ETV Bharat / city

મહામંડલેશ્વર ભારતીબાપુને ધાર્મિક વિધિ વિધાન સાથે ભારતી આશ્રમમાં સમાધિ આપવામાં આવી - Gadipati Bharti Bapu

મહામંડલેશ્વર અને ભારતી આશ્રમના ગાદીપતિ ભારતી બાપુને આજે રવિવારે ધાર્મિક વિધિ વિધાન સાથે ભવનાથમાં આવેલા ભારતી આશ્રમમાં સંતો મહંતો અને બાપુના સેવકોની હાજરી વચ્ચે ધાર્મિક વાતાવરણની વચ્ચે ભારતી બાપુને સમાધિ આપવામાં આવી હતી.

samdhi
મહા મંડલેશ્વર ભારતીબાપુને ધાર્મિક વિધિ વિધાન સાથે ભારતી આશ્રમમાં સમાધિ આપવામાં આવી
author img

By

Published : Apr 11, 2021, 6:14 PM IST

Updated : Apr 11, 2021, 7:42 PM IST

  • બ્રહ્મલીન મહામંડલેશ્વર ભારતીબાપુ ને આપવામાં આવી સમાધિ
  • ભારતી આશ્રમમાં ગુરુ ગાદીની જગ્યા પર બાપુના નશ્વર દેહને સમાધિમય બનાવવામાં આવ્યો
  • સમાધિ વખતે સાધુ સંતો મહંતો અને બાપુના સેવકોએ આપી હાજરી

જૂનાગઢ: બ્રહ્મલીન થયેલા મહા મંડલેશ્વર અને ભારતી આશ્રમના ગાદીપતિ જૂના અખાડાના વરિષ્ઠ આ સંત ભારતી બાપુના નશ્વર દેહને આજે રવિવારે ભારતી આશ્રમમાં સમાધિ આપવામાં આવી હતી. આજે રવિવારે વહેલી સવારે સરખેજના આશ્રમમાં બાપુ 93 વર્ષની વયે બ્રમ્હલીન થતા તેમને વિધિ વિધાન સાથે ભારતી બાપુને જૂનાગઢમાં આવેલા ભારતી આશ્રમમાં સમાધિ આપવામાં આવી હતી. .

મહા મંડલેશ્વર ભારતીબાપુને ધાર્મિક વિધિ વિધાન સાથે ભારતી આશ્રમમાં સમાધિ આપવામાં આવી

આ પણ વાંચો : મહામંડલેશ્વર ભારતી બાપુ બ્રહ્મલીન થયા, જૂનાગઢમાં સમાધિ અપાશે

ભારતી બાપુ બ્રહ્મલીન થતાં ભવનાથમાં જોવા મળ્યું શોકનું મોજુ

મહામંડલેશ્વર ભારતીબાપુ પાછલા કેટલાય વર્ષોથી ભવનાથના સંતોમાં અગ્રણી સંત તરીકે ગણના થતી હતી. ભવનાથમાં યોજાતા કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમાં ભારતી બાપુની હાજરી અનિવાર્ય બનતી હતી. મહાશિવરાત્રિના મેળાની ધર્મ ધજા પણ ભારતી બાપુના હસ્તે ભવનાથ મહાદેવ પર ફરકાવવામાં આવતી હતી. આવો પવિત્ર જીવ આજે રવિવારે બ્રહ્મલીન થતાં ભવનાથ શોકાતુર બન્યું છે. બાપુના સેવકોની સાથે ભવનાથના સાધુ સંતો અને મહંતમા પણ બાપુના ન રહેવાથી એક ખાલીપો જોવા મળ્યો હતો, ત્યારે આજે રવિવારે બાપુને સમાધિ આપવા માટે મોટી સંખ્યામાં ભાવનાથ મંડળના સાધુ સંતો મહંતો અને ભારતી બાપુના સેવકોએ ધાર્મિક વાતાવરણની વચ્ચે અને ભીની આંખોએ ભારતી બાપુને અંતિમ વિદાય સમી સમાધિ આપી હતી

Last Updated : Apr 11, 2021, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.