ETV Bharat / city

જૂનાગઢનું માર્કેટિંગ યાર્ડ 25 માર્ચથી 1 એપ્રિલ સુધી રહેશે બંધ

આગામી 25મી માર્ચથી 1 એપ્રિલ સુધી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ વર્ષોની પરંપરા મુજબ નાણાંકીય વર્ષનાં અંતિમ સાત દિવસોમાં બંધ રાખવામાં આવતું હોય છે. તે મુજબ આ વર્ષે પણ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી બીજી એપ્રિલથી જૂનાગઢનું માર્કેટિંગ યાર્ડ વિધિવત રીતે ફરી કૃષિ જણસોની લે -વેચથી ધમધમતું જોવા મળશે.

Junagadh
Junagadh
author img

By

Published : Mar 23, 2021, 2:24 PM IST

  • નાણાંકીય વર્ષના અંતિમ મહિનામાં જૂનાગઢનું માર્કેટિંગ યાર્ડ સાત દિવસ રહેશે બંધ
  • 25મી માર્ચથી 1 એપ્રિલ સુધી જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રહેશે બંધ
  • માર્ચ મહિનાના અંતિમ અઠવાડિયામાં યાર્ડનું તમામ હિસાબ- કિતાબ કરવા માટે યાર્ડ રહેશે બંધ

જૂનાગઢ: નાણાંકીય વર્ષના અંતિમ મહિનામાં જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એક અઠવાડિયા સુધી બંધ રાખવાનો નિર્ણય એપીએમસીના સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે. આગામી 25મી માર્ચથી 1 એપ્રિલ સુધી જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં તમામ પ્રકારની ખરીદ અને વેચાણ પ્રક્રિયા બંધ રાખવામાં આવશે અને આગામી બીજી માર્ચથી વિધિવત રીતે એપીએમસીમાં કૃષિ પેદાશોની ખરીદ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. વર્ષોની પરંપરા મુજબ નાણાંકીય વર્ષના અંતિમ એક અઠવાડિયા દરમિયાન મોટાભાગના સહકારી અને સરકારી સંસ્થાનો હિસાબ કરવાને લઈને ઓફિસ કામ માટે બંધ રાખવામાં આવતા હોય છે.

જૂનાગઢનું માર્કેટિંગ યાર્ડ 25 માર્ચથી 1 એપ્રિલ સુધી રહેશે બંધ

આ પણ વાંચો : મોરબી માર્કેટિંગ યાર્ડની 31મી માર્ચના રોજ ચૂંટણી

આગામી બીજી માર્ચથી કૃષિ જણસોની લે- વેચ થશે શરૂ

1 માર્ચ સુધી બંધ રહેલું જૂનાગઢનું એપીએમસી બજાર ૨જી એપ્રિલના દિવસે બીજી વાત ખોલવામાં આવશે, ત્યારે બીપી કૃષિ જણસોની લે- વેચ ફરી એક વખત રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. એમ એપીએમસીના સેક્રેટરી ગજેરા સાથેની ટેલિફોનિક વાતચીતમાં નાણાંકીય વર્ષનાં અંતિમ દિવસોમાં યાર્ડ વર્ષોની પરંપરા મુજબ બંધ રાખવામાં આવે છે. જે આ વર્ષે પણ માર્ચ મહિનાના અંતિમ અઠવાડિયામાં માર્કેટિંગ યાર્ડનું કામકાજ બંધ રાખવામાં આવશે. આ એક અઠવાડિયા દરમિયાન માર્કેટિંગ યાર્ડમાં થયેલી આવકજાવકના ખર્ચની ઓફિસ કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. સહકારી સંસ્થામાં વર્ષના અંતિમ એક અઠવાડિયામાં આ પ્રકારની ઓફિસનું કામ હાથ ધરવામાં આવતું હોય છે. જેને કારણે માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો વર્ષોથી પરંપરાગત નિર્ણય છે. તે આ વર્ષે પણ યથાવત રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો : પાટણ માર્કેટ યાર્ડમાં દસ વર્ષ બાદ રાયડાના ભાવમાં જોવા મળેલી તેજી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.