જૂનાગઢઃ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં મહાદેવ ભગવાનને (The famous Somnath Mahadev Temple) રવિવારે 2,600 કિલો કેસર કેરીનો મનોરથ અર્પણ કરવામાં (Mango Manorath dedicated to Somnath Mahadev) આવ્યો હતો. આ માટે મંદિરમાં વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. તો આ મનોરથને આગામી 2 દિવસમાં વેરાવળ તાલુકાની 55 ગામમાં આવેલી 300થી વધુ આંગણવાડીઓમાં (Distribution of mangoes in Anganwadis) બાળકોને અર્પણ કરાશે.
આ પણ વાંચો- Hanuman Jayanti 2022: ભવનાથમાં હનુમાન જયંતીએ 11,000 મોતીચૂર લાડુનો મનોરથ પૂર્ણ કરાશે
આટલી મોટી માત્રામાં પહેલી વખત મનોરથ ધરાવાયો - સોમેશ્વર મહાદેવ (The famous Somnath Mahadev Temple) સમક્ષ રવિવારે પ્રથમ વખત 2,600 કિલો કેસર કેરીનો મનોરથ ધરવામાં (Mango Manorath dedicated to Somnath Mahadev) આવ્યો હતો. આ મનોરથ સોમનાથ ટ્રસ્ટના નવનિયુક્ત સચિવ યોગેન્દ્ર દેસાઈ (Somnath Trust Secretary Yogendra Desai) દ્વારા ધરવામાં આવ્યો હતો. યોગેન્દ્ર દેસાઈ તાજેતરમાં જ સોમનાથ ટ્રસ્ટના સચિવ બન્યા છે. જોકે, અત્યારે હાલ કેરીની સિઝન ચાલી રહી છે. તેમાં પણ ગીરની કેસર કેરી ખૂબ નામના ધરાવે છે. ત્યારે સૌ પ્રથમ વખત આટલી મોટી માત્રામાં સોમેશ્વર મહાદેવને કેરીનો મનોરથ ધરવામાં આવ્યો હોય તેવી આ પ્રથમ ઘટના હતી.
આ પણ વાંચો- દ્વારકાધીશ જગત મંદિરમાં તુલસી વિવાહ મનોરથ યોજાયો
મહાદેવ ભગવાનની મહાપૂજા કરાઈ - આ કેરીના મનોરથ ધરતા પૂર્વે સોમનાથ મહાદેવ સમક્ષ મનોરથની કેરી સાથે સચિવ યોગેન્દ્ર દેસાઈ (Somnath Trust Secretary Yogendra Desai) અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને પદાધિકારીઓ દ્વારા સોમનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ કેરીનો મનોરથ સોમેશ્વર મહાદેવના ચરણોમાં અર્પણ કરાયો હતો
આંગણવાડીના બાળકોને પ્રસાદરૂપે અપાશે કેરી - મહાદેવ ભગવાનને ધરવામાં આવેલી 2,600 કિલો કેસર કેરી વેરાવળ સહિત તાલુકાના 55 ગામડાઓમાં ચાલી રહેલી 324 જેટલી આંગણવાડીમાં (Distribution of mangoes in Anganwadis) અભ્યાસ કરતા 10,270 જેટલા બાળકોને પ્રસાદરૂપે અપાશે. તો આ વિતરણ વ્યવસ્થાનું માઈક્રો પ્લાનિંગ ગીર સોમનાથ જિલ્લા કલેકટર કચેરી દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં તાલુકાના અધિકારીઓથી લઈને આંગણવાડીની (Distribution of mangoes in Anganwadis) મુખ્ય સેવિકાઓ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી સમગ્ર વ્યવસ્થાનું અમલ કરવાને લઈને આયોજન કર્યું છે.