ETV Bharat / city

જૂનાગઢના સાંસદે વેરાવળમાં યોજાયેલ મેરેથોનમાં કોરોનાને આપી લીલીઝંડી - Marathon organized by Bharat Vikas Parishad

સોમનાથના વેરાવળમાં કોરોનાના નિયમોનો ખુલ્લેઆમ ભંગ(Open violation of Corona rules in Veraval) જોવા મળ્યો હતો, ભારત વિકાસ પરીષદ દ્વારા આયોજિત મેરેથોન(Marathon organized by Bharat Vikas Parishad) દોડમાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. યોજાયેલ મેરેથોન દોડને જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર અને નગરપાલિકાના શિક્ષિત અને યુવાન પ્રમુખ પિયુષ ફોફંડી એ લીલીઝંડી આપી હતી. રાજ્ય સરકાર નિયમોનું ચુસ્ત અમલ કરવાને લઈને નવા આદેશો કરી રહી છે, ત્યારે નેતાઓજ આ નિયમોનો ભંગ કરતા જોવા મળી રહ્યા છે.

જૂનાગઢના સાંસદે વેરાવળમાં યોજાયેલ મેરેથોનમાં કોરોનાને આપી લીલીઝંડી

author img

By

Published : Jan 9, 2022, 7:22 PM IST

સોમનાથ : વેરાવળમાં ભારત વિકાસ પરિષદ દ્વારા મેરેથોન દોડનું આયોજન(Marathon organized by Bharat Vikas Parishad) કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. મેરેથોનને લીલી ઝંડી આપવા માટે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર, નગરપાલિકાના યુવાન અને શિક્ષિત પ્રમુખ પિયુષ ફોફંડી પણ હાજર રહ્યા હતા. એક તરફ સરકાર કોરોના સંક્રમણને કારણે તેના તમામ કાર્યક્રમો બંધ કરી દીધા છે અને આરોગ્ય વિભાગ તેમજ કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકારોના અલગ-અલગ વિભાગો દ્વારા જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશોના ચુસ્ત પાલન કરવાના આદેશ પણ કરી રહી છે, આવા સમયે જૂનાગઢના સાંસદ અને સોમનાથ જિલ્લાના ભાજપના પદાધિકારીઓ જાણે કે સરકારના નિયમોને ખુલ્લેઆમ પડકાર ફેંકતા હોય તે પ્રકારે નિયમો તોડતા જોવા મળ્યા હતા.

જૂનાગઢના સાંસદે વેરાવળમાં યોજાયેલ મેરેથોનમાં કોરોનાને આપી લીલીઝંડી

રાજેશ ચુડાસમા નિયમ તોડીને હસતા મોઢે મેરેથોનમાં જોવા મળ્યા

જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા માસ્ક વગર મેરેથોનમાં સામેલ લોકો સાથે ફોટા પડાવતા નજરે પડ્યા હતા, તેમને પણ લોકોની સાથે કોરોનાના નિયમોને નેવે મુક્યા હતા. સાંસદ રાજેશ ચુડાસમા સહિત ભાજપના પદાધિકારીઓએ મેરેથોનને લીલીઝંડી આપી કે કોરોનાને તે હવે સમય આવ્યો ખબર પડશે.

વેરાવળ શહેર પોલીસ મથકમાં નોંધાઇ નિયમોને તોડવાની ફરિયાદ

સમગ્ર મામલો પુર્ણ થયાને કલાકનો વીતી ગયા બાદ વેરાવળ પોલીસ પણ હરકતમાં આવી હતી અને મેરેથોન દોડ માટે મંજૂરી માંગનાર ભારત વિકાસ પરિષદના કલ્પેશ શાહ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને એપેડેમીક એક્ટના ભંગ બદલ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Third Wave of Corona: એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો પણ થયા કોરોનાથી સંક્રમિત

આ પણ વાંચો : Corona Omicron in Vadodara: વડોદરામાં કોરોનાના 309 કેસ નોંધવાની સાથે ઓમિક્રોનના વધુ 5 કેસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.