવા સુધીની તકેદારી નહતી લીધી.

પૂર્વ ધારાસભ્ય હિરા સોલંકી સહિત પરસોત્તમ સોલંકીનો પરિવાર જોવા મળ્યો માસ્ક વગર

આ પણ વાંચો- ગુજરાતમાં રાજકીય યાત્રાઓની મોસમ, કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપશે ?

પ્રધાન સહિત પરિવાર ભૂલ્યો સોશિયલ ડિસ્ટન્સ (Social Distance)

રાજ્ય સરકારના પ્રધાન પરસોત્તમ સોલંકી (Minister Parshottam Solanki) પરિવાર સાથે સોમનાથ મહાદેવ મંદિર (Somnath Mahadev Mandir) પહોંચ્યા હતા, પરંતુ કોરોના હજી ગયો નથી તે કદાચ પ્રધાન અને તેમનો પરિવાર ભૂલી ગયો લાગે છે. કારણ કે, સોમનાથ મહાદેવ મંદિર (Somnath Mahadev Mandir)માં ધજા ચડાવતી વખતે પ્રધાન પરસોત્તમ સોલંકી સહિત પરિવારે કોરોના ગાઈડલાઈનનો ખૂલ્લેઆમ ભંગ કર્યો હતો. તેમની સાથે મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. આ સાથે જ કોઈએ પણ માસ્ક નહતું પહેર્યું. એક તરફ રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ કોરોનાને લઈને નવા નિયમો જાહેર કરે છે, જેનું ઉલ્લંઘન સરકારમાં સામેલ જવાબદાર પ્રધાનના પરિવારજનો કરી રહ્યા છે. તેવો ચિંતાજનક વીડિયો સામે આવ્યો છે

રાજ્યપ્રધાન પરસોતમ સોલંકીએ પરિવાર સાથે મળી કોરોના ગાઈડલાઈનનો કર્યો ભંગ

આ પણ વાંચો- ખોડલધામ મંદિરમાં ભાજપના નેતાઓએ ઉડાવ્યા સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધજાગરા

આજે સોમનાથ મહાદેવ પર સોલંકી પરિવારે ધ્વજારોહણ કરવાનો ધાર્મિક કાર્યક્રમ યોજ્યો હતો

આજે સોલંકી પરિવારે સોમનાથ મહાદેવ પર ધ્વજારોહણનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજુલાના પૂર્વ ધારાસભ્ય હિરા સોલંકીની સાથે રાજ્ય સરકારમાં પ્રધાન પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી અને પુત્રી દિપા બાભણિયા પણ હાજર રહ્યા હતા. સોલંકી પરિવાર સાથે તેમના શુભેચ્છકો અને પરિવારના કેટલાય સભ્યો આ ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આમ, રાજ્ય સરકારના પ્રધાન જ ખૂલ્લેઆમ કોરોના ગાઈડલાઈનનો ભંગ કરી રહ્યા છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે, તેમની સામે કોઈ પગલાં લેવાય છે કે નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.