ETV Bharat / city

Mahashivratri Fair in Junagadh 2022 : ભવનાથમાં મહાશિવરાત્રિ મેળો પૂર્ણપણે યોજવા અંગે મોટા સમાચાર, મંજૂરી અપાઈ - મહાશિવરાત્રિ 2022

ભવનાથનો મહાશિવરાત્રીનો મેળો (Mahashivratri 2022) યોજવાને લઇને મોટા સમાચાર જૂનાગઢ કલેક્ટરે આપ્યાં છે. કઇ રીતે મેળો પાર પડાશે તે જાણવા (Mahashivratri Fair in Junagadh 2022 ) ક્લિક કરો અહેવાલ.

Mahashivratri Fair in Junagadh 2022 : ભવનાથમાં મહાશિવરાત્રિ મેળો પૂર્ણપણે યોજવા અંગે મોટા સમાચાર, મંજૂરી અપાઈ

author img

By

Published : Feb 17, 2022, 1:23 PM IST

Updated : Feb 17, 2022, 3:16 PM IST

જૂનાગઢઃ કોરોના સંક્રમણને કારણે છેલ્લા બે વર્ષથી સતત યોજાઈ રહેલા મહાશિવરાત્રિના મેળાનું આ વર્ષે કોરોના guidelines ના પાલન સાથે પૂર્ણપણે આયોજન કરવાનો અંતિમ નિર્ણય (Mahashivratri Fair in Junagadh 2022 )લેવાયો છે. જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે અધિકારીઓ સાધુસંતો ઉતારા મંડળો અને સામાજિક સંસ્થાઓના આગેવાનો સાથે બેઠક બાદ જિલ્લા કલેકટર દ્વારા આગામી મહાશિવરીત્રી મેળાનુ (Mahashivratri 2022) પૂર્ણપણે આયોજન થાય તેવી જાહેરાત કરી હતી.

Mahashivratri Fair in Junagadh 2022 :

બે વર્ષથી પ્રતીકાત્મક રૂપે યોજાતો હતો મેળો

પાછલા બે વર્ષથી કોરોના સંક્રમણને કારણે મહાશિવરાત્રીનો મેળો પ્રતીકાત્મક રૂપે આયોજિત થતો આવતો હતો. ત્યારે આ વર્ષે સંક્રમણ ભયજનક રીતે નહીં જોવા મળતાં જિલ્લા વહીવટીતંત્રએ પરંપરાથી આયોજિત થતો આવતો મહાશિવરાત્રિનો મેળો (Mahashivratri Fair in Junagadh 2022)પૂર્ણપણે આયોજિત કરવાનો નિર્ણય કર્યો છે.

મેળામાં આવનાર પ્રત્યેક યાત્રિકોએ કોરોના સંક્રમણના નિયમોનું કરવું પડશે પાલન

મહાશિવરાત્રિના મેળાનું પૂર્ણપણે આયોજન કરવાની જાહેરાતને પગલે મેળામાં આવનાર પ્રત્યેક યાત્રી કે કોરોના સંક્રમણની ગાઈડલાઈનનું પૂર્ણપણે પાલન કરવાનું રહેશે. રાજય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા જે દિશાનિર્દેશો કોરોના સંક્રમણને કારણે આપવામાં આવ્યા છે. તે તમામનું મેળામાં આવનાર પ્રત્યેક યાત્રિકોએ ચુસ્તપણે (Mahashivratri Fair in Junagadh 2022 )પાલન કરવાનું રહેશે. બે વર્ષ બાદ ફરી એક વખત મહાશિવરાત્રિનો મેળો તમામ યાત્રિકો માટે યોજવાનો નિર્ણય જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતાં યાત્રિકોમાં ભારે ઉત્સાહ જોવા મળે તે સ્વાભાવિક છે. પરંતુ મેળાના આયોજનને લઇને કોરોના સંક્રમણના એક પણ નિયમોનો ભંગ ન થાય તે રીતે મેળામાં આવનાર તમામ યાત્રિકોને (Mahashivratri 2022) સહકાર આપવાનો રહેશે.

આ પણ વાંચોઃ Bhavnath Mahashivratri Fair : ભવનાથ મેળાના આયોજનને લઈ જૂનાગઢ મહાનગરપાલિકા આશાવાદી

ઉતારા મંડળ અને સાધુસંતોની બેઠકમાં નિર્ણય
ભવનાથ મેળાના આયોજનને લઇને જિલ્લા વહીવટીતંત્ર ઉતારા મંડળ અને સાધુસંતોની બેઠકમાં નિર્ણય (Mahashivratri Fair in Junagadh 2022 )કરવામાં આવ્યો છે. ભાવિક ભક્તોને ભોજન પ્રસાદ સહિત ઉતારા અને તમામ પ્રકારની સુવિધાઓ ભવનાથ પરિક્ષેત્રમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર મળી શકે તે માટે તમામ કમિટીઓનું આયોજન પણ કરી દેવામાં આવ્યું છે. મેળાની મહત્વની વાત એ છે કે દરરોજ જિલ્લાના તમામ અધિકારીઓ સાધુસંતો ઉતારા મંડળો અને સામાજિક સંસ્થાઓ સાથે મળીને એક મિટિંગનું (Mahashivratri 2022)આયોજન થશે. જેમાં દરરોજ પડી રહેલી સમસ્યા અને તેનું સમાધાન થશે અને સાથે સાથે કોઈ સલાહ સૂચનો હોય તો પણ તેનો અમલ પાંચ દિવસના મેળામાં કરી શકાય તે માટે દૈનિક ધોરણે એક મિટિંગનું આયાજન કરવાની જાહેરાત જૂનાગઢ જિલ્લા કલેકટર રચિત રાજ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Bhavnath Melo 2022: ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો યોજાવા સરકાર મંજૂરી આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા સાધુસંતો

Last Updated : Feb 17, 2022, 3:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.